શોધખોળ કરો
Advertisement
સુરત ગુજરાતમાં કોરોનાનું હોટ સ્પોટ, એક્ટિવ કેસોમાં અમદાવાદને પછાડી નંબર 1, જાણો હાલમાં કેટલા છે કેસ ?
સુરત જિલ્લો હાલ, 3512 એક્ટિવ કેસો સાથે નંબર વન છે. આ પછી અમદાવાદમાં 3343 એક્ટિવ કેસો, વડોદરામાં 822 એક્ટિવ કેસો, રાજકોટમાં 747 એક્ટિવ કેસો અને મહેસાણામા 437 એક્ટિવ કેસો છે.
સુરતઃ ગુજરાતમાં સુરત કોરોનાનું એપી સેન્ટર બન્યું છે, ત્યારે છેલ્લા કેટલાય દિવસથી રાજ્યમાં સૌથી વધુ કેસ સુરતમાં આવી રહ્યા છે. એટલું જ નહીં, કોરોનાથી મોતની દૈનિક બાબતમાં પણ સુરત સૌથી આગળ છે. ત્યારે હવે એક્ટિવ કેસોની વાત કરીએ તો અત્યાર સુધી રાજ્યમાં અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસો હતા. જોકે, હવે સુરત આ બાબતમાં પણ સૌથી આગળ નીકળી ગયું છે.
સુરત જિલ્લો હાલ, 3512 એક્ટિવ કેસો સાથે નંબર વન છે. આ પછી અમદાવાદમાં 3343 એક્ટિવ કેસો, વડોદરામાં 822 એક્ટિવ કેસો, રાજકોટમાં 747 એક્ટિવ કેસો અને મહેસાણામા 437 એક્ટિવ કેસો છે. સુરતમાં 27મી જુલાઇએ 9, 26મી જુલાઇએ 12, 25મી જુલાઇએ 11, 24મી જુલાઇએ 12, 23મી જુલાઇએ 14, 22મી જુલાઇએ 19 અને 21મી જુલાઇએ 21 લોકોના કોરોનાથી મોત થયા હતા. આમ, છેલ્લા એક જ અઠવાડિયામાં સુરતમાં 98 લોકોના કોરોનાથી મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement