શોધખોળ કરો
Advertisement
સુરતમાં ભાજપના કયા ટોચના નેતા અને તેમની પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો? જાણો વિગત
સમગ્ર ગુજરાતમાં હાલ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે સુરતમાં કોરોનાને હાહાકાર મચાવી નાખ્યો છે. વધુ એક ભાજપ નેતા કોરોનાની ચપેટમાં આવ્યા છે.
સુરત: સમગ્ર ગુજરાતમાં હાલ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે સુરતમાં કોરોનાને હાહાકાર મચાવી નાખ્યો છે. વધુ એક ભાજપ નેતા કોરોનાની ચપેટમાં આવ્યા છે. શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત નીતિન ભજીયાવાલાના પત્નીને પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
વધુ એક ભાજપ નેતા કોરોનાની ચપેટમાં આવ્યા છે. સુરત શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાલા અને તેમના પત્ની જયશ્રીબેનનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. હાલ નીતિન ભજીયાવાલા અને તેમના પત્ની હોમ આઈસોલેશનમાં છે. નવી સિવિલ હોસ્પિટલના તબીબોની દેખરેખ સારવાર શરૂ થઈ છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના વધુ 1 હજાર 9 કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 64 હજાર 684 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં વધુ 11 સાથે કોરોનાથી કુલ મૃત્યાંક 446 પર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં સૌથી વધુ 198-ગ્રામ્યમાં 60 એમ કુલ 258 કેસ નોંધાયા હતા.
કોરોના સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. પાલિકા અને જિલ્લા તંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે વધુ 258 કેસ સાથે કોરોના પોઝિટિવની સંખ્યા 14,420 થઈ છે. જેમાં જિલ્લાના 2823 અને શહેરના 11,597 કેસ થયા છે.
રાજ્યમાં આજે કુલ 974 દર્દી સાજા થયા હતા અને 19,769 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 8,34,104ટેસ્ટ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
બોલિવૂડ
Advertisement