Gujarat Election 2022: સુરતમાં સિંગણપોરમાં કેજરીવાલની સભા અગાઉ બબાલ, SMCના કર્મચારીઓએ બેનરો હટાવતા AAPના કાર્યકરોએ કર્યો વિરોધ
સુરતના સિંગણપોરમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સભા પહેલા બબાલ થઇ હતી
સુરતઃ સુરતના સિંગણપોરમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સભા પહેલા બબાલ થઇ હતી. મળતી જાણકારી અનુસાર, સુરતમાં સિંગણપોરમાં અરવિંદ કેજરીવાલની સભા પહેલા બબાલ થઇ હતી. એસએમસીના કર્મચારીઓએ બેનરો હટાવતા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ વિરોધ કર્યો હતો. થોડા સમય માટે પોલીસ અને આપના કાર્યકરો સામ સામે આવી ગયા હતા.
કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની કબૂલાત, મોહનસિંહ રાઠવાને હરાવવા માટે ભાજપ સક્ષમ નહોતું
Gujarat election 2022: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો જંગ જોરદાર જામ્યો છે. તમામ રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કેંદ્રીય મંત્રી પરસોત્તમ રુપાલા પણ ભાજપ માટે પ્રચાર કરી જનસભાઓ સંબોધી રહ્યા છે. ત્યારે આજે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ કબૂલાત કરી કે મોહનસિંહ રાઠવાને હરાવવા માટે ભાજપ સક્ષમ નહોતું. કેંદ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા આજે પ્રચાર માટે છોટાઉદેપુર પહોંચ્યા હતા. અહીં તેમણે ભાજપ ઉમેદવાર રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજુ રાઠવા માટે પ્રચાર કર્યો હતો.
રાજેન્દ્રસિંહ રાઠવા મોહનસિંહ રાઠવાના પુત્ર છે. થોડા દિવસ પહેલાં જ 10 વખત ધારાસભ્યપદે ચૂંટાનારા મોહનસિંહ રાઠવા તેમના બંને પુત્ર સાથે ભાજપમાં જોડાયા હતા. કેંદ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ આજે સ્વીકાર્યું કે મોહનસિંહને હરાવવા માટે ભાજપ સક્ષમ નહોતું. આ સાથે જ કૉંગ્રેસ પર કટાક્ષ કર્યો કે આવા નેતાને કૉંગ્રેસ કેમ સાચવી નથી શકતી.
Gujarat election 2022: હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુર સાથે ખાસ વાતચીત, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે એબીપી અસ્મિતા સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી. જયરામ ઠાકુરે રાહુલ ગાંધી અને આમ આદમી પાર્ટી પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. કૉંગ્રેસની રણનીતિ રહી છે કે જ્યારે ચૂંટણી હોય ત્યારે રાહુલ ગાંધીને પ્રચારમાથી દૂર રાખવામાં આવે છે. જ્યારે ચૂંટણી હોય છે ત્યારે પાર્ટીનું નેતૃત્વ બધુ કામ છોડીને પાર્ટીની જીત માટે પ્રયાસ કરતું હોય છે.
આ પહેલી વાર જોવા મળ્યું છે કે હિમાચલ અને ગુજરાતમાં ચૂંટણી છે અને કોંગ્રેસના નેતા યાત્રા પર નીકળ્યા છે. બની શકે કે એમના આવવાથી ચૂંટણીઓમાં કોંગ્રેસને નુકસાન થઈ જાય. કોંગ્રેસ ચૂંટણીને ગંભીરતાથી નથી લઈ રહી. ગુજરાતમાં એક તરફી ચૂંટણીનો માહોલ છે, ક્યાંય કોઈ સામે મુકાબલો જ નથી. બધી બાબતો એક તરફ છે અને નરેન્દ્ર મોદી એક તરફ છે.