શોધખોળ કરો

દક્ષિણ ગુજરાતમાં સુરત-વલસાડ પછી હવે આ જિલ્લામાં કોરોનાએ ઉંચક્યું માથું, સતત બીજા દિવસે 3 કેસ સામે આવ્યા

ચીખલી તાલુકામાં આજે નવા ત્રણ કેસો નોંધતા કુલ એક્ટિવ કેસોની સંખ્યા ૧૩ ઉપર પહોંચી છે. છેલ્લા બે દિવસથી સતત કોરોના પોઝિટિવ કેસો આવવાનો સિલસિલો યથાવત છે.

નવસારીઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યા પછી ફરી એકવાર કોરોનાના દૈનિક કેસો વધી રહ્યા છે. અગાઉ દૈનિક કેસો 10ની અંદર આવી ગયા પછી ફરી એકવાર કેસો 20થી ઉપર આવવા લાગ્યા છે. હવે નવસારી જિલ્લામાં ફરી કોરોના કેસોમાં વધારો થયો છે. આજે નવસારી જિલ્લામાં વધુ ૦૩ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે.  

ચીખલી તાલુકામાં આજે નવા ત્રણ કેસો નોંધતા કુલ એક્ટિવ કેસોની સંખ્યા ૧૩ ઉપર પહોંચી છે. છેલ્લા બે દિવસથી સતત કોરોના પોઝિટિવ કેસો આવવાનો સિલસિલો યથાવત છે. ગઈ કાલે પણ  નવસારી જિલ્લામાં કોરોનાના ત્રણ કેસો નોંધાયા હતા. ચીખલી, ગણદેવી અને વાંસદા તાલુકામાં કોરોના પોઝિટિવના કેસો સામે આવ્યા હતા. 

દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો રાજ્યના ગઈ કાલે સાંજે 5 વાગ્યા સુધીમાં 186માંથી ફક્ત દક્ષિણ ગુજરાતમાં જ 104 એક્ટિવ કેસ છે. જે માત્ર દક્ષિણ ગુજરાતના 3 જિલ્લાના જ છે. આ સિવાય દક્ષિણ ગુજરાતના એક પણ જિલ્લામાં એક્ટિવ કેસ નથી. ગઈ કાલના કેસોની સંખ્યા જોઇએ તો વલસાડમાં 35, સુરતમાં 59 અને નવસારી 10 એક્ટિવ કેસ છે. 

ગુજરાતમાં આજે કોરોનાના નવા 21  કેસ નોંધાયા છે. તો બીજી તરફ  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,890 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ  મોત થયું નથી જે રાહતના સમાચાર છે.   આજે  3,74,745 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 186 કેસ છે. જે પૈકી 06 વેન્ટીલેટર પર છે, જ્યારે 178 નાગરિકો સ્ટેબલ છે. 8,15,890 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10086 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. અમદાવાદ કોર્પોરેશનમાં 6, નવસારી 3, સુરત 3, જૂનાગઢ 2,  સુરત કોર્પોરેશનમાં 2, ખેડા 2, રાજકોટ કોર્પોરેશનમાં 1, વડોદરા 1, વડોદારા કોર્પોરેશન 1 અને વલસાડમાં 1  કેસ નોંધાયો છે. 

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 20 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 4829  નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 34777 નાગરિકોને રસીનો પ્રથમ અને 73156 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 106631 નાગરિકોને રસીનો પ્રથમ અને 155332 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 3,74,745 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 6,54,01,063 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 

અમદવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર,દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જામનગર,  જામનગર કોર્પોરેશન,  જૂનાગઢ કોર્પોરેશન,  કચ્છ, મહીસાગર, મહેસાણા,  મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને તાપીમાં એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Embed widget