શોધખોળ કરો
Advertisement
સુરતઃ બે મિત્રે મિત્રને નગ્ન કરી ગુજાર્યો બળાત્કાર, સુષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરી કરંટ આપ્યો, બીજા ક્યા અત્યાચાર કર્યા ?
સચિન જીઆઇડીસી વિસ્તારમાં ઉછીના પૈસાની ઉઘરાણી કરતા યુવકને ગોંધી રાખી વીજ કરંટ આપ્યો હતો. એટલું જ નહીં તેનો નગ્ન કરીને વીડિયો ઉતારી સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.
સુરતઃ ઉછીના આપેલા 6 હજાર રૂપિયાની ઉઘરાણી કરતાં બે મિત્રોએ કિશોર સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરતાં ચકચાર મચી ગઈ છે. સચિન જીઆઇડીસી વિસ્તારમાં ઉછીના પૈસાની ઉઘરાણી કરતા યુવકને ગોંધી રાખી વીજ કરંટ આપ્યો હતો. એટલું જ નહીં તેનો નગ્ન કરીને વીડિયો ઉતારી સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. તેમજ ખંડણી પેટે એક લાખ રૂપિયાની માંગણી પણ કરી હતી.
મળતી વિગતો પ્રમાણે મૂળ રાજસ્થાનના 19 વર્ષીય યુવકે લોકડાઉન દરમિયાન તેના જ ગામના અને મિત્ર પાસેથી છ હજાર રૂપિયા ઉછીના લીધા હતા. આ પછી બંને મિત્રો લોકડાઉન દરમિયાન પોતાના વતન જતા રહ્યા હતા. એક મહિના પછી ઉછીના રૂપિયા આપનાર મિત્ર સુરત પરત આવી ગયો હતો જોકે, ભોગ બનનાર યુવક પરત આવ્યો નહોતો. જેથી યુવકે તેના મિત્રને પૈસા પરત આપવા માટે ફોન કર્યો હતો. જોકે, ભોગ બનનારે પૈસા પરત આપવાનો ઇનકાર કરી મિત્રને ગાળો ભાંડી હતી.
દરમિયાન પૈસા લેનાર યુવકના મિત્રએ વોટ્સએપ ગ્રૂપ બનાવ્યું હતું, જેમાં ભોગ બનનારને પણ એડ કર્યો હતો. તેમજ ગ્રૂપમાં એડ કરી ગાળો આપી હતી. ગત 24મી ઓગસ્ટે પૈસા ઉછીના લેનાર યુવક સુરત પરત આવ્યો હતો. તેમજ તેણે પોતાના મિત્રોની મદદથી ભોગ બનનાર કિશોરને માર મારી મોબાઇલ છીનવી લીધો હતો અને તેનું અપહરણ કર્યું હતું.
એક કારખાનામાં તેને ગોંધી રાખી માર મારી વીજ કરંટ આપ્યો હતો. તેમજ તેને નગ્ન કરીને માર માર્યો હતો. અને તેનો વીડિયો બનાવ્યો હતો. આ ફછી બે મિત્રોએ તેની સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. તેમજ ખંડણી પેટે એક લાખ રૂપિયાની માંગણી કરી હતી. જોકે, બીજા દિવસે કિશોર તક મળતા ત્યાંથી ભાગી ગયો હતો અને પોલીસને જાણ કરી હતી. હાલ, કિશોરનું અપહરણ કરનાર અને સૃષ્ટી વિરુદ્ધ કૃત્ય આચરનાર શખ્સ ફરાર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
શિક્ષણ
દેશ
Advertisement