Gujarat Monsoon: પ્રથમ નોરતે જ રાજ્યમાં આ વિસ્તારમાં શરૂ થયો વરસાદ, ગરબા આયોજકોમાં ચિંતા
Gujarat Monsoon: સુરત જિલ્લામાં વિરામ બાદ વરસાદ શરૂ થયો છે. ઓલપાડ,કરમલા,માસમાં,સહિતનાં ગામોમાં વરસાદ પડી રહ્યો છે.
Gujarat Monsoon: આજથી નવરાત્રીની શરૂઆત થઈ છે. હવામાન વિભાગે રાજ્યના અમુક વિસ્તારોમાં નવરાત્રી દરમિયાન કરેલી આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં વરસાદ શરૂ થયો છે. વરસાદના કારણે ગરબા આયોજકો ચિંતામાં પડી ગયા છે. સુરત જિલ્લામાં વિરામ બાદ વરસાદ શરૂ થયો છે. ઓલપાડ,કરમલા,માસમાં,સહિતનાં ગામોમાં વરસાદ પડી રહ્યો છે.
બનાસકાંઠામાં આવેલા માં અંબાજીના મંદિરમાં આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આસો નવરાત્રીને લઈ અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કર્યો છે. તમને જણાવી દઈએ કે નવરાત્રીના દિવસો દરમિયાન માં અંબાના ધામમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો આવતા હોય છે. તેથી માઈ ભક્તોની સગવડાતાને ધ્યાનમાં રાખીને મંદિર તંત્રએ મોટો નિર્ણય લીધો છે.
આસો સુદ એકમથી સવારે 30 થી 8 અને સાંજે 6.30 થી 7 વાગ્યે થશે આરતી
સવારે 8 થી 30 બપોરે 12.30 થી 4.15 સાંજે 7 થી 9 વાગ્યા સુધી થશે દર્શન
માતાજીને બપોરે 12 વાગ્યે રાજભોગ ધરાવાશે
આસો સુદ એકમને સવારે 9 થી 30 સુધી ઘટ સ્થાપન વિધિ થશે
આસો સુદ આઠમને સવારે 6 વાગ્યે આરતી થશે
આસો સુદ આઠમને સવારે 46 વાગ્યે ઉત્થાપન વિધિ થશે
આસો સુદ દશમ ને સાંજે 5 વાગ્યે વિજયા દશમી પૂજન થશે
આસો સુદ પૂનમ ને સવારે 6 વાગ્યે થશે આરતી
શારદીય નવરાત્રી શા માટે ઉજવવામાં આવે છે?
હિંદુ ધાર્મિક ગ્રંથોમાં વર્ણવેલ કથાઓ અનુસાર, શક્તિના પ્રમુખ દેવતા દેવી દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો અને આસુરી શક્તિઓનો નાશ કર્યો. જ્યારે દેવી દુર્ગાએ મહિષાસુર પર આક્રમણ કર્યું ત્યારે તેની સાથે નવ દિવસ સુધી યુદ્ધ કર્યું અને દસમા દિવસે તેને મારી નાખ્યો. તે સમય આસો માસનો હતો. તેથી, આસો મહિનાના આ નવ દિવસો શક્તિની ઉપાસના માટે સમર્પિત હતા. પંચાંગ અનુસાર, શરદ ઋતુ પણ આસો મહિનામાં શરૂ થાય છે, તેથી તેને શારદીય નવરાત્રી કહેવામાં આવે છે. શારદીય નવરાત્રીનો 10મો દિવસ વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે છે.
આ પણ વાંચોઃ
UCO Bank recruitment 2022: આ બેંકમાં નીકળી ભરતી, જાણો અરજી કરવાની અંતિમ તારીખ સહિતની તમામ વિગત