શોધખોળ કરો
Advertisement
ગુજરાતનો આ જિલ્લો ફરી એકવાર બન્યો કોરોનામુક્ત, જાણો વિગત
આજે કોરોનાના બે દર્દીઓએ કોરોનાને મ્હાત આપતાં તાપી જિલ્લામાં હવે એક પણ કોરોનાનો એક્ટિવ કેસ રહ્યો નથી.
તાપીઃ કોરોનાના કહેર વચ્ચે ગુજરાત માટે આજે વધુ એક રાહતના સમાચાર સામે આવ્યા છે. ડાંગ પછી તાપી જિલ્લો પણ કોરોનામુક્ત બન્યો છે. આજે કોરોનાના બે દર્દીઓએ કોરોનાને મ્હાત આપતાં તાપી જિલ્લામાં હવે એક પણ કોરોનાનો એક્ટિવ કેસ રહ્યો નથી. ઉચ્છલ અને સોનગઢના બે દર્દીએ આદે કોરોનાને મ્હાત આપી છે.
નોંધનીય છે કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી મોટી સંખ્યામાં લોકો કોરોનામુક્ત થઈ રહ્યા છે. અત્યાર સુધી ડાંગ એક જ કોરોનામુક્ત હતો. હવે ફરીથી તાપી જિલ્લો પણ આ લિસ્ટમાં સામેલ થયો છે. આ સિવાય પણ ગુજરાતમાં અમરેલી, આણંદ, અરવલ્લી, ભરુચ, બોટાદ, દાહોદ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, મોરબી, નર્મદા, પંચમહાલ અને પોરબંદર જિલ્લા ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે. કેમકે, આ જિલ્લાઓમાં કોરોનાના એક્ટિવ કેસો 10થી ઓછા છે.
ગઈ કાલે સૌથી વધુ 861 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. એમાં પણ અમદાવાદમાં સૌથી વધુ 790 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ પછી સુરતમાં 26 અને વડોદરામાં 21 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. અમદાવાદમાં હવે એક્ટિવ કેસ માત્ર 3922 જ રહ્યા છે. જ્યારે તેની સામે કુલ 7708 લોકો સ્વસ્થ થઈને ઘરે જતા રહ્યા છે. તેમજ અમદાવાદમાં અત્યાર સુધીમાં 864 લોકોના કોરોનાથી મોત થયા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 423 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે અને વધુ 25 દર્દીઓનાં મોત થયા છે. જ્યારે 861 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની આંકડો 17217 પર પહોંચ્યો છે અને મૃત્યુઆંક 1063 થયો છે. રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 62.61 ટકા થઈ ગયો છે.
નવા નોંધાયેલ કેસ પૈકી અમદાવાદ - 314, સુરત- 39, વડોદરા- 31, ગાંધીનગર- 11, મહેસાણા-6, બનાસકાંઠા-3, રાજકોટ-3, સાબરકાંઠા-3, આણંદ-2, પોરબંદર-2, ભાવનગર, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, પાટણ, વલસાડ, સુરેન્દ્રનગરમાં 1-1 અને અન્ય રાજ્ય 2 કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 25 લોકોનાં મોત થયા છે. તેમાં અમદાવાદ 22, સુરત 2 અને અરવલ્લીમાં 1 દર્દીનું મૃત્યુ થયું છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1063 પર પહોંચ્યો છે.
જ્યારે ગઈ કાલે રાજ્યમાં સૌથી વધુ 861 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 10780 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં હાલ 5374 એક્ટિવ કેસ છે, જેમાં 65 વેલ્ટીલેટર પર છે અને 5309 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 2 લાખ 16 હજાર 258 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં કુલ 2,41, 046 વ્યક્તિઓ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી 2,33,005 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઈન તથા 8041 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion