(Source: ECI/ABP News/ABP Majha)
સુરતની પી.પી.સવાણી સ્કૂલમાં કેટલીક વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરીને આવતા વિવાદ
વિદ્યાર્થિનીઓ (students) હિજાબ પહેરીને આવતા વિવાદ થયો હતો. હિંદુ વિસ્તારની શાળામાં હિજાબ પહેરીને વિદ્યાર્થિનીઓ આવતા સ્થાનિક રહેવાસી અને હિંદુ સંગઠનોમાં રોષ ફેલાયો હતો.
સુરત: કર્ણાટકનો હિજાબ (hijab) વિવાદ હવે ગુજરાત(Gujarat)માં પહોંચ્યો છે. સુરત (Surat)માં હીરાબાગ વિસ્તારમાં આવેલી પી.પી.સવાણી સ્કૂલ (School) માં આજે પ્રખરતા શોધ કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રખરતા શોધ કસોટી દરમિયાન શાળામાં કેટલીક વિદ્યાર્થિનીઓ (students) હિજાબ પહેરીને આવતા વિવાદ થયો હતો. હિંદુ વિસ્તારની શાળામાં હિજાબ પહેરીને વિદ્યાર્થિનીઓ આવતા સ્થાનિક રહેવાસી અને હિંદુ સંગઠનોમાં રોષ ફેલાયો હતો. શાળા(School) બહાર હિન્દુ સંગઠનના આગેવાનો એકઠા થયા હતા. હિન્દૂ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવતા પોલીસે આગેવાનોની અટકાયત કરી હતી.
પી.પી.સવાણી સ્કૂલમાં પ્રખરતા શોધ કસોટી દરમિયાન મુસ્લિમ વિદ્યાર્થિનીઓ હિસાબ પહેરીને શાળાએ પહોંચતાં જ તેમનો વિરોધ કરવામા આવ્યો હતો. હિજાબ પહેરીને શાળામાં ન આવી શકે એ પ્રકારના ઉગ્ર સૂત્રોચ્ચાર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવ્યા હતા.
હિંદુ વિસ્તારની શાળામાં હિજાબ પહેરીને વિદ્યાર્થિનીઓ આવતા સ્થાનિક રહેવાસી અને હિંદુ સંગઠનોમાં રોષ ફેલાયો હતો, શાળા બહાર હિન્દુ સંગઠનના આગેવાનો એકઠા થયા હતા.
હિન્દુ સંગઠનોનું કહેવું છે કે ગુજરાતને પણ શાહીન બાગ બનાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. એના ભાગરૂપે આ પ્રકારે ધાર્મિક લાગણી દુભાય એ પ્રકારનું કૃત્ય ચલાવવામાં આવી રહ્યું છે. શાળામાં ભણવા માટે આવતા વિદ્યાર્થીઓ પોતાના ધાર્મિક પહેરવેશ પહેરીને કેવી રીતે આવી શકે. એ એક મોટો પ્રશ્ન છે. જેને ચાલાવી લેવાય નહી. સમગ્ર ગુજરાતભરની અંદર તેનો વિરોધ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ
Patanjali Ayurved Recruitment 2022: આ જાણીતી આયુર્વેદ કંપનીમાં નીકળી ભરતી, આજે જ કરો અરજી
માત્ર 30 જ દિવસમાં બે લાખથી વધુ લોકોએ ખરીદી આ બાઈક, જાણો શું છે ખાસિયત
Watermelon Farming: આ રીતે કરો તરબૂચની ખેતી, ઓછા સમયમાં મળશે લાખોનો નફો!