Surat: સુરતમાં સસ્તા અનાજની દુકાનમાં મોટાપાયે ગેરરીતિ, 3 શખ્સો સામે પોલીસ ફરિયાદ
સુરત શહેરના અંબાનગર વિસ્તારમાં સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ મળતા સુરત મામલતદારે લાલ આંખ કરી છે.
સુરત: સુરત શહેરના અંબાનગર વિસ્તારમાં સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ મળતા સુરત મામલતદારે લાલ આંખ કરી છે. સસ્તા અનાજની દુકાનમાં ચેકિંગ કરતા અનાજમાં ગેરરીતિ સામે આવતા ત્રણ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. સરકારની નેશનલ ફૂડ સિક્યુરિટી અંતર્ગત ગરીબોને મળતું સસ્તા ભાવે અનાજ અમુક લેભાગુઓ દ્વારા પોતાના અંગત સ્વાર્થ માટે બારોબાર વેચી લેવાની ફરિયાદ ઉઠી હતી.
મજુરા મામલતદાર દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા જેમાં મોટી પ્રમાણમાં અનાજમાં ગેરરીતિ સામે આવી છે. જેના સંદર્ભમાં સુરત સાઈબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે ત્રણ શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. સસ્તા અનાજની દુકાન ચલાવનાર દુકાનદારો લોકોનું ફિંગર પ્રિન્ટ લીધા વગર અનાજ બરોબર સગેવગે કરી દેતા હતા. જેમાં ઘઉં, ચોખા, દાળ, મીઠું જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે.
આ સમગ્ર કેસની તપાસ કરતાં કુલ 28,000 થી વધુને ગેરરીતિ સામે આવી છે. સમગ્ર કેસને લઈને સાઈબર સેલના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ સાઈબર સેલ પોલીસ દ્વારા લેપટોપ ફિંગર પ્રિન્ટનું મશીન સહિતનો અન્ય મુદ્દામાલ કબજે કરી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે.
સુરતમાં અસામાજિક તત્વો બન્યા બેફામ, વગર વાંકે લોકોને છરીના ઘા ઝીંક્યા
સુરતના કતારગામમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. રિક્ષામાં આવેલા ટપોરીઓએ કેટલાક લોકોને છરી મારી હતી. આ મામલે પોલીસે 3 સામે કાર્યવાહી કરી છે. સુરતના કતારગામ વિસ્તારમાં આ ઘટના બની હતી.
વગર વાંકે લોકોને ચપ્પુના ઘા માર્યા
જાહેરમાં અસામાજિક તત્વોએ ધમાલ મચાવી હતી. આ ઘટનાને લઈ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. કતારગામમાં રિક્ષામાં આવેલા ટપોરીઓએ આતંક મચાવ્યો અને વગર વાંકે લોકોને ચપ્પુના ઘા માર્યા હતા. વિડીયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે બનાવ અંગે ગુનો નોંધી ધમાલ મચાવનાર ત્રણ ટપોરી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને લઈ સામાન્ય લોકો પણ ડરી ગયા હતા. રાત્રે બનેલી આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળે છે કે રિક્ષામાં આવેલા ટપોરીઓએ રીતસરનો આતંક મચાવ્યો હતો. આ ઘટના બાદ પોલીસ પર પણ સવાલો ઉઠી રહ્યા છે.