રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ સફાળું જાગ્યું તંત્ર, સુરતમાં 140 દુકાનો કરાઈ સીલ
સલાબતપુરા વિસ્તારમાં આવેલ ઋતુરાજ માર્કેટ માં કુલ 20 દુકાનો સીલ કરવામાં આવી છે. કાપડની હોલસેલની દુકાનો સીલ કરવામાં આવી છે.

Surat News: રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ સુરત ફાયરની ટિમ સફાળી જાગી છે. શહેરના ઉધના સ્થિત અનુપમ એમેસિટી સેન્ટર ની 12 દુકાન સીલ કરવામાં આવી છે. આ ઉપરાંત શહેરમાં અલગ અલગ જગ્યાએ હોસ્પિટલ, ક્લિનિક, જિમ , ટ્યુશન કલાસીસ, રેસ્ટોરન્ટ અને હોટલ સીલ કરવામાં આવી છે. આ તમામ લોકોએ ફાયર એન.ઓ.સી રીન્યુ કરાવી ન હતી. અગાઉ ફાયર વિભાગે ફાયર એન.ઓ.સી રીન્યુ માટે નોટિસ આપી હતી. નોટિસ બાદ પણ કોઈ કામગીરી ન કરવામાં આવતા કાર્યવાહી કરવામાં આવી છે. મોડી રાત્રે તમામ સ્થળો પર સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી.
મળતી માહિતી પ્રમાણે સલાબતપુરા વિસ્તારમાં આવેલ ઋતુરાજ માર્કેટ માં કુલ 20 દુકાનો સીલ કરવામાં આવી છે. કાપડની હોલસેલની દુકાનો સીલ કરવામાં આવી છે. ફાયર સેફ્ટીનાં અભાવે સીલ મારવામાં આવી છે. દુકાનદારોને વારંવાર નોટિસો આપવામાં આવી હતી છતા ફાયર સેફ્ટીની કામગીરી નહીં કરતા કાર્યવાહી કરવામાં આવી છે.
શહેરમાં સહારા દરવાજા પાસે આવેલ સાકાર ટેક્સટાઇલ માર્કેટમાં દુકાનો સીલ કરવામાં આવી છે. ગ્રાઉન્ડ અને ચોથા માળે આવેલી દુકાનો સીલ કરવામાં આવી છે. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી ટેસ્ટ ઓફ ભગવતી રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવી છે. કાપડનાં ગોડાઉન પણ સીલ કરવામાં આવ્યા છે. ફાયર સેફ્ટીના અભાવે કામગીરી કરાઈ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
