શોધખોળ કરો

સી.આર. પાટીલ સાથે મતભેદ હોવા અંગે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું ?

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે ભાજપ પ્રદેશ અધ્યશ્ર સી.આર.પાટીલના શહેર સુરત પહોંચ્યા છે.

રાજકોટ: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે ભાજપ પ્રદેશ અધ્યશ્ર સી.આર.પાટીલના શહેર સુરત પહોંચ્યા છે. સીઆર પાટીલ સાથે વિજયભાઈ રૂપાણીના મતભેદ હોવાની ચાલતી અટકળો અને ચર્ચાને લઈને સવાલ પૂછાતા વિજય રૂપાણીએ કોઈપણ પ્રકારના મતભેદો ન હોવાનો દાવો કર્યો છે.  એટલુ જ નહી પક્ષના કાર્યકર્તાઓના નાતે પક્ષના અધ્યક્ષ સી.આર.પાટીલને સહકાર આપતા રહેશે તેવી પણ વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટતા કરી છે. સુરતમાં વિજય રૂપાણીએ કહ્યું કે મારે અને સીઆર પાટીલ વચ્ચે કોઈ મતભેદ નથી.અમે સાથી કાર્યકર્તા તરીકે સાથે કામ કરીએ છીએ.પ્રદેશ અધ્યક્ષને મારો સંપૂર્ણ સહકાર છે. સીઆર પાટીલ સાથે હું સારી રીતે કામ કરી રહ્યો છું.

વિજય રૂપાણી આજે સુરતના પ્રવાસ દરમિયાન વોરા સમાજના ધર્મગુરૂની મુલાકાત કરશે. આ સાથે જ ઉદ્યોગપતિ ધોળકીયા પરિવારના લગ્ન સમારંભમાં હાજરી આપશે. 

ઉલ્લેખનીય છે કે રાજકોટ ભાજપમાં જૂથવાદના સમાચાર છેલ્લા ઘણા સમયથી મીડિયામાં ચાલી રહ્યા છે.  મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ પદભાર છોડ્યાં બાદ રાજકોટ ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે તેના મૂળમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા છે. તેઓ છેલ્લા ઘણાં સમયથી શહેર ભાજપમાં એન્ટ્રી કરીને સક્રિય રીતે જોડાયેલા છે અને રૂપાણી જૂથના મનાતા શહેર ભાજપ પ્રમુખ સહિતના નેતાઓ સામે ખુલ્લો મોરચો ખોલ્યો છે.

રામ મોકરિયાએ શહેર ભાજપ દદ્વારા તેને માન સન્માન આપવામાં ન આવતું હોવાની પ્રદેશ કક્ષાએ ફરિયાદ કરી હતી અને પ્રદેશની સૂચનાથી ભાજપ કાર્યાલયના પ્રથમ માળે રામ મોકરિયાને ઓફિસ ફાળવવામાં આવી હતી. રાજકોટ ભાજપ સંગઠનમાં આંતરિક જૂથવાદના સમાચારો વચ્ચે 20 નવેમ્બરે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ તેમજ ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સાથે બેઠક કરી હતી.બંને નેતાઓ વચ્ચે બંધ બારણે બેઠક ચાલી હતી. આ બેઠક અંગે સાંસદ મોહન કુંડારિયાએ કહ્યું કે માત્ર સૌજન્ય મુલાકાત હતી. તો સી.આર. પાટીલે પણ કહ્યું કે આ રૂટીન મુલાકાત હતી.

