શોધખોળ કરો
સુરતઃ યુવકે તાપી નદીમાં કેમ લગાવી મોતની છલાંગ? કારણ જાણીને ચોંકી જશો
શહેરના વરાછા એ.કે. રોડ રાણા પંચની વાડી ખાતે રહેતો સંદિપ દિગમ્બર પાટીલ(37) હીરાના કારખાનામાં કામ કરે છે. કેટલાક સમયથી પત્ની સંતાનો સાથે અલગ રહેવા જતી રહી છે. જેને કારણે યુવક ડિપ્રેશનમાં રહેતો હતો.

તસવીરઃ ઘટનાસ્થળે હાજર સ્થાનિક રહીશોએ ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા જ યુવકને બચાવી 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ મોકલી આપ્યો હતો.
સુરતઃ શહેરના સવજી કોરાટ પુલ પરથી એક યુવકે તાપી નદીમાં મોતની છલાંગ લગાવી હતી. જોકે, ત્યાંથી પસાર થઈ રહેલા લોકોએ યુવકનો જીવ બચાવ્યો હતો. યુવકને 108 મારફત સારવાર અર્થે મોકલ્યો હતો. મોતની છલાંગ મરનાર યુવાન સારવાર હેઠળ છે. બનાવની જાણ થતા સરથાણા પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી. જોકે યુવકે ક્યાં કારણસર આપઘાતનો પ્રયાસ કર્યો તેનું ચોક્કસ કારણ જાણી શકી ન હતી. મળતી વિગતો પ્રમાણે શહેરના વરાછા એ.કે. રોડ રાણા પંચની વાડી ખાતે રહેતો સંદિપ દિગમ્બર પાટીલ(37) હીરાના કારખાનામાં કામ કરે છે. કેટલાક સમયથી પત્ની સંતાનો સાથે અલગ રહેવા જતી રહી છે. જેને કારણે યુવક ડિપ્રેશનમાં રહેતો હતો. દરમિયાન ગઈ કાલે ગુરૂવારે બપોરે તેણે સવજી કોરાટ બ્રિજ પરથી તાપીમાં કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેને બચાવી લેવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે હાજર સ્થાનિક રહીશોએ ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા જ યુવકને બચાવી 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ મોકલી આપ્યો હતો. પત્ની અલગ રહેતી હોવાથી ડિપ્રેશનમાં આવી યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
વધુ વાંચો



















