શોધખોળ કરો
સુરતમાં સ્પાની આડમાં ચાલતા ઈન્ટરનેશનલ સેક્સ રેકેટનો પર્દાફાશ, ત્રણની કરાઇ ધરપકડ
બાંગ્લાદેશથી યુવતીઓને સુરતમાં લાવીને સ્પાની આડમાં સેક્સ રેકેટ ચલાવવામાં આવી રહ્યુ હતુ.

સુરતઃ સુરતમાં હ્યુમન ટ્રાફિકિંગ સેલ દ્વારા ઇન્ટરનેશનલ સેક્સ રેકેટ ઝડપી પાડવામાં આવ્યું હતું. બાંગ્લાદેશથી સગીરા અને પુખ્તવયની યુવતીઓને સુરતમાં લાવીને સ્પાની આડમાં સેક્સ રેકેટ ચલાવવામાં આવી રહ્યુ હતુ. બાંગ્લાદેશ પોલીસે સુરત પોલીસને યોગ્ય ઈનપુટ આપતા મોટી કાર્યવાહી કરાઇ હતી. પોલીસે 3 આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. બાંગ્લાદેશમાં યુવતીના પિતાએ તેમની દીકરી ગુમ થયાની ફરિયાદ નોંધવામાં આવી હતી. બાદમાં બાંગ્લાદેશ પોલીસે આપેલા ઇનપુટના આધારે સુરત સ્પામાં રેડ પાડવામાં આવી હતી અને ઇન્ટરનેશનલ સેક્સ રેકેટનો પર્દાફાશ કરાયો હતો. પોલીસે સગીરા અને યુવતીને મુક્ત કરી હતી અને ત્રણેય આરોપીઓને ખટોદરા પોલીસને સોંપવામાં આવ્યા હતા.
વધુ વાંચો





















