શોધખોળ કરો
Advertisement
હવે સૌરાષ્ટ્રની જેમ સુરતમાં પણ બનશે ખોડલધામ, જાણો કોણે કરી જાહેરાત
સુરતઃ ખોડલધામ ટ્રસ્ટમના પ્રમુખ નરેશ પટેલે ગુજરતામાં બીજું ખોડલધામ જેવું મંદિર બનાવાવની યોજના હોવાની વાત કહી છે. આ પહેલા કાગડવ ખાતે લેઉવા પાટીદાર સમાજના કુળદેવી માં ખોડીયારનું મંદિર બનાવવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર, દક્ષિણ ગુજરાતમાં પણ ખોડલધામ જેવા એક મંદિરનું નિર્માણ કરવાની યોજના ચાલી રહી છે. જેના માટે પરબતભાઈ કાછડીયાના નિવાસ સ્થાને એક મીટિંગ યોજવામાં આવી હતી. આ મીટિંગમાં લેઉવા પાટીદાર સમાજના કેટલાએ અગ્રણીઓ સાથે મોટી સંખ્યામાં ઉદ્યોગકારો આવ્યા હતા.
આ મુદ્દે માહિતી આપતા નરેશ પટેલે જણાવ્યું હતું કે, સૌરાષ્ટના મધ્યસ્થમાં એક ખોડલધામ મંદિરનું નિર્માણ સફળ રીતે થયું છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ લેઉવા પાટીદાર સમાજની મોટી સંખ્યા રહે છે. તો દક્ષિણ ગુજરાતમાં પણ એક ખોડલધામ મંદિરનું નિર્માણ થાય તે માટે વિચાર થઈ રહ્યો છે.
નરેશ પટેલે કહ્યું કે, સુરતમાં જ એક નવું ખોડલધામ મંદિર બનાવવાની યોજના છે. તેના માટે જ ખાસ સુરત આવ્યો છુ. ખોડલધામ મંદિર હાલ વિશ્વમાં ડંકો વગાડી રહ્યું છે. સમાજના ઉથ્થાનના કાર્યોને લઈ સમાજની મિટીંગ હતી. પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ માટેની યોજના પણ ઘડવામાં આવશે. પાટીદાર સમાજ મજૂર, મધ્યમવર્ગ અને ઉદ્યોગકારોનો સમાજ છે. આ તફાવત આપણે દુર કરવાની જરૂર છે. જે આ રીતે માંના આશિર્વાદ સાથે જ કરી શકાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement