શોધખોળ કરો

Ram Mandir: 22મીએ સુરત આખુ રામમય થશે, શહેરમાં 50 લાખ દીવડાં પ્રગટાવીને કરાશે ઉજવણી

આગામી 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઇને તૈયારી પુરજોશમાં છે

Ram Mandir: આગામી 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઇને તૈયારી પુરજોશમાં છે. સુરતમાં પણ આ ભવ્ય અને પાવન અવસર પ્રસંગે વીએચપીના કાર્યકરો સજ્જ થયા છે. શહેરમાં આ દિવસે 50 લાખ દીવડાં પ્રગટાવીને ઉજવણી કરાશે, એટલું જ નહીં શહેરમાં ઘરો, મંદિરો, આશ્રમો સહિતના સ્થળ પર દિવાળી જેવો ઉત્સવ મનાવવામાં આવશે. હાલમાં આ કામમાં 500 મહિલા કાર્યકર્તાઓ સામેલ છે અને ઘરે ઘરે આમંત્રણ પત્રિકા પહોંચાડવાની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે. 

અયોધ્યાના રામ મંદિરને લઇને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે, સુરતમાં પણ રામ ભક્તો અને વીએચપીના કાર્યકર્તાઓ આ પ્રસંગેને ખાસ બનાવવા માટે તૈયારીઓ કરી રહ્યાં છે, તે અંતર્ગત 22મીએ આખુ સુરત શહેર રામમય બની જશે, કેમ કે શહેર 50 લાખ દીવડાં પ્રગટાવીને ખાસ રીતે ઉજવણી કરવામાં આવશે. આ માટે વીએચપીના 7 હજાર લોકો 15 લાખ ઘરે આમંત્રણ આપશે. પત્રિકા પહોંચાડવા રામમંદિર સાથે સંકળાયેલી 500 મહિલા કાર્યકર્તાઓ પણ આ કામમાં સામેલ થઇ છે. આ પાવન અવસરમાં સુરતથી 30 મહારાજ, 13 ખાસ લોકો અયોધ્યા જશે. અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરીએ નવવિર્મિત ભવ્ય રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમારોહ યોજાઇ રહ્યો છે ત્યારે દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ દિવસે સુરત શહેરના મંદિરો, આશ્રમો, ઘરો સહિતની દરેક જગ્યાએ ઉત્સવનો માહોલ જોવા મળશે. દિવાળી સમા આ મહોત્સવમાં વધુમાં વધુ લોકો જોડાય તે માટે જુદી જુદી 700થી વધુ ટીમ કાર્યરત થઇ છે, જેમાં આમંત્રણ પત્રિકા પહોંચાડવા માટે રામમંદિર સાથે સંકળાયેલી 500 મહિલા કાર્યકર્તાઓ સામેલ થઇ છે. 

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 15થી 22 જાન્યુઆરી સુધી ચાલશે, જાણો શિડ્યુઅલ

15 જાન્યુઆરી 2024 - આ દિવસે મકરસંક્રાંતિ પર ખરમાસ સમાપ્ત થાય છે. રામલલાની મૂર્તિ એટલે કે શ્રી રામના બાળ સ્વરૂપની મૂર્તિ ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે.

16 જાન્યુઆરી 2024 - આ દિવસથી રામલલાની મૂર્તિના નિવાસની વિધિ પણ શરૂ થશે.

17 જાન્યુઆરી 2024 - આ દિવસથી રામલલાની પ્રતