Gujarat Lockdown: કોરોનાની ચેઈન તોડવા દક્ષિણ ગુજરાતમાં શું શું છે બંધ ? જાણો વિગત
કોરોનાની ચેઈન રોકવા માટે જનહિતમાં 48 કલાક સ્વૈચ્છિક રીતે એકમો બંધ રાખવાની અપીલ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ તરફથી કરવામાં આવી છે. ચેમ્બર્સ ઓફ કોમર્સ શહેરની વિવિધ વેપાર-ઉદ્યોગની સંસ્થાઓ સાથે મીટિંગ કર્યા પછી તમામની સહમતીથી આ નિર્ણય લેવામાં આવ્યો છે
સુરતઃ ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કારણે સૌથી વધુ અસરગ્રસ્ત શહેરોમાં અમદાવાદ અને સુરત (Surat Corona Cases) મોખરે છે. સુરત શહેર-જિલ્લામાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 83,296 પર પહોંચી ગઈ છે.કુલ મોતની સંખ્યા 1404 થઈ ગઈ છે.અત્યાર સુધીમાં કુલ 71987 લોકો કોરોનાને હરાવી સાજા થઈ ચૂક્યા છે.હાલ શહેર જિલ્લામાં કુલ 9907 એક્ટિવ કેસ છે.
સુરત : કોરોનાની ચેઈન રોકવા માટે જનહિતમાં 48 કલાક સ્વૈચ્છિક રીતે એકમો બંધ રાખવાની અપીલ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ તરફથી કરવામાં આવી છે. ચેમ્બર્સ ઓફ કોમર્સ શહેરની વિવિધ વેપાર-ઉદ્યોગની સંસ્થાઓ સાથે મીટિંગ કર્યા પછી તમામની સહમતીથી આ નિર્ણય લેવામાં આવ્યો છે અને બધાને સ્વૈચ્છિક બંધમાં સહયોગ આપવા અપીલ કરી છે. આ બંધમાં વરાછામાં મીનીબજાર, માનગઢ ચોક, મહિધરપુરા હીરાબજારના તમામ દલાલ મિત્રોએ સ્વૈચ્છિક બજારમાં રજા રાખશે. આ બંધમાં સુરત હાર્ડવેર બિલ્ડીંગ મટીરીયલ મર્ચન્ટ એસો. સુરત ઇલેક્ટ્રિકલ્સ મર્ચન્ટ એસો., સાઉથ ગુજરાત મશીન ટૂલ્સ, હાર્ડવેર અને વેલ્ડીંગ મર્ચન્ટ એસો., સુરત હોલસેલ મર્ચન્ટ એસો., સુરત કરિયાણા એસો., સુરત નમકીન એસો., સહિત અનેક સંસ્થાઓએ આ અભિયાનમાં જોડાવવા સહમતી આપી છે. એટલું જ નહીં સુરતમાં કાપડ બજારની 150થી વધારે માર્કેટ શનિ રવિવારે સંપૂર્ણ બંધ પાળશે.
નવસારીઃ કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે નગરપાલિકા અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્વેચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. પાલિકા અને વિવિધ સંગઠનો ની જાહેરાત બાદ હવે શહેરમાં અને જિલ્લામાં આવેલા અન્ય એસોસિએશનનો એ પણ સ્વેચ્છિક લોકડાઉન માં જોડાવાની જાહેરાત કરી છે. નવસારી શહેરમાં આવેલા કરિયાણા એસોસિએશન દ્વારા શહેરમાં આવેલી તમામ કરિયાણાની દુકાન શનિ-રવિ સંપૂર્ણપણે બંધ રાખે અને સોમથી શુક્રવારે સવારે સાત વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી દુકાનો ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે.
ભરૂચઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ઉપરાંત કોરોના સંક્રમિત દર્દીઓનો મૃત્યુઆંક વધતા સ્મશાનોમાં પણ લાઈનો લાગી છે જેને ધ્યાનમાં રાખીને વિવિધ વેપારી એસોસિએશનની બેઠક યોજાઈ હતી. જેમાં તેઓએ કલેક્ટરની અપીલને માન આપીને શનિવાર બપોરના ૧૨થી સોમવારે સવારે ૬ વાગ્યા સુધી દુકાનો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. લોકડાઉનને વેપારીઓનું સમર્થન છે અને માત્ર ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે.