શોધખોળ કરો

દક્ષિણ ગુજરાતના વધુ એક શહેરમાં દુકાનો બપોરે 2 વાગ્યા સુધી જ રહેશે ખુલ્લી, જાણો વિગત

હવે સોનગઢના વેપારીઓએ પણ સ્વૈચ્છિક નિર્ણય લીધો છે. તારીખ 6 એપ્રિલથી 15 એપ્રિલ સુધી નગરની દુકાનો 2 વાગ્યા સુધી ખુલ્લી રાખવા અપીલ કરવામાં આવી છે. જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણને લઈ નિર્ણય લેવાયો છે. સોનગઢમાં આવતીકાલથી બપોર બાદ બંધ રાખવા વેપારીઓનો નિર્ણય છે. 

તાપીઃ સમગ્ર ગુજરાતમાં કોરોના (Gujarat Corona)ના રેકોર્ડ કેસ આવી રહ્યા છે ત્યારે હવે શહેર ઉપરાંત ગામડાઓમાં પણ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. જેના કારણે એનેક ગામોમાં કોરનાના કેસ વધવાને કારણે સ્વૈચ્છિક બંધ (Self lockdown) અથવા લોકડાઉનના નિર્ણય લેવામાં આવી રહ્યા છે. ત્યારે તાપીના વ્યારા નગર (Vyara)ના વેપારીઓએ સ્વૈચ્છિક દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ પછી હવે સોનગઢ (Songadh)ના વેપારીઓએ પણ સ્વૈચ્છિક નિર્ણય લીધો છે. 

તારીખ 6 એપ્રિલથી 15 એપ્રિલ સુધી નગરની દુકાનો 2 વાગ્યા સુધી ખુલ્લી રાખવા અપીલ કરવામાં આવી છે. જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણને લઈ નિર્ણય લેવાયો છે. સોનગઢમાં આવતીકાલથી બપોર બાદ બંધ રાખવા વેપારીઓનો નિર્ણય છે. 

વેપારીઓએ નક્કી કર્યા મુજબ આજથી 15 એપ્રિલ સુધી વ્યારા નગરની દુકાનો સવારે 9 વાગ્યાથી 2 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. નગરના વેપારી ઓએ સોશિયલ મીડિયા થકી અન્ય વેપારી ઓને સહયોગ આપવા અપીલ કરી છે. ગામમાં આજથી 2 વાગ્યા બાદ નગરમાં સ્વૈચ્છિક બંધનો નિર્ણય લેવામાં આવ્યો છે. વધતા જતા કોરોનાના સંક્રમણને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ વ્યારા નગરના બજારો રાબેતા મુજબ ચાલુ છે.

ગુજરાત(Gujarat)માં ફરી કોરોનાએ ઉથલો માર્યો છે. દૈનિક કેસો 3 હજાર નજીક પહોંચી ગયા છે, ત્યારે હવે ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. મધ્ય ગુજરાતમાં એક પછી એક ગામોમાં સ્વયંભૂ લોકડાઉન (Self Lockdown) લગાવવામાં આવી રહ્યું છે. દાહોદ જિલ્લા (Dahod District)મા કોરોના  સંક્રમણને લઇ લોકોમાં ભયનો માહોલ છે. વધતા કેસના પગલે ગામડાઓમાં લોકડાઉન (Village lockdown) લગાવાયું છે. વધુ 3 ગામમાં લોકડાઉન થયું છે. 

ફતેપુરા, ફતેપુરા તાલુકાના કાળીયા વલુન્ડા, કરોડીયા પૂર્વ ગ્રામપંચાયતે લોકડાઉનનો નિર્ણય લીધો છે. 10 દિવસનુ લોકડાઉન અપાયું છે. આવતી કાલથી 10 દિવસ સુધી સવારે 7 વાગ્યા થી બપોરે 1 વાગ્યા સુધી જ વેપાર કરી શકાશે. 1 વાગ્યા પછી સંપુર્ણ લોકડાઉન કરવાનો ગ્રામપંચાયતના સરપંચનો આદેશ છે. 

અગાઉ ફતેપુરા (Fatehpura)ના બલૈયા (Balaiya)માં કોરોના સંક્રમણને નાથવા સ્વેચ્છિક લોકડાઉન (Self lockdown) લગાવી દેવામાં આવ્યું છે. આજથી 8 એપ્રિલ સુધી ગ્રામ પંચાયત (Gram Panchayat) દ્વારા લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. છ દિવસ માટે સવારના ૭થી ૧૦ વાગ્યા સુધી જ ધંધા-રોજગાર ચાલુ રાખી શકાશે. નિયમનો અનાદર કરનાર વેપારીને ૧૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવાનો નિર્ણય લેવાયો છે. 
 
દાહોદ જિલ્લામાં કોરોનાનો કહેર દિવસે દિવસે  વધી રહ્યો છે. શહેર સહીત હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાનો પગ પેસારો જોવાયો જેથી  ફતેપુરા તાલુકામાં દિન-પ્રતિદિન કોરોના સંક્રમણના કેસોમાં વધારો થતા બલૈયા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોના સહયોગથી કોરોના સંક્રમણને નાથવા પહેલ કરી સ્વૈચ્છિક લોકડાઉન કરી છ દિવસ માટે સવારના 7 થી 10 વાગ્યા સુધી જ ધંધા રોજગાર ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો.

દાહોદ જિલ્લામાં કોરોનાના કેસની વાત કરીયે તો 3198 પોઝેટીવ કેસ નોંધાયા છે અને હાલ 174 કેસ એક્ટિવ છે ત્યારે  બલૈયા ની વાત કરીયે તો 1600થી 1800 લોકોની વસ્તી ધરાવતા  ગામ માં  18 કેસો એક્ટિવ છે, ત્યારે એકનું અવસાન થયું છે. જેને કારણે ગામમાં ભય જોવા મળ્યો હતો. 

ગ્રામ પંચાયત એક્સનમાં આવી અને બલૈયા ખાતે સરપંચની અધ્યક્ષતામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ૩ એપ્રિલથી ૮ એપ્રિલ-૨૦૨૧ સુધી સ્વૈચ્છીક પણે પોતાના ધંધા-રોજગાર સવારના ૭ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધી ચાલુ રાખવા ગ્રામ પંચાયત દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું. જેને ગ્રામજનોએ પણ આવકાર આપ્યો હતો. આજ રોજ સવારે 10 વાગે તમામ દુકાન બજારો વેપારીઓએ બંધ રાખ્યા હતા.

 જોકે ગ્રામ પંચાયત દ્વારા ઠરાવવામાં આવેલ નિયમ મુજબ જો કોઈ વેપારી જણાવેલ સમય પછી પોતાનો ધંધો રોજગાર ચાલુ રાખશે તો તેના પાસેથી ૧૦૦૦ રૂપિયા દંડ વસૂલ કરવામાં આવશે.  બલૈયા ગામમાં કેટલાક લોકો કોરોનાગ્રસ્ત હોવાનું જાણવા મળે છે. ત્યારે રોગચાળો વધુ વકરે નહીં તે હેતુથી બલૈયા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોના સહયોગથી સ્વેચ્છિક પણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેનું તમામ ગ્રામજનોએ પાલન કરી રોગચાળાને નાથવા સહયોગ આપવા નજરે પડ્યો હતો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના લોકો તૈયાર રહેજો: આ 5 દિવસ વરસાદ ત્રાટકશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના લોકો તૈયાર રહેજો: આ 5 દિવસ વરસાદ ત્રાટકશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
ડોનાલ્ડ ટ્રમ્પના 50% ટેરિફ પર મોદી સરકારની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું?
ડોનાલ્ડ ટ્રમ્પના 50% ટેરિફ પર મોદી સરકારની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું?
ગુજરાત લોકરક્ષક ભરતીનું મેરિટ લિસ્ટ જાહેર: 120.50 માર્ક્સે અટક્યું જનરલ પુરુષોનું કટ-ઓફ
ગુજરાત લોકરક્ષક ભરતીનું મેરિટ લિસ્ટ જાહેર: 120.50 માર્ક્સે અટક્યું જનરલ પુરુષોનું કટ-ઓફ
તહેવાર ટાણે જ મોદી સરકારે ફેરિયાઓ, લારીવાળા અને નાના દુકાનદારોને આપી મોટી ભેટ, જાણો શું કરી મોટી જાહેરાત
તહેવાર ટાણે જ મોદી સરકારે ફેરિયાઓ, લારીવાળા અને નાના દુકાનદારોને આપી મોટી ભેટ, જાણો શું કરી મોટી જાહેરાત
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોમનવેલ્થ ગેમ આપણા આંગણે
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપમાં ભારે કોણ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલું ટકશે ટ્રમ્પનું તિકડમ?
Bhupendrasinh Zala:  મહાકૌભાંડના આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ જેલમાંથી છૂટ્યા બાદ સમર્થકો સાથે કરી બેઠક
Sardar Sarovar Dam : ઉપરવાસમાં સારા વરસાદને પગલે સરદાર સરોવર ડેમ 90 ટકા ભરાયો, ડેમ હાઈ એલર્ટ પર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના લોકો તૈયાર રહેજો: આ 5 દિવસ વરસાદ ત્રાટકશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના લોકો તૈયાર રહેજો: આ 5 દિવસ વરસાદ ત્રાટકશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
ડોનાલ્ડ ટ્રમ્પના 50% ટેરિફ પર મોદી સરકારની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું?
ડોનાલ્ડ ટ્રમ્પના 50% ટેરિફ પર મોદી સરકારની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું?
ગુજરાત લોકરક્ષક ભરતીનું મેરિટ લિસ્ટ જાહેર: 120.50 માર્ક્સે અટક્યું જનરલ પુરુષોનું કટ-ઓફ
ગુજરાત લોકરક્ષક ભરતીનું મેરિટ લિસ્ટ જાહેર: 120.50 માર્ક્સે અટક્યું જનરલ પુરુષોનું કટ-ઓફ
તહેવાર ટાણે જ મોદી સરકારે ફેરિયાઓ, લારીવાળા અને નાના દુકાનદારોને આપી મોટી ભેટ, જાણો શું કરી મોટી જાહેરાત
તહેવાર ટાણે જ મોદી સરકારે ફેરિયાઓ, લારીવાળા અને નાના દુકાનદારોને આપી મોટી ભેટ, જાણો શું કરી મોટી જાહેરાત
મંત્રીમંડળે કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ભારતની દાવેદારીને આપી મંજૂરી, યજમાન શહેર બનશે અમદાવાદ
મંત્રીમંડળે કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ભારતની દાવેદારીને આપી મંજૂરી, યજમાન શહેર બનશે અમદાવાદ
'બિઝનેસ ચાલુ રહેશે, પણ...', ટ્રમ્પના ટેરિફ પર RSS પ્રમુખ મોહન ભાગવતે આપી પહેલી પ્રતિક્રિયા
'બિઝનેસ ચાલુ રહેશે, પણ...', ટ્રમ્પના ટેરિફ પર RSS પ્રમુખ મોહન ભાગવતે આપી પહેલી પ્રતિક્રિયા
Gujarat Rain: મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
શું તમે નોકરી બદલતાની સાથે જ PF ના પૈસા ઉપાડી લો છો, જાણો તેનાથી કેટલું થાય છે નુકસાન?
શું તમે નોકરી બદલતાની સાથે જ PF ના પૈસા ઉપાડી લો છો, જાણો તેનાથી કેટલું થાય છે નુકસાન?
Embed widget