Navsari : અંબિકા નદીમાં પિતા-પુત્રીએ ઝંપલાવ્યું હોવાની આશંકાને પગલે પોલીસ દોડી આવી, શોધખોળ શરૂ
નવાગામ ગામના કેયુર પટેલ પોતાની દીકરી વિહાનાને લઈ નદીમાં કુદ્યા હોવાની આશંકા છે. કેયુરની બાઈક અને પિતા-પુત્રીના ચપ્પલ અંબિકા નદીના કિનારે મળ્યા છે.
નવસારીઃ નવસારી-ગણદેવી માર્ગ પર સોનવાડી નજીક પિતા-પુત્રીએ અંબિકામાં ઝંપલાવ્યું હોવાની આશંકા છે. નવાગામ ગામના કેયુર પટેલ પોતાની દીકરી વિહાનાને લઈ નદીમાં કુદ્યા હોવાની આશંકા છે. કેયુરની બાઈક અને પિતા-પુત્રીના ચપ્પલ અંબિકા નદીના કિનારે મળ્યા છે. ઘટનાની જાણ થતા ગણદેવી પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. અંબિકામાં પિતા-પુત્રીને શોધવાની તજવીજ હાથ ધરાઈ.
Surat : આમલી ડેમમાં ડૂબવાનો મામલો, આજે વધુ ત્રણ મૃતદેહ મળી આવ્યા
સુરતઃ ગત 11મી જાન્યુઆરીએ માંડવી તાલુકાના આમલી ડેમ ખાતે હોડી પલટવાની દુર્ઘટનામાં આજે વધુ ત્રણ મૃતદેહ મળી આવ્યા છે. આજે સવારે વધુ ત્રણ મૃતદેહ મળી આવ્યા. આ સાથે કુલ અત્યાર સુધી 6 મૃતદેહ મળી આવ્યા છે. હજુ 1 વ્યક્તિ લાપતા ,જેની શોધખોળ ચાલુ છે. કુલ 10 લોકો ડૂબ્યા હતા, જે પેકી ત્રણ તરીને બહાર આવી ગયા હતા. જ્યારે 7 લોકો ડૂબી ગયા હતા. 7 પેકી 2 મૃતદેહ તરત મળી ગયા હતા, જ્યારે છેલ્લા 4 દિવસથી બાકીના 5 મૃતદેહની શોધખોળ ચાલી રહી હતી. સ્થાનિક ફાયર બાદ એસડીઆરએફ અને એનડીઆરએફની મદદ લેવાઈ હતી.
ડેમમાં નાવડી પલટી જતાં 10 લોકો ડૂબ્યા હતા. નાવડીમાં બેસી ઘાસ કાપવા જઈ રહ્યા હતા. આ સમયે નાવડી પલટી ગઈ હતી. 2 મૃતદેહ મળી આવ્યા છે, તો ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. આ અંગેની વિગતો એવી છે કે, 11મીએ સવારે આમલી ડેમ ખાતે 10 લોકો હોડીમાં બેસીને ઘાસ કાપવા જઈ રહ્યા હતા. આ જ સમયે કોઈ કારણસર ડેમમાં જ હોડી પલટી મારી ગઈ હતી. જેને કારણે સાત લોકો ડૂબી ગયા હતા. આ સમાચારને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં માંડવી પોલીસ અને ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ડેમમાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
બચી ગયેલના નામ
જીતેન્દ્ર વસાવા
લલીતાબેન વસાવા
દીબુ બેન વસાવા
11મીએ ડૂબી ગયેલના નામ જેની શોધખોળ ચાલી રહી હતી
મીરાભાઈ વસાવા
રાલુ બેન વસાવા
મગનભાઈ વસાવા
રાયડુ બેન વસાવા
પુનીયાભાઈ વસાવા
મૃત્યુ પામેલા જેની બોડી મળી આવેલ છે તેના નામ
દેવનીબેન વસાવા
ગીમલીબેન વસાવા