શોધખોળ કરો

Navsari : મહિલા ઘરમાં સૂતા હતા અને મોડી રાતે મકાન થયું ધરાશાયી, ભારે વરસાદને કારણે મકાન ધરાશાયી

ચીખલી તાલુકામાં આવેલા સારવણી ગામે મોડી રાતે એક મકાન ધરાશાયી થયું હતું.  સારવણી ગામમાં આવેલ બીડ ફળિયામાં રહેતા સવિતાબેન ચંદુભાઈ પટેલનું મકાન પડી જતા ઇજાગ્રસ્ત થયા છે.

નવસારીઃ જિલ્લાના ચીખલી તાલુકામાં આવેલા સારવણી ગામે મોડી રાતે એક મકાન ધરાશાયી થયું હતું.  સારવણી ગામમાં આવેલ બીડ ફળિયામાં રહેતા સવિતાબેન ચંદુભાઈ પટેલનું મકાન પડી જતા ઇજાગ્રસ્ત થયા છે. દિવસ દરમિયાન પડેલા ભારે વરસાદને પગલે મોડી રાત્રે ઘટના બની હતી. 

હાલ ઇજાગ્રસ્તને ચીખલી રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાતમાં પાછોતરા વરસાદથી જાનમાલની નુક્શાનીના સમાચાર સામે આવી રહ્યા છે. 

Surat News : 'મારો પતિ TVનો અવાજ વધારી મોઢામાં વેલણ નાંખી ઢોરમાર મારે છે'

સુરતઃ ક્રાઈમની સિરિયલ જોઈ પતિનો પત્ની પર અત્યાચાર કરતો કિસ્સો સામે આવ્યો છે. અઠવા ઝોન ના કોર્ટ વિસ્તારની ઘટના છે. પરણીતાએ તેના પતિ સામે ગંભીર આક્ષેપ કરતી ફરિયાદ કરી છે. પત્નીએ ફરિયાદમાં જણાવ્યું હતં કે, મારો પતિ TVનો અવાજ વધારી મોઢામાં વેલણ નાંખી ઢોરમાર મારે છે.

જો કે મામલો પોલીસ મથકે પહોંચતા સજાના ડરે પતિએ આપઘાત કરી લીધો છે. પત્નીને મારી પોતે પણ મરી જશે જેવી ધમકી આપી પતિએ આપઘાત કર્યો. નયતાબેનને પિયરમાં મોકલાતા જીવ બચી ગયો. ઘરેલુ હિંસાના કેસોમાં એક અલગ પ્રકારનો કેસ આવતા પોલીસે તપાસ શરૂ કરી છે. 

CRIME NEWS: નવસારી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધોળા દિવસે ચપ્પુના ઘા મારીને યુવાનની હત્યા કરવામાં આવી છે.  ઘટનાને અંજામ આપ્યા બાદ ત્રણ જેટલા આરોપીઓ ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. જો કે પોલીસે આ તમામ આરોપીઓને દબોચી લીધા છે. નવસારી ખાતે રહેતા શાહિદઅલી સૈયદની હત્યા કરાવવામાં તેના પોતાના જ NRI મામા જાફરભાઈ દરગાહવાલાનો હાથ હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે.

આ અંગે સામે આવેલી વિગતો અનુસાર હત્યા પાછળ મિલકતનો વિવાદ છે. જોકે વિદેશથી થોડા દિવસ પહેલા જ નવસારી આવેલા મામા જાફરભાઈ દરગાહવાલાએ  સુરતના મોહમદ સાદિક ઉર્ફે ગુડડુંને પોતાના ભાણીયા શાહિદઅલીને મારવા 5 લાખની સોપારી આપી હતી. જેને લઈ સુરતના મોહમદ સાદિક ઉર્ફે ગુડડુંએ પોતાના 3 લોકોને નવસારી મોકલી શાહિદઅલી સૈયદનું તારીખ 15 સપ્ટેમ્બરના રોજ ચપ્પુના 8 થી 10 ઘા મારી મોત નિપજવ્યું, આ 3 આરોપીઓ એક્ટિવા બાઇક પર આવી ચપ્પુ વડે હુમલો કરી ત્યાંથી ફરાર થયા હતા. 

જોકે આ લુન્સીકુઈ દરગાહવાલા હોલ ખાતે જે ઘટના બની તેના ખૂની ખેલના દ્રશ્યો સામે રહેલા CCTV માં કેદ થયા હતા. સમગ્ર ઘટનાની જાણ નવસારી જિલ્લા પોલીસ વડાને થતા દક્ષિણ ગુજરાતની પોલીસને જાણ કરી સતર્ક કરાઈ હતી અને નાકાબંધી ગોઠવી દેવામાં આવી. આ સમગ્ર સૂચના અનુસાર આ મોતને અંજામ આપનાર આરોપીઓ સુરત ખાતે હાજર હોવાની બાતમી મળતા  બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચે સુરત મુગલીસરા પાણીની ટાંકી પાછળ ખતીજા મંઝિલ પાસેથી તમામ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. 

સોપારી લેનાર મોહમદ સાદિકને પૂછ પરછ કરતા જાણવા મળ્યું હતું કે નવસારી આવેલા તેના NRI મામાએ જ સોપારી આપી હતી જેથી પોતાના 3 માણસોને મોહમદે 50-50 હજાર રૂપિયા આપી નવસારી મોકલી ઘટનાને અંજામ આપવા જણાવ્યું હતું. જેને લઈ પોલીસે મૃતકના મામા સહિત અન્ય 4 આરોપીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. સાથે સોપારી લેનાર આરોપી મોહમદ સાદિકના અન્ય ગુનાઓ પણ સુરત વિસ્તારના ડિટેકટ થયા છે. સમગ્ર ઘટનાને લઈ ટેનિકલ સર્વેલન્સ અને સુરત પોલીસની સતર્કતાને પગલે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડી સુરત ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી કરી છે. વધુ કાર્યવાહી માટે આરોપીઓને નવસારી પોલીસની કસ્ટડીમાં મોકલવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે.

પકડાયેલ આરોપીઓ

1). મોહમદ સાદિક ઉર્ફે ગુડડું, ઉ.વ 31 રહે. સુરત (સોપારી લેનાર)

2). મોહમદ આલ્ફાઝ ઉર્ફે પપ્પુ, ઉ.વ 25 રહે. સુરત

3). ગુલામદસ્તગીર અલ્લાબક્ષ શેખ ઉ.વ 25 રહે. સુરત

4). અસદ ઉર્ફે અલતમ્સ ઉ.વ 20 રહે. સુરત

5). જફરશા સદરૂદીન દરગાહવાલા ઉ.વ 68 રહે. નવસારી (સોપારી આપનાર NRI મામા)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

MI vs GG WPL 2025:  મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
MI vs GG WPL 2025: મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
Most Runs in IPL History: IPL ઇતિહાસમાં સૌથી વધુ રન ફટકારનારા ટૉપ-5 બેટ્સમેન, પ્રથમ નંબર પર છે આ ખેલાડી
Most Runs in IPL History: IPL ઇતિહાસમાં સૌથી વધુ રન ફટકારનારા ટૉપ-5 બેટ્સમેન, પ્રથમ નંબર પર છે આ ખેલાડી
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ -2Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ - 1Corruption in MGNREGA: ભાજપ નેતાનો ધડાકો! અમરેલીના મનરેગા કામોમાં 8 કરોડના ભ્રષ્ટાચારનો આરોપGujarat Cabinet Reshuffle : હોળી પછી રાજ્ય મંત્રીમંડળમાં વિસ્તરણ? પૂર્વ મંત્રી રમણભાઈ વોરાએ આપ્યા સંકેત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MI vs GG WPL 2025:  મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
MI vs GG WPL 2025: મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
Most Runs in IPL History: IPL ઇતિહાસમાં સૌથી વધુ રન ફટકારનારા ટૉપ-5 બેટ્સમેન, પ્રથમ નંબર પર છે આ ખેલાડી
Most Runs in IPL History: IPL ઇતિહાસમાં સૌથી વધુ રન ફટકારનારા ટૉપ-5 બેટ્સમેન, પ્રથમ નંબર પર છે આ ખેલાડી
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
'ઉત્તર ભારતીય મહિલા કરી શકે છે 10 પુરુષો સાથે લગ્ન', સ્ટાલિનના મંત્રીનું વિવાદીત નિવેદન
'ઉત્તર ભારતીય મહિલા કરી શકે છે 10 પુરુષો સાથે લગ્ન', સ્ટાલિનના મંત્રીનું વિવાદીત નિવેદન
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
તોફાનનું એલર્ટ! 18 રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે! હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
તોફાનનું એલર્ટ! 18 રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે! હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
Embed widget