શોધખોળ કરો
Advertisement
ગુજરાતના આ શહેરમાં કોરોનાના દર્દીઓને એક પણ રૂપિયો ચૂકવ્યા વગર 5 સ્ટાર હોટલમાંથી મળે છે જમવાનું, જાણો
સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે કોરોના પોઝિટિવ દર્દીને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 5 સ્ટાર હોટલમાંથી જમવાની વ્યવસ્થા કરવામાં આવી
સુરત : સુરતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે કોરોના પોઝિટિવ દર્દીને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 5 સ્ટાર હોટલમાંથી જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મહત્વનું છે કે, સારવાર માટે દાખલ થયેલા દર્દી દ્વારા તેમને યોગ્ય જમવાનું આપવામાં આવતું ન હોવાનો આક્ષેપ સાથે એક વીડિયો વાયરલ થતાં તંત્રને ફરિયાદ કરવામાં આવી હતી. ત્યાર બાદ મજૂરાનાં ધારાસભ્યએ દર્દીઓનાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે હવે ફાઈવ સ્ટાર હોટલ મેરિયટ દ્વારા દર્દીઓને ભોજન પહોંચાડવાની જવાબદારી ઉપાડવામાં આવી છે.
કોરોના વાયરસને લઇને લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે સતત કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતમાં છેલ્લા બે દિવસમાં દર્દીનો વિસ્ફોટ થયો હોય તેવું જાહેર થયેલા આંકડા પરથી લાગી રહ્યું છે. ત્યારે સુરતમાં કરોના પોઝિટિવ આવેલા તમામ દર્દીને નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે. ત્યારે એક દર્દી દ્વારા તેમને જમવાનું આપવામાં આવે છે તે યોગ્ય નહીં હોવાની ફરિયાદ વીડીયો દ્વારા કરવામાં આવી હતી.
જોકે શુક્રવારે કોરોના પોઝિટિવ સાથે ચિરાગ વિનુભાઈ ગઠિયા સિવિલમાં દાખલ થયા હતાં. જેમણે વોર્ડમાં જમવાનું યોગ્ય ન મળતું હોવાનો એક વીડિયો બનાવીને વાયરલ કર્ય હતો. આ સાથે અન્ય દર્દીઓએ પણ આ જ વ્યથા રજૂ કરી હતી. જેથી નોડલ ઓફિસર મહેન્દ્ર પટેલ અને મજૂરાના ધારાસભ્યએ ભોજનની વ્યવસ્થા એક સંસ્થા દ્વારા કરી હતી. ત્યાર બાદ હોટલને વાત કરતાં હોટલ મેરીયટ દ્વારા દર્દીઓને ભોજન પહોંચાડવાની જવાબદારી લેવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
બિઝનેસ
Advertisement