ભાજપના સાંસદ રામભાઈ મોકરિયાએ વિવાદ સર્જ્યા પછી યુ ટર્ન લીધો હતો.  તેમણે નિવેદન આપ્યું હતું કે, મીડિયા એની રીતે ચાલવે છે. આવો કોઈ જૂથવાદ નથી. તમે તમારી રીતે ચાલવો છો. મીડિયા એનો ધર્મ નિભાવે છે. જે લોકો પાર્ટીથી દૂર જાય તે પાર્ટીથી અલગ જ રહે, તેમ મોકરિયાએ જણાવ્યું હતું. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા રાજકોટના યોજાયેલા ભાજપના સ્નેહમિલનનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ધારાસભ્ય ગોવિંદ પટેલ સાથે કોઈ મુદ્દે રકઝક કરી રહ્યા હતા. આ સમયે સાંસદ મોકરિયા વચ્ચે આવતાં તેમને રૂપાણીએ બેસી જવા માટે કહ્યું હતું. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Stock Market Holiday: ૨૦ નવેમ્બરે શેર બજાર બંધ રહેશે, આ કારણસર બુધવારે રજા રાખવામાં આવી
20 નવેમ્બરે શેર બજાર રહેશે બંધ, અચાનક એક્સચેન્જે આપી જાણકારી, જાણો શું છે કારણ
હરિદ્વારથી અયોધ્યા જઈ રહેલી બસ યૂપી રોડવેઝ બસ સાથે અથડાઈ, 50 ગુજરાતી યાત્રીઓ ઘાયલ
અયોધ્યા જતી ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 50 મુસાફરો ઘાયલ
ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર
ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Congress:પહેલુ કર્તવ્ય.. ભાજપનો તંબુ ઉખાડીને ફેંકી દઈએ.. વાવમાં જીગ્નેશ મેવાણીના પ્રહારAhmedabad: ઈન્ડિગો શરૂ કરશે ચાર નવી ફ્લાઈટ્સ, જાણો કેટલું હશે ભાડુ? Watch VideoGujarat Weather Updates : આગામી સાત દિવસ વાતાવરણને લઈને શું કરાઈ મોટી આગાહી?Salman Khan: અભિનેતા સલમાન ખાનને ધમકી આપનાર શખ્સની કર્ણાટકથી કરાઈ ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Stock Market Holiday: ૨૦ નવેમ્બરે શેર બજાર બંધ રહેશે, આ કારણસર બુધવારે રજા રાખવામાં આવી
20 નવેમ્બરે શેર બજાર રહેશે બંધ, અચાનક એક્સચેન્જે આપી જાણકારી, જાણો શું છે કારણ
હરિદ્વારથી અયોધ્યા જઈ રહેલી બસ યૂપી રોડવેઝ બસ સાથે અથડાઈ, 50 ગુજરાતી યાત્રીઓ ઘાયલ
અયોધ્યા જતી ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 50 મુસાફરો ઘાયલ
ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર
ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર
Android યૂઝર્સ માટે મોટું જોખમ! આ મૅલવેર મિનિટોમાં બેંક એકાઉન્ટ ખાલી કરી નાખશે, જાણો બચવાના ઉપાયો
Android યૂઝર્સ માટે મોટું જોખમ! આ મૅલવેર મિનિટોમાં બેંક એકાઉન્ટ ખાલી કરી નાખશે, જાણો બચવાના ઉપાયો
Maharashtra Election 2024: 'તમારી ચાર પેઢીઓ આવી જાય તો પણ...', આર્ટિકલ 370 પર શરદ પવાર અને કોંગ્રેસને અમિત શાહનો પડકાર
'તમારી ચાર પેઢીઓ આવી જાય તો પણ...', આર્ટિકલ 370 પર શરદ પવાર અને કોંગ્રેસને અમિત શાહનો પડકાર
BH નંબર પ્લેટ લગાવવાના શું ફાયદા અને નુકસાન છે? જાણો સંપૂર્ણ પ્રક્રિયા
BH નંબર પ્લેટ લગાવવાના શું ફાયદા અને નુકસાન છે? જાણો સંપૂર્ણ પ્રક્રિયા
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ,  જાણો ટિકિટની કિંમત અને અને સમય
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ, જાણો ટિકિટની કિંમત અને અને સમય
Embed widget