શોધખોળ કરો
Advertisement
સુરતઃ 34 વર્ષીય જિમ ટ્રેનરની કારમાંથી મળી આવી લાશ, કારમાંથી તપાસ દરમિયાન શું મળી આવ્યું?
મેઝલે કારમાં આપઘાત કરી લીધો હોવાની આશંકા છે મોડીરાત્રે કારમાંથી લાશ મળતા અડાજણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. શંકાસ્પદ મોત અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
સુરતઃ ઉધનાના જીમ ટ્રેનર યુવકની કારમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. પોલીસને કારમાંથી ઇન્જેક્શન અને સ્ટીરોઇડની દવાની બોટલ મળી આવી છે. જેને કારણે સ્ટીરોઇડનો ઓવરડોઝ લીધાની આશંકા છે. મૃતકનું નામ મેજલ કૃષ્ણકાંત કેરીવાળા(ઉ.વ.34) છે અને પાલનપુર જકાતનાકાની કૃષ્ણ કુંજ સોસાયટીમાં રહેતો હતો.
મેઝલે કારમાં આપઘાત કરી લીધો હોવાની આશંકા છે મોડીરાત્રે કારમાંથી લાશ મળતા અડાજણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. શંકાસ્પદ મોત અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. મેઝલ સ્ટેટ લેવલે બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં વિજેતા બનેલો છે.
મોડી રાતે અડાજણ આનંદ મહલરોડ પર સ્નેહ સંકુલવાડી પાસેથી પોતાની કારમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. મેજલે ઉધના ત્રણ રસ્તા ખાતે ઓક્ટોબર 2018માં બોડી બેલેન્સ જિમ ચાલુ કર્યું હતું. ડિસેમ્બર 2008માં લગ્ન થયા બાદ બે સંતાનનો પિતા હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement