શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Surat: ગણેશ સ્થાપનાને લઈ પોલીસ કમિશ્નરે બહાર પાડ્યું જાહેરનામું, 9 ફૂટથી ઊંચી મૂર્તિ બનાવવા-વેચવા પર પ્રતિબંધ
જાહેરનામા મુજબ તમામ માટી તથા પી.ઓ.પી.ની મુર્તીઓનું વિર્સજન કૃત્રિમ તળાવ તથા દરીયામાં કરવાનું રહેશે.
Surat News: શ્રાવણ મહિનાની સાથે જ તહેવારોની મોસમ શરૂ થઈ જાય છે. રક્ષાબંધન, ગણેશ ચતુર્થી, જન્માષ્ટમી જેવા તહેવારો આ સિઝનમાં આવે છે. આ દરમિયાન સુરતમાં ગણેશ સ્થાપનાને લઈ પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં કેટલાક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
જાહેરનામામાં કઈ કઈ બાબતનો છે ઉલ્લેખ
- ગણેશજીની માટીની મૂર્તિ બેઠક સહિતની 9 ફુટ કરતા વધારે ઉચાઇની બનાવવા વેચવા, સ્થાપના કરવા તથા જાહેર માર્ગ ઉપર પરીવહન કરવા ઉપર પર પ્રતિબંધ
- તમામ માટી તથા પી.ઓ.પી.ની મુર્તીઓનું વિર્સજન કૃત્રિમ તળાવ તથા દરીયામાં કરવાનું રહેશે
- ગણેશજીની પી.ઓ.પી.ની મુર્તીઓ અને ફાયબરની મૂર્તિ બેઠક સહિતની પાંચ ફુટથી વધારે ઉચાઇની બનાવવા, વેચવા, સ્થાપવા, જાહેર માર્ગ ઉપર પરીવહન કરવા અને નદી, તળાવ સહિતના કુદરતી જળસ્ત્રોતમાં વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ
- ઓવારા વાઇઝ જ્યાં કૃત્રિમ તળાવ બનાવેલ હોય તેવા ઇસ્યુ કરેલ પાસ સિવાયના અન્ય ઓવારા ઉપર આયોજકોને મૂર્તીઓનું વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ
- મૂર્તિકારો જે જગ્યાએ મૂર્તિઓ બનાવવાની કામગીરી કરે છે તે જગ્યા તથા વેચાણ માટે રાખે છે તે જગ્યાની આજુબાજુ તથા નજીકમાં કોઇપણ પ્રકારની ગંદકી કરવા કે કોઇપણ પ્રકારની મૂર્તિ રોડ ઉપર જાહેરમાં ટ્રાફીકને અડચણ થાય તે રીતે ખુલ્લી રાખવા ઉપર પ્રતિબંધ
- ગણેશજીની મૂર્તિઓના સ્થાપના દિવસ બાદ મૂર્તિકારોએ વેચાણ ન થયેલી તથા બનાવટ દરમ્યાન ખંડીત થયેલી મૂર્તિઓને બિનવારસી હાલતમાં મુકવા ઉપર પ્રતિબંધ
- કોઇપણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઇ ચિન્હો કે નિશાની વાળી મૂર્તિઓ બનાવવા, ખરીદવા, વેચવા અને સ્થાપના કરવા ઉપર પ્રતિબંધ
- ગણેશ વિસર્જન પૂર્ણ થયા બાદ તમામ મંડપો બે દિવસ કરતા વધારે દિવસ સુધી રાખવા ઉપર પ્રતિબંધ
- ફાયબરની મૂતિ વિસર્જનના દિવસે તથા ત્યારબાદ સરઘસના રૂપે બહાર કાઢવા ઉપર પ્રતિબંધ
- પરમીટમાં દર્શાવેલ રૂટ સિવાય અન્ય રૂટ ઉપર વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ
- મુર્તિઓની બનાવટમાં પાણીમાં સરળતાથી ઓગળી ન શકે તેવા ઝેરી કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ
આ પણ વાંચોઃ
Rajkot: સાસુ-સસરાએ પુત્રવધુનો ન્યૂડ વીડિયો ઉતરવા મુદ્દે શું થયો ખુલાસો ?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion