શોધખોળ કરો

સુરતના વધુ એક ભાજપના નેતા કોરોના પોઝિટિવ થયા, જાણો

સુરતના વધુ એક ભાજપના નેતા કોરોના પોઝિટિવ થયા છે.  ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય ઝંખનાબેન પટેલ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.

સુરત: સુરતના વધુ એક ભાજપના નેતા કોરોના પોઝિટિવ થયા છે.  ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય ઝંખનાબેન પટેલ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. ઝંખના પટેલ કોરોનાના શિકાર  બન્યા છે. ઝંખનાબેન મુખ્ય મંત્રીના કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. તેમની સાથે ડેપ્યુટી મેયર પણ સ્ટેજ પર હાજર હતા. પહેલા ડેપ્યુટી મેયર કિશોર બિન્દલ અને હવે ધારાસભ્ય ઝંખનાબેનને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. આ પહેલા ભાજપના જિલ્લા પ્રમુખ સંદીપ દેસાઈ પણ પોઝિટિવ આવ્યા હતા. આમ ભાજપના નેતાઓ એક બાદ એક કોરોનાગ્રસ્ત બની રહ્યા છે. 

ધારાસભ્ય ઝંખનાબેન પટેલે ટ્વિટ કરતા કહ્યું, કોરોનાનાં લક્ષણો જણાતા મેં કોરોનાનો RT-PCR ટેસ્ટ કરાવેલ હતો જેનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. ડૉક્ટરોની સલાહ મુજબ હું સેલ્ફ કોરંટાઈન થઇ છું, તબિયત સારી છે, મારી સૌને વિનંતી છે કે હાલમાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને પોતે સ્વસ્થ છે તેની કાળજી લેવા અને રિપોર્ટ કઢાવી લેવા વિનંતી.

ગુજરાતની સ્કૂલોમાં કોરોનાનો વિસ્ફોટઃ જાણો ક્યાં કેટલા નોંધાયા કેસ?

ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ગઈ કાલે એક જ દિવસમાં 500થી વધુ કેસ નોંધાયા હતા. ગુજરાતમાં કોરોના સંક્રમણ વચ્ચે પણ સ્કૂલો ઓફલાઇન ચાલું હોવાથી સ્કૂલોમાં પણ કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. રાજકોટમાં કોરોનાના કેસમાં સતત વધારો, અત્યાર સુધીમાં એક હજારથી વધુ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. ઓમિક્રોન અને કોરોનાની દહેશતને પગલે રાજકોટની સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. ખાનગી સ્કૂલોની અંદાજિત 20 ટકા સંખ્યા ઘટી છે. ખાસ ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓને વાલીઓ સ્કૂલે મોકલતા નથી. સ્કૂલ ખુલી તેના કરતા હાલમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં 20 થી 25 ટકા ઘટાડો થયો છે. નાના બાળકોને ફરી ઓનલાઈન શિક્ષણ તરફ વળ્યા છે. રાજકોટમાં 500 જેટલી ખાનગી શાળાઓ આવેલી છે. આજે પણ 20 થી ટકા બાળકો ઓનલાઈન શિક્ષણ તરફ વળ્યાં છે. રાજકોટ ખાનગી શાળા સંચાલક મંડળના કારોબારી સભ્ય અજય પટેલે જણાવ્યું હતું કે હાલમાં કોરોનાના કેસ વધતા જાય છે ત્યારે બાળકો ઓનલાઇન શિક્ષણ તરફ વળે તે જરૂરી છે. ખાસ કરીને નાના બાળકોના વાલીઓને કોરોનાને લઈને ખૂબ જ ચિંતિત છે. 

સુણાવની સ્કૂલમાં 4 શિક્ષિકાને કોરોના 

આણંદમાં પેટલાદના સુણાવ ગામે ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં ચાર શિક્ષિકાઓ કોરોનાની ચપેટમાં આવતાં તંત્ર દોડતું થઈ ગયું છે. સ્કૂલ 15 દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. સુણાવની AJG ઈંગ્લીશ મીડીયમ સ્કૂલને બંધ કરવામાં આવી છે. સ્કૂલમાં કેજીથી લઈ ધોરણ 10 સુધીનો અભ્યાસ ચાલે છે.  સુણાવ કેળવણી મંડળ દ્વારા સ્કૂલને 15 દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. 

મોરબીમાં 7 વિદ્યાર્થીને કોરોના

મોરબીમાં ગત 28મી ડિસેમ્બરે કોરોના પોઝીટીવ આવેલ નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીના કોન્ટેક ટ્રેસિંગ દરમિયાન શાળામાં ગઈ કાલે કુલ 186 સેમ્પલ લેવામાં આવેલ, જેમાંથી તેના સંપર્કમાં રહેલ વધુ 6 વિદ્યાર્થીઓનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવેલ છે. જે પૈકી 5 વિદ્યાર્થી મોરબી શહેર વિસ્તારમાં તેમજ 1 વિદ્યાર્થી ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારનો રહેવાસી છે. આ ઉપરાતં અન્ય 41 વર્ષ ના પુરુષના કોન્ટેકમાં આવેલ વધુ એક 31 વર્ષના અને મોરબી શહેરી વિસ્તારના રહેવાસી પુરુષનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવેલ છે. ગઈ કાલે મોરબી જીલ્લામાં કુલ 7 પોઝીટીવ કેસ નોંધાયા હતા. 

સુરતમાં 7 વિદ્યાર્થીને કોરોના

સુરત શહેરમાં વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે.  6 સ્કૂલોમાં 7 વધુ વિધાર્થી કોરોના સંક્રમિત થયા છે. SD જૈન સ્કૂલ માં 2 વિદ્યાર્થીઓ પોઝિટિવ, લુડ્સ કોન્વેન્ટ સ્કૂલ માં 1 વિદ્યાર્થી પોઝિટિવ, શ્રી શ્રી રવિશંકર સ્કૂલ માં 1 વિદ્યાર્થી પોઝિટિવ, LP સવાણી સ્કૂલ માં 1 વિદ્યાર્થી પોઝિટિવ, JH અંબાણી સ્કૂલ માં 1 વિદ્યાર્થી પોઝિટિવ, અગ્રવાલ વિદ્યા વિહારમાં 1 વિદ્યાર્થી પોઝિટિવ આવ્યો છે. આ તમામ 6 શાળાઓને 7 દિવસ માટે બંધ કરવામાં આવી છે. તમામ વિદ્યાર્થીઓને હોમ કોરોન્ટાઇન રહેવા આદેશ કરાયો છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
તલાટીઓની લાંબા સમયની માંગ આખરે સરકારે સ્વીકારી, પંચાયત- મહેસૂલ તલાટીની ફરજો કરાઈ સ્પષ્ટ
તલાટીઓની લાંબા સમયની માંગ આખરે સરકારે સ્વીકારી, પંચાયત- મહેસૂલ તલાટીની ફરજો કરાઈ સ્પષ્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
Embed widget