શોધખોળ કરો

વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, પારડીમાં 3, વલસાડમાં 2 ઇંચ વરસાદ

આજે સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદ પડ્યો હતો. વલસાડ શહેરમાં 2 ઇંચ, જ્યારે પારડીમાં 3 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. વલસાડ જિલ્લાના ઉમેગામ ખાતે ઇસ્ટમાં રેલવે ફાટક પાસે પાણી ભરાયા હતા.  

સુરતઃ વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. આજે સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદ પડ્યો હતો. વલસાડ શહેરમાં 2 ઇંચ, જ્યારે પારડીમાં 3 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. વલસાડ જિલ્લાના ઉમેગામ ખાતે ઇસ્ટમાં રેલવે ફાટક પાસે પાણી ભરાયા હતા.  સવારથી સતત વરસાદ પડી રહ્યો છે. 

વલસાડ જિલ્લાના તમામ તાલુકા માં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વલસાડ શહેરમાં પણ વેહલી સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે. સતત વરસી રહેલા વરસાદને પગલે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વલસાડ શહેરના અનેક વિસ્તારોમાં વેહલી સવારથી વીજળી ડૂલ થઈ હતી. જેને કારણે જી. ઈ.બીના કર્મચારીઓ વહેલી સવારથી કામે લાગ્યા હતા. વલસાડના ભાગડાવડા અને કોસંબાના જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા હતા. સવારથી પડી રહેલા ધોધમાર વરસાદના કારણે મુખ્ય માર્ગ પર પાણી ભરાયા હતા.  પાણી ભરાતા વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી હતી. ઘણા વાહનો બંધ થયા હતા. 

વલસાડ જિલ્લામાં સવારના 6 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધીમાં ઉમરગામ 49 એમએમ, કપરાડા 29 એમએમ, ધરમપુર 59 એમએમ, પારડી 78 એમએમ, વલસાડ 52 એમએમ, વાપી 66 એમ એમ વરસાદ નોંધાયો હતો. આ સાથે વલસાડના મોગરાવાડી ગરનાળામાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. સવારથી પડી રહેલા મુશળધાર વરસાદના કારણે મોગરાવાડીના ગરનાળામાં પાણી ભરાયા ગચાય પાણી ભરવાના કારણે વાહનચાલકોને મુશ્કેલી  પડી રહી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. 

તાપી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદ પડી રહ્યો છે.  જિલ્લાના દરેક તાલુકામાં વરસાદ  છે.  જિલ્લા માં સવારે 6 વાગ્યા થી બોપરે 12 વાગ્યા સુધીમાં પડેલ વરસાદની વાત કરીએ તો વ્યારામાં 20 mm , સોનગઢમાં 21 mm, વાલોડમાં 16 mm, નિઝરણાં 3 mm વરસાદ વરસ્યો હતો. 

સુરતમાં પણ ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. સુરતના અઠવા, પારલે પોઈન્ટ, પાલ અડાજણ,વેસુ vip રોડ, ઉધના સહિતના વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.  કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધીમીધારે વરસાદ પડી રહ્યો છે.  નવસારી જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે.  નવસારી, જલાલપોર,ગણદેવી, વાંસદા,ખેરગામ, ચીખલી સહિત તમામ તાલુકામાં વરસાદ છે. નવસારી શહેરમાં આવેલા દુધિયા તળાવ, મનકોડિયા, સ્ટેશન, ટાવર રોડ સહિત અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ યથાવત છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક

Anant-Radhika Wedding:  અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો

Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ

Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | હવે શાળા પણ નકલીHu to Bolish | હું તો બોલીશ | કોની ચેલેન્જમાં કેટલો દમ?Rajkot Fake School | નકલી ટોલ પ્લાઝા, નકલી કચેરી બાદ હવે નકલી શાળા ઝડપાઈJunagadh Farmer | જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર, ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરાવવાની માગ કરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
Anant-Radhika Wedding:  અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Anant-Radhika Wedding: અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા
Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન

Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો

હાર્દિક પંડ્યાએ પુત્ર સાથે મનાવ્યો T20 World Cup જીતનો જશ્ન, નતાશા નજરે ન પડતાં ફેન્સે કહ્યું...

પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા

Embed widget