શોધખોળ કરો

Surat : આમ આદમી પાર્ટીનો સુરતમાં ડંકોઃ 6 વોર્ડમાં ભાજપને પછાડી કબ્જે આખી પેનલો કબ્જે કરી, બે વોર્ડમાં તોડી ભાજપની પેનલ

આમ આદમી પાર્ટીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 6 વોર્ડની ચાર-ચાર મળીને 24 બેઠકો પર જીત મેળવી છે જ્યારે બે વોર્ડમાં ભાજપની પેનલ તોડીને જીત મેળવતાં સુરતમાં આમ આદમી પાર્ટીના 27 ઉમેદવારો જીત્યા છે.

સુરતઃ ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીએ સુરતમાં શાનદાર દેખાવ કરીને સોપો પાડી દીધો છે. આમ આદમી પાર્ટીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 6 વોર્ડની ચાર-ચાર મળીને 24 બેઠકો પર જીત મેળવી છે જ્યારે બે વોર્ડમાં ભાજપની પેનલ તોડીને જીત મેળવતાં સુરતમાં આમ આદમી પાર્ટીના 27 ઉમેદવારો જીત્યા છે. સુરતમાં વોર્ડ નંબર 5(ફુલપાડા-અશ્વની કુમારમાં આપની પેનલની જીત થઈ છે. તેમજ વોર્ડ નંબર 17 (પુણા પૂર્વ)માં આપની પેનલની જીત થઈ છે. આ સિવાય વોર્ડ નંબર-2માં આમ આદમી પાર્ટીની આખી પેનલનો વિજય થયો છે. આ પહેલા વોર્ડ નંબર 16માં જીત મેળવીને આમ આદમી પાર્ટીએ પોતાની પહેલી જીત મેળવી હતી. એ પછી આમ આદમી પાર્ટીએ વોર્ડ નંબર 4માં પણ જીત મેળવીને પોતાના કોર્પોરેટરની સંખ્યા વધારીને 8 કરી હતી. એ પછી વોર્ડ નંબર 8 માં ભાજપની પેનલ તોડીને સોપો પાડી દીધો છે. વોર્ડ નંબર 8માં ભાજપના 3 ઉમેદવારો અને આણ આદમી પાર્ટીના 1 ઉમેદવારની જીત થઈ છે. આ ઉપરાંત વોર્ડ નંબર 7માં ભાજપની પેનલ તોડીને બે આપના ઉમેદવારોએ વિજય મેળવ્યો છે. આમ આદમી પાર્ટીએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલના હોમ ટાઉન સુરતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ નંબર 16 અને વોર્ડ નંબર 4 એમ બે વોર્ડમાં શાનદાર જીત અને વોર્ડ નંબર 8માં ભાજપની પેનલ તોડીને એક બેઠક મેળવીને ભાજપને આંચકો આપ્યો છે. વોર્ડ નંબર 16 અને વોર્ડ નંબર 4ની ચાર-ચાર બેઠકો પર ભવ્ય જીત મેળવીને આમ આદમી પાર્ટીએ શાનદાર દેખાવ કર્યો છે. સુરત મનપા ચૂંટણીના અત્યાર સુધીના પરિણામ જોઇએ તો ભાજપની 93 બેઠક પર જીત થઈ છે. જ્યારે આપની 27 બેઠક પર જીત થઈ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget