શોધખોળ કરો
સુરતઃ વતન જવાનો હતો તે જ દિવસે પરપ્રાંતિય યુવકનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, જાણો વિગત
પરપ્રાંતિય આજે પોતાના વતન પરત ફરવાનો હતો. જોકે, ગઈ કાલે તેની તબિયત અચાનક લથડી હતી.

સુરતઃ હાલ, સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે ગુજરાતમાં કામ-ધંધા માટે આવેલા અનેક લોકો પોતાના વતન પરત ફરી રહ્યા છે. ત્યારે સુરતમાં આવો જ એક પરપ્રાંતિય આજે પોતાના વતન પરત ફરવાનો હતો. જોકે, ગઈ કાલે તેની તબિયત અચાનક લથડતા તેનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેનો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે. મળતી વિગતો પ્રમાણે પલસાણાના વરેલીમાં સ્થાનિક પરપ્રાંતીયનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આજે તેને વતન જવાનું હતું. જોકે, એ પહેલા જ તેનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેને મહુવાના માલિબા કોવિડ 19 કેર સેન્ટર ખાતે ખસેડવાની કામગીરી શરૂ કરાઇ છે.
વધુ વાંચો





















