સુરત શહેર પોલીસની કામગીરી પર ભાજપના જ વધુ એક ધારાસભ્યએ ઉઠાવ્યા સવાલ, જાણો વિગતે
સુરત પોલીસ કમિશ્નર કચેરી ખાતે મળેલી સંકલનની બેઠકમાં ધારસભ્ય અરવિંદ રાણાએ ટ્રાફિકજામ, રીક્ષા, બસ અને સ્કુલવાનમાં બાળકોને નિયત સંખ્યા કરતા વધારે લઇ જવાતા હોવાની બાબતે રજૂઆત કરી હતી
Surat News: સુરત શહેર પોલીસની કામગીરી પર વધુ એક ધારાસભ્યએ સવાલ ઉઠાવ્યા છે. અરવિંદ રાણાએ સુરત પોલીસની કામગીરી સવાલ ઉઠાવ્યા છે. જે મુજબ ચેકિંગના નામે પોલીસ વાહનચાલકોને હેરાન કરે છે, શનિ-રવિવારે ભાટિયા ચેક પોસ્ટ પર પોલીસ હેરાન કરે છે, શહેરમાં બેફામ ઓવરલોડ વાહનો દોડે છે, સ્કૂલવાનમાં પણ ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થી બેસાડાય છે તેને લઈ રજૂઆત કરી હતી.
પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરને કરી રજૂઆત
સુરત પોલીસ કમિશ્નર કચેરી ખાતે મળેલી સંકલનની બેઠકમાં ધારસભ્ય અરવિંદ રાણાએ ટ્રાફિકજામ, સચિન પોલીસ સ્ટેશન દ્વારા રોકવામાં આવતા વાહન ચાલકો ઉપરાંત રીક્ષા, બસ અને સ્કુલવાનમાં બાળકોને નિયત સંખ્યા કરતા વધારે લઇ જવાતા હોવાની બાબતે રજૂઆત કરી હતી. તેમજ શહેરમાં પ્રવેશતા ઓવરલોડ વાહનો સામે કાર્યવાહી કરવાની રજૂઆત કરવામાં આવી હતી. તેમની રજૂઆત સાંભળી પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર દ્વારા ઉચ્ચ અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી.
ધારાસભ્ય અરવિંદ રાણાએ, પોલીસ કમિશ્નર કચેરી ખાતે મળેલી સંકલન બેઠકમાં અમદાવાદમાં બનેલી અકસ્માતની ગંભીર ઘટનાને ધ્યાને લેતા આવી ઘટના સુરતમાં ન બને તે માટે શાળામાં જતા આવતા બાળકોને રીક્ષા, બસ, ફોર વ્હીલરમાં નિયત સંખ્યા કરતા વધારે લઇ જવામાં આવે છે કે કેમ તે અંગે દરેક શાળા પાસે તેની વિગત મંગાવવા ઉપરાંત પલસાણાથી ભાટીયા ચેક પોસ્ટ ઉપર વેપારી, કારખાનેદારો અને પરિવાર સાથે આવતા લોકોને સચિન પોલીસ દ્વારા રોકવામાં આવતા હોવાથી હેરાનગતિ ન થાય તેવી સૂચના આપવા પોલીસ કમિશ્નરને રજૂઆત કરી હતી. ઉપરાંત શહેરમાં ઓવરલોડ વાહનો સામે કાર્યવાહી કરવા પોલીસ કમિશ્નરને રજૂઆત કરી હતી. જે બાદ પોલીસ કમિશ્નરે આ મુદ્દે જરૂરી સૂચના આપી હતી.
View this post on Instagram
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને બદનામ કરવાના કેસમાં ભાજપે ત્રણેય કાર્યકરોને સસ્પેન્ડ કર્યા હતા. રિપોર્ટ આપ્યા બાદ સુરત જિલ્લા ભાજપ પ્રમુખે કાર્યવાહી કરી હતી. સક્રિય સભ્ય ,પ્રાથમિક સભ્ય અને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખે રાકેશ સોલંકી ( પ્રભારી ઉમરપાડા તાલુકા ભાજપ ) ,હરદીપસિંહ અટોદરિયા ( કારોબારી ચેરમેન, તરસાડી નગર પાલિકા ) ,દેવેન્દ્ર સિંહ ચૌહાણ (પ્રમુખ, તરસાડી નગર ભાજપ ) ને સસ્પેન્ડ સસ્પેન્ડ કર્યા હતા.
આ પણ વાંચોઃ
Gujarat Rain: ગુજરાતમાં આજે ક્યાં પડશે વરસાદ ? છેલ્લા 24 કલાકમાં 74 તાલુકામાં મેઘમહેર





















