શોધખોળ કરો

અમરેલીના આ ગામમાં સુરત-અમદાવાદથી આવતાં લોકોએ 14 દિવસ થવું પડશે ક્વોરન્ટાઈન, જાણો સૌરાષ્ટ્રના કયા શહેરો-ગામડામાં છે સ્વૈચ્છિક લોકડાઉન

શહેરોમાં કોરોનાના કારણે વિકટ પરિસ્થિતિ ઉભી થઈ છે ત્યારે ઘણા લોકો વતનમાં પરત આવી રહ્યા છે.

રાજકોટઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ કૂદકેને ભૂસકે વધી રહ્યું છે. કોરોનાને ફેલાતો અટકાવવા સૌરાષ્ટ્રના કેટલાક શહેરો, ગામડાઓમાં સ્વૈચ્છિક લોકડાઉન નાંખવામાં આવ્યું છે. શહેરોમાં કોરોનાના કારણે વિકટ પરિસ્થિતિ ઉભી થઈ છે ત્યારે ઘણા લોકો વતનમાં પરત આવી રહ્યા છે.

અમરેલીઃ અમરેલી જિલ્લામાં પણ કોરોનાએ કહેર મચાવ્યો છે. રાજુલાના કોવાયા ગામમાં 14 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન છે. ગામમાં માસ્ક વગર રખડતાં લોકો પાસેથી 1000 રૂપિયાનો દંડ કરાશે.  કોવાયા ગામમાં સુરત, અમદાવાદ, રાજકોટ, મુંબઈથી આવતાં લોકોએ 14 દિવસ ફરજિયાત હોમ ક્વોરન્ટાઈન રહેવું પડશે.   જાફરાબાદ શહેરમાં શનિ-રવિનું લોકડાઉન જાહેર કરાયું છે. ખાંભા તાલુકાના ડેડાણ અને ત્રાકુડા ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે. અમરેલી વેપારી મહામંડળ દ્વારા  એક અઠવાડિયા સુધીનું સ્વૈચ્છિક લોકડાઉન કરવાની વિચારણા કરવામાં આવી રહી છે.

રાજકોટઃ શહેરમાં કોરોનાનો કહેર વધતા વધુ એક બજારમાં લોકડાઉન નાંખવામાં આવ્યું છે. રાજકોટની સોની બજારમાં વીકેન્ડ લોકડાઉન છે. જેના કારણે 500થી વધુ દુકાનો સવારથી બંધ છે.

ભાવનગરઃ ભાવનગરમાં કોરોનાના કેસ વધતાં શનિ-રવિ બે દિવસ સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. સોની બજાર સંપૂર્ણ બંધ છે.

દ્વારકાઃ ભાણવાડનું ગુંદા ગામ આજથી ત્રણ દિવસ સજ્જડ બંધ રહેશે. શનિ, રવિ, સોમ ત્રણ દિવસ આખો દિવસ બંધ બાદ મંગળવારથી ગામ દરોજ બપોરે 1 વાગ્યા બાદ બંધ પાળશે. 2200 જેટવી વસ્તી ધરાવાવતા ગામમાં બહારથી આવતા ફેરિયાઓને વેપાર કરવા ગામમાં આવવાની મનાઈ ફરમાવામાં આવી છે.

બોટાદઃ કોરોના સંક્રમણ વધતા બોટાદ જિલ્લાના આ ત્રણ શહેરો આજે સ્વયંભૂ બંધ રહેશે. બોટાદ, બરવાળા અને ગઢડા શહેરમાં આજે સ્વૈચ્છિક લોકડાઉન રહેશે. બોટાદ નગરપાલિકા સાથે વેપારી એસોસિયેશનની બેઠક મળી હતી. 

જામજોધપુરઃ વધતા કોરોના કેસને ધ્યાને રાખી જામજોધપુર સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ કરાવવામાં આવી રહ્યો છે. આજથી ચાર દિવસ સંપૂર્ણ લોકડાઉન રહેશે જેમાં મેડિકલ ઈમરજંસી સિવાય તમામ વેપાર ધંધા બંધ રહેશે. સવારથી જ શહેરની મુખ્ય બજારો અને લારી ગલ્લા સહિતના તમામ દુકાનો સજ્જડ બંધ રહી છે. 21 એપ્રિલથી સવારના આઠથી બપોરના બે વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવામાં આવશે જેનો અમલ 30મી એપ્રીલ સુધી કરવામાં આવશે.

સુરેન્દ્રનગરઃ ધ્રાંગધ્રા ત્રણ દિવસ બંધ રહેશે. ધ્રાંગધ્રામાં આવશ્યક ચીજ વસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ રહેશે. ધ્રાંગધ્રામાં બપોરના બે વાગ્યા બાદ દુકાનો બંધ રખાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા
Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો

વિડિઓઝ

Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ
Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Embed widget