શોધખોળ કરો
Advertisement
સુરતમાં મોતના આંકડાઓમાં તફાવત મુદ્દે મુખ્યમંત્રી રૂપાણીએ શું કરી સ્પષ્ટતા? જાણો વિગત
સુરત આવેલા મુખ્યમંત્રી રૂપાણીએ મોતના આંકડાઓમાં તફાવત મુદ્દે કરી સ્પષ્ટતા. કોવિડના સરકારી આંકડા બરોબર હોવાની કરી સ્પષ્ટતા.
સુરતઃ છેલ્લા કેટલાક દિવસથી સુરતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી જાતે સુરતની મુલાકાત પહોંચ્યા હતા. તેમની સાથે નાયબ મુખ્યમંત્રી અને સ્વાસ્થ્ય મંત્રી નીતિન પટેલ પણ સુરત આવ્યા છે. મુખ્યમંત્રીએ અધિકારીઓ સાથે બેઠક પછી પત્રકાર પરીષદ યોજી હતી. જેમાં તેમણે સુરતમાં મોતના આંકડાઓમાં તફાવત મુદ્દે સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, મીડિયામાં આવ્યું છે, એ મેં જોયું છે. કોવિડના સરકારી આંકડા જે ડેથના છે, તે સ્પષ્ટ જ છે.
તેમણે ઉદાહરણ આપતાં સમજાવ્યું હતું કે, માની લો કે અહીં કોઈ પેશન્ટ આવ્યું અને હજું તેનો ટેસ્ટ જ નથી થયો. એ નેગિટિવ પણ હોય અને મૃત્યુ પામે, તો તેના કોવિડના તમામ પ્રોટોકોલ પ્રમાણે અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. એ આંકડા ડિફર થાય છે. એ કોવિડનો કેસ નથી, એટલે આ આંકડા આપણામાં આવે જ નહીં.
તેમણે ઉમેર્યું હતું કે, સુરતના અધિકારીઓ આ એટલા માટે કરે છે કે, જેનું મોત કેવી રીતે થયું તે હજુ નક્કી જ નથી અને ટેસ્ટ પણ નથી થયો તો એ કોવિડના કારણે છે કે નહીં, તે ખબર નથી. છતાં તેને કોવિડના પ્રોટોકોલ લાગું પાડવામાં આવે છે અને તેના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. એ એટલા માટે કરવામાં આવે છે કે, એક ટકાને પણ કોવિડ હોય અને ચોકસાઇ ન રાખે અને અંતિમક્રિયામાં ગફલત રાખવામાં આવે તો અન્ય લોકોને કોરોના થાય. જેથી આ આંકડા સાથે કોઈ સંબંધ નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion