Malnutrition Abolition: કુપોષણને ડામવા અદાણી ગૃપે સુરતથી શરૂ કર્યો ફૉર્ચ્યૂન સુપોષણ પ્રૉજેક્ટ, બાળકો-મહિલાઓને મળશે રક્ષણ
Malnutrition Abolition: રાજ્યમાં વધી રહેલા કુપોષણને ડામવા માટે સરકારની સાથે સાથે હવે સામાજિક અને ખાનગી સંસ્થાઓ પણ કુપોષણ નાબુદી અભિયાન ચલાવી રહી છે
Malnutrition Abolition: રાજ્યમાં વધી રહેલા કુપોષણને ડામવા માટે સરકારની સાથે સાથે હવે સામાજિક અને ખાનગી સંસ્થાઓ પણ કુપોષણ નાબુદી અભિયાન ચલાવી રહી છે. આ કડીમાં હવે દેશની મોટી ઔદ્યોગિક સંસ્થા અદાણી જૂથ પણ જોડાઇ છે. તાજેતરમાં જ અદાણી ફાઉન્ડેશન સંચાલિત ફૉર્ચ્યૂન સુપોષણ પ્રૉજેક્ટ સુરત જિલ્લાના છેવાડાના આદિવાસી તાલુકા ઉમરપાડામાં લૉન્ચ કરવામાં આવ્યો છે.
અદાણીના આ સુપોષણ પ્રૉજેક્ટ અંતર્ગત મોટા પાયે કુપોષણને ડામવા પર કામ કરવામાં આવશે. સુપોષણ પ્રૉજેક્ટનો હેતુ 0-5 વર્ષના બાળકો, કિશોરીઓ, સગર્ભાઓ અને ધાત્રીઓમાં કુપોષણ તેમજ એનિમિયા જેવી બિમારીઓને નાબૂદ કરવાનો છે. સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિની પટેલની અધ્યક્ષતામાં આયોજીત કાર્યક્રમમાં સુરતના DDO શિવાની ગોયલ, અદાણી હજીરા પૉર્ટના સીઈઓ નીરજ બંસલ, ICDS, આરોગ્ય વિભાગ, સુપોષણ સંગિનીઓ, ઉમરપાડાની આંગણવાડી કાર્યકરો, આશા કાર્યકરોની ટીમ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ચાર વર્ષના સમયગાળા માટે પ્રૉજેક્ટ સુપોષણ અંતર્ગત પ્રત્યેક સુપોષણ સંગિની ત્રણ આંગણવાડી કેન્દ્રને એન્થ્રૉપૉમેટ્રિક માપન, કૌટુંબિક પરામર્શ, જૂથ ચર્ચા, કિચન ગાર્ડન વિકસાવવા અને WASH તેમજ IYCF પ્રેક્ટિસ મજબૂત કરવા મદદરૂપ થશે. ICDS કાર્યકર સાથે મળીને પ્રોજેક્ટની કામગીરી હાથ ધરાશે. સુરત જીલ્લા પંચાયત ભવન ખાતે ઉમરપાડા તાલુકાની ફૉર્ચ્યૂન સુપોષણ લૉન્ચ ઈવેન્ટના અધ્યક્ષ ભાવિની પટેલે જણાવ્યું હતું કે “તંદુરસ્ત સમાજ માટે કુપોષણ અને એનિમિયા જેવી બિમારીઓ અભિશાપરૂપ છે. તેને નાબુદ કરવા ચાલી રહેલા સરકારી પ્રયાસોને અદાણી ફાઉન્ડેશન સાથે મળીને સફળ બનાવશે.
સુરતના DDO શિવાની ગોયલે આદિવાસી બ્લોક ઉમરપાડા પસંદ કરવા બદલ અદાણી ફાઉન્ડેશનની પહેલને આવકારતા જણાવ્યું હતું કે, “આ પ્રૉજેક્ટ ICDS દ્વારા ચાલી રહેલા પ્રયાસોને ટેકો આપશે અને ચોક્કસપણે તેના વધુ સારા પરિણામો સાથે આવશે. સરકારી યોજનાના અમલીકરણમાં આ પ્રોજેકટ સેતુનું કામ કરશે. વડાપ્રધાનના પ્રૉજેકટ સુપોષણને ટેકો આપશે”. આ પ્રસંગે ઉપસ્થિત હજીરા પોર્ટના સીઈઓ નીરજ બંસલે ટીમને શુભેચ્છાઓ પાઠવીને જણાવ્યુ હતું કે કોર્પોરેટ, સમાજ અને સરકાર સાથે મળીને આ પ્રૉજેકટમાં કામ કરશે એ સહભાગિતા થકી સમાજ ઉત્થાનમાં સહયોગ મળશે.
પ્રૉજેકટ ફૉર્ચ્યૂન સુપોષણનો હેતુ સુપોષિત ભારતના વડાપ્રધાનના લક્ષ્યને પ્રાપ્ત કરવા પોષણ અભિયાનને સમર્થન આપવાનું અને કુપોષણ અને એનિમિયા મુક્ત સમુદાય માટે ICDSના કાર્યમાં યોગદાન આપવાનું છે. સ્થાનિક સમુદાયમાથી આવતા સ્વયંસેવકો જે સુપોષણ સંગીની તરીકે ઓળખાય છે, જેમના દ્વારા આ કાર્ય કરવામાં આવશે. દરેક સુપોષણ સંગીની ત્રણ આંગણવાડી કેન્દ્રને સહયોગ કરશે અને એન્થ્રૉપૉમેટ્રી માપન, કૌટુંબિક પરામર્શ, ધ્યાન કેન્દ્રિત જૂથ ચર્ચા, કિચન ગાર્ડન વિકસાવવા અને વોશ બાસ્કેટ અને IYCF પ્રથાઓને મજબૂત બનાવવાના કાર્યમાં ટેકો આપશે. આ કાર્ય ICDS વિભાગ સાથે હાથમાં હાથ મિલાવીને કરશે. દરેક સંગીની એક આધુનિક ટેબ્લેટથી સજ્જ હશે જ્યાં તે ટેકનોલોજીનો ઉપયોગ કરીને માહિતીપ્રદ વિડીયો સાથે શિક્ષણ આપશે.
સુપોષણ પ્રોજેક્ટ ભારતના 11 રાજ્યોમાં 17 સ્થળોએ કાર્યરત છે. ગુજરાતના નર્મદામાં જિલ્લામાં 2018 થી સુપોષણ સંગિનીઓના અથાગ પ્રયત્નો દ્વારા બાળકોના કુપોષણમાં ઘટાજો અને સમુદાયોનીમાં વર્તણૂકમાં સુધારો થયો છે. 2018માં બેઝલાઈનથી માર્ચ 2024માં પરિણામોની સરખામણી કરતા પ્રોજેક્ટે નોંધપાત્ર પરિણામો હાંસલ કર્યા છે. અસરકારક પોષણ શિક્ષણ અને પ્રથાઓ દર્શાવતા ઉચ્ચ IFA ટેબ્લેટ લેવાથી માતાઓના સ્વાસ્થ્યમાં પણ નોંધપાત્ર સુધારો થયો છે.
અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષ ડૉ. પ્રીતિ અદાણી અને અદાણી વિલ્મરના સીઈઓનો સંદેશ અને પ્રૉજેકટની માહિતી અદાણી ફાઉન્ડેશનમાં આરોગ્ય અને પોષણ વિભાગના વડા વિવેક યાદવએ આપી હતી. અદાણી વિલ્મરના કુ. પ્રિયા અગ્રવાલએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં અદાણી સમૂહ, જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, અધિકારીઓએ, આઇસીડીએસ, આંગણવાડીના કાર્યકરો અને સુપોષણ સંગીની હાજર રહ્યા હતા.
આ પણ વાંચો -
શું રોહિત અને વિરાટે માની BCCIની વાત? વર્ષો પછી આ સ્થાનિક ટુનામેન્ટમાં રમશે બંન્ને ક્રિકેટરો