શોધખોળ કરો

Surat: 13 વર્ષથી રહેતા સુરતના આ માલિકોને સોસાયટીની હરાજીની નોટિસ મળતા પગ નીચેથી જમીન સરકી ગઈ

સુરત: શેખપુર ખાતે આવેલ હરિદર્શન સોસાયટીમાં મકાન માલિકોને 13 વર્ષ બાદ અચાનક સોસાયટીની હરાજીની નોટિસ આવતા સ્થાનિકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. સોસાયટીના મકાન માલિકોએ આ મામલે બિલ્ડરની ઓફિસનો ઘેરાવ કર્યો હતો.

સુરતમાં અવારનવાર છેતરપીંડીની ઘટના સામે આવતી રહે છે. મકાન લીધા બાદ બેન્કકર્મીઓ અને બિલ્ડરની મિલિભગત થકી અનેક એવી ઘટનાઓ બને છે કે જેમાં બિલ્ડર દ્વારા પ્રોજેકટ લોન લીધી હોય છે. ત્યાર બાદ તેમાં મકાન બનાવી વહેંચી દેવામાં આવે છે. જોકે બેન્ક દ્વારા પણ માહિતી મેળવ્યા વગર મકાન પર પણ લોન આપી દેવામાં આવે છે. તેવી જ એક ઘટના સુરતના શેખપુર ખાતે આવેલી હરિદર્શન સોસાયટીમાં બની છે. 2009 માં આ સોસાયટી બની હતી. ત્યાર બાદ સોસાયટીમાં 1450 જેટલા રો હાઉસ બન્યા હતા.

આ રો હાઉસ બન્યા બાદ તમામ રો હાઉસ વહેંચી દેવાયા હતા. સોસાયટી બન્યાને 13 વર્ષ થયાં છે. જોકે 13 વર્ષ બાદ સોસાયટીને અચાનક જ મકાન ખાલી કરવાની નોટિસ મળે છે. તપાસ કરાતા 52 કરોડ 26 લાખ 30 હજારની આ જગ્યા પરની પ્રોજેકટ લોન લેવામાં આવી હતી. આ વાતની જાણ થતા જ સોસાયટીના લોકોએ સોસાયટી બાંધનાર આર સી એન્ડ કંપનીના બિલ્ડરને સોસાયટીમાં બોલાવ્યા હતા અને NOC ની માંગ કરી હતી. જોકે બે દિવસ પહેલા અખબાર પત્ર મારફતે સ્થાનિકોને માલુમ પડે છે કે તે જે સોસાયટીમાં રહે છે તે હરિ દર્શન સોસાયટીની આગામી 4 તારીખે હરાજી કરવામાં આવશે. આ વાત સાંભળતા જ તમામ લોકો સુરતના સરથાણા ખાતે આવેલી આર સી એન્ડ કંપનીની ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને ન્યાય આપવાની માંગ સાથે બિલ્ડરની ઓફિસનો ઘેરાવો કર્યો હતો.

મહત્વનું છે કે સોસાયટી બન્યાને 13 વર્ષ બાદ સ્થાનિકોને માલુમ પડે છે કે તે જે સોસાયટીમાં રહે છે તે સોસાયટીની હરાજી થનાર છે. આ વાત સાંભળીને સ્થાનિક રહિશોની ઊંઘ હરામ થઈ ગઈ હતી. સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા કે જે તે સમયે બિલ્ડરને બોલાવ્યા તે સમયે તેમને 45 દિવસનો સમય માંગ્યો હતો. જોકે આજ દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. જોકે 4 તારીખે સોસાયટીની હરાજી થશે. ત્યારબાદ રહીશોનું શુ થશે તે જવાબ પણ બિલ્ડર પાસે માંગી રહ્યા છે .બિલ્ડર દ્વારા પણ 45 દિવસનો હજુ સમય આપવાનું જણાવ્યું છે. જોકે આગામી 4 તારીખના રોજ હરાજી થઈ જશે ત્યારબાદ સ્થાનિક રહીશો જાયે તો કહા જાયે જેવો ઘાટ સર્જાયો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS: સિડની ટેસ્ટ નહીં રમે રોહિત શર્મા,આ ખેલાડીને લાગી લોટરી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ

પીવાના પાણીની સમસ્યા હોય તો આ ટોલ ફ્રી નંબર પર કરો કોલ, સરકાર તમારી ફરિયાદનું કરશે સમાધાન

નીતિશ કુમાર ફરી પલટી મારશે? લાલુ યાદવે ઓફર કરી તો નીતિશ કુમાર હસ્યા અને હાથ જોડીને....

Ahmedabad: જાહેર રસ્તાં પર તલવારો વીંઝતા ગુંડાતત્વોના ઘર પર બૂલડૉઝર એક્શન, ડિમૉલિશનની કામગીરી શરૂ

ABP Premium

વિડિઓઝ

Surat News: સુરતના સચિનમાં ધો. 7ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મના ઈરાદે છેડતીSurat News: પાટણ બાદ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં દારૂ પાર્ટી.Vadodara News: વડોદરાના સાયબર ફ્રોડનો ભોગ બની આંગણવાડી લાભાર્થી સગર્ભાSurat Police: સુરતમાં યુવક પર હુમલો કરનાર આરોપીને પોલીસે ભણાવ્યો કાયદાનો પાઠ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS: સિડની ટેસ્ટ નહીં રમે રોહિત શર્મા,આ ખેલાડીને લાગી લોટરી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ
IND vs AUS: સિડની ટેસ્ટ નહીં રમે રોહિત શર્મા,આ ખેલાડીને લાગી લોટરી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ
પીવાના પાણીની સમસ્યા હોય તો આ ટોલ ફ્રી નંબર પર કરો કોલ, સરકાર તમારી ફરિયાદનું કરશે સમાધાન
પીવાના પાણીની સમસ્યા હોય તો આ ટોલ ફ્રી નંબર પર કરો કોલ, સરકાર તમારી ફરિયાદનું કરશે સમાધાન
નીતિશ કુમાર ફરી પલટી મારશે? લાલુ યાદવે ઓફર કરી તો નીતિશ કુમાર હસ્યા અને હાથ જોડીને....
નીતિશ કુમાર ફરી પલટી મારશે? લાલુ યાદવે ઓફર કરી તો નીતિશ કુમાર હસ્યા અને હાથ જોડીને....
Ahmedabad: જાહેર રસ્તાં પર તલવારો વીંઝતા ગુંડાતત્વોના ઘર પર બૂલડૉઝર એક્શન, ડિમૉલિશનની કામગીરી શરૂ
Ahmedabad: જાહેર રસ્તાં પર તલવારો વીંઝતા ગુંડાતત્વોના ઘર પર બૂલડૉઝર એક્શન, ડિમૉલિશનની કામગીરી શરૂ
Gandhinagar: મુખ્યમંત્રીને મળતી ભેટનું કરવામાં આવ્યું ઇ-એક્શન, જાણો કેટલી રકમ થઈ જમા

Khel Ratna Award: મનુ ભાકર અને ડી ગુકેશને ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ, રાષ્ટ્રીય ખેલ પુરસ્કારોનું થયું એલાન

Tech News: તમારા આધાર કાર્ડ પર કેટલા સિમ છે એક્ટિવ, આ રીતે મિનિટો જાણી લો

IND vs AUS: રોહિત-પંત થશે બહાર? આ યુવા બોલર લેશે આકાશદીપનું સ્થાન; પાંચમી ટેસ્ટમાં બદલાઈ જશે ટીમ ઈન્ડિયા

Embed widget