મીની લોકડાઉનને પગલે ગુજરાતનું કયું જાણીતું કાપડ માર્કેટ 12 મે સુધી રહેશે બંધ?
રાજ્ય સરકારના મીની લોકડાઉનના આદેશને પગલે આગામી 12મી મે સુધી સુરતનું કાપડ માર્કેટ બંધ રહેશે. ફોસ્ટા દ્વારા બપોરે લેવામાં નિર્ણય આવ્યો છે.
![મીની લોકડાઉનને પગલે ગુજરાતનું કયું જાણીતું કાપડ માર્કેટ 12 મે સુધી રહેશે બંધ? Gujarat Mini Lockdown : Surat textile market closed for 7 days મીની લોકડાઉનને પગલે ગુજરાતનું કયું જાણીતું કાપડ માર્કેટ 12 મે સુધી રહેશે બંધ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/05/0251ab52c26685ff6c91773068a8c3a0_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સુરત : રાજ્ય સરકારના મીની લોકડાઉનના આદેશને પગલે આગામી 12મી મે સુધી સુરતનું કાપડ માર્કેટ બંધ રહેશે. ફોસ્ટા દ્વારા બપોરે લેવામાં નિર્ણય આવ્યો છે. બેંક - એકાઉન્ટ અને પાર્સલ સંદર્ભે કમિશનરને ફોસ્ટાના પ્રતિનિધિઓ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. પોલીસ કમિશનર દ્વારા પરમીશન મળ્યા બાદ વેપારીઓને જાણ કરવામાં આવશે.
રાજ્યમાં આવતીકાલ એટલે કે છ મેથી 12 મે સુધી વધુ સાત શહેરો સાથે કુલ 36 શહેરોમાં રાતના આઠથી સવારના છ વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ દાલવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે કોરોના સંક્રમણને રોકવા માટે નાઈટ કર્ફ્યુ ધરાવતા શહેરોમાં વધુ સાત શહેરોનો ઉમેરો કરાયો. જેમાં ડિસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર, કડી અને વિસનગરમાં રાતના આઠ વાગ્યથી સવારના છ વાગ્યા સુધી નાઈટ કર્ફુય લાદવામાં આવ્યુ છે.
અગાઉ આઠ મહાનગરો સહિત 29 શહેરોમાં નાઈટ કર્ફ્યુ લાદવામાં આવ્યું હતુ. ત્યારે નિયંત્રણો દરમિયાન આવશ્યક સેવાઓ જેવી કે અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદી, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર,બેકરી અને ખાદ્ય પદાર્થની દુકાનો ચાલુ રહેશે. એટલુ જ નહી 36 શહેરોમાં ઔદ્યોગિક એકમો, કારખાના અને બાંધકામ પ્રવૃતિ ચાલુ રહેશે. ખાનગી ઓફિસો 50 ટકા સ્ટાફની હાજરી સાથે ચાલુ રહેશે. માસ્ક અને સોશલ ડિસ્ટસિંગનું પાલન કરવુ પડશે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભારત સરકારના ગૃહ મંત્રાલયની તા 26 એપ્રિલની માર્ગદર્શિકા સંદર્ભે વધારાના નિયંત્રણો મૂકવાના મહત્વના નિર્ણયો કર્યા છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી આ કોર કમિટીમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકિમ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર તેમજ અધિક મુખ્ય સચિવો ડૉ. રાજીવકુમાર ગુપ્તા, મનોજકુમાર દાસ, પોલિસ મહાનિર્દેશક આશિષ ભાટિયા અને વરિષ્ઠ સચિવો જોડાયા હતા.
કોર કમિટીની આ બેઠકમાં ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે અન્ય જે નિર્ણયો લેવામાં આવ્યા છે તે મુજબ આ 36 શહેરોમાં તારીખ 6મે- 2021થી 12મે 2021 સુધીના સમયગાળા દરમિયાન આવશ્યક સેવા/ પ્રવૃત્તિઓ જ ચાલુ રાખવાના રાજ્ય સરકારે આદેશો કર્યા છે.
COVID-19ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલ સેવા તેમજ આવશ્યક/ તાત્કાલિક સેવા સાથે સંકળાયેલ સેવાઓ ચાલુ રહેશે. મેડીકલ, પેરામેડીકલ તથા તેને આનુષાંગિક આરોગ્યલક્ષી સેવાઓ, ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા ચાલુ રહેશે. આ 36 શહેરોમાં સામાન્ય જનજીવનને કોઈ તકલીફ ન પડે અને રાબેતા મુજબનું જીવન જળવાઈ રહે તે હેતુથી રાજ્ય સરકારે ડેરી, દૂધ-શાકભાજી, ફળ-ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા તેની હોમ ડીલીવરી સેવાઓ ચાલુ રાખવાના આદેશો કર્યા છે. બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને તે વહેંચવા માટેની ઓનલાઇન સેવાઓ, અનાજ તથા મસાલા દળવાની ઘંટી, ઘરગથ્થુ ટીફીન સર્વિસીસ અને હોટેલ / રેસ્ટોરન્ટની ટેક અવે સુવિધા આપતી સેવાઓ ચાલુ રહેશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)