(Source: ECI/ABP News/ABP Majha)
Surat News: સુરતના આ મંદિરમાં માનતા પૂરી કરવા જીવતા કરચલાં ચઢાવાય છે
શિવલિંગ જોઈને રામ ઘેલા બની ગયા હતા તેના પરથી મંદિરનું નામ પડ્યુ છે. રામનાથ ઘેલા મહાદેવની લોકવાયકા રસપ્રદ છે.
Surat News: સુરતનાં ઉમરા વિસ્તારમાં તાપી નદીના તટે રામનાથ ઘેલા મહાદેવ મંદિરમાં માનતા પૂરી કરવા જીવતા કરચલાં ચઢાવવાની પ્રથા છે. દર વર્ષે પોષ મહિનાની વદ અગિયારસે માનતા પૂરી થતાં ભગવાન શિવ શંકરને જીવતા કરચલા ચડાવવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે.
આજે સુરતનાં તાપી તટે આવેલા શિવ મંદિરમાં દર વર્ષની જેમ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યાં હતાં. અને ભગવાનને જીવતા કરચલા ચડાવ્યાં હતાં. મંદિર અને તંત્ર દ્વારા જીવતા કરચલા ચડાવતી વખતે કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રોગથી પિડાતા લોકો જીવતા કરચલાની બાધા રાખે છે રામનાથ ઘેલા મહાદેવને વર્ષમાં ત્રણ વાર જીવતા કરચલા ચડાવવાની પ્રથા ચાલી આવે છે. જીવતા કરચલા ચડાવવાની ભાવિકો દ્વારા બાધા રાખવામાં આવે છે. કાનમાં રસીથી પિડાતા લોકો જીવતા કરચલાની બાધા રાખે છે અને કામ પૂર્ણ થતાં તેઓ માનતા પૂર્ણ કરે છે.
શિવલિંગ જોઈને રામ ઘેલા બની ગયા હતા તેના પરથી મંદિરનું નામ પડ્યુ છે. રામનાથ ઘેલા મહાદેવની લોકવાયકા રસપ્રદ છે. લોકવાયકા પ્રમાણે ભગવાન રામ વનવાસ મળતાં ઉમરા ખાતે પહોંચ્યા હતાં. જ્યાં તેમને દશરથના દેહાંતના સમાચાર મળ્યાં હતાં. આથી પિતાનું તર્પણ કરવાનું રામે તાપી તટે નક્કી કર્યું હતું. અને એક તીર તાપી નદી નજીક માર્યું જ્યાંથી સ્વયંભૂ શિવલિંગ નિકળ્યું હતું. બાદમાં બ્રાહ્ણ તરિકે દરિયો આવ્યો હતો. શિવલિંગ જોઈને રામ ઘેલા ઘેલા બની ગયા હતાં. જેથી વર્ષો બાદ આ શિવલિંગના સ્થળે મંદિર બન્યું અને તેનું નામ પણ રામનાથ ઘેલા રાખવામાં આવ્યું છે.
માનતા પૂરી કરવા જીવતા કરચલાઓ ચડાવે છે પોષ વદ એકાદશીના દિવસે રામે તર્પણ કર્યું હોવાથી અસંખ્ય જીવનો ઉધ્ધાર થયો હતો. તેથી જીવતા કરચલા ચડાવવાની ભાવિકો દ્વારા બાધા રાખવામાં આવે છે. અને માનતા પૂરી કરવા જીવતા કરચલાઓ ચડાવવામાં આવે છે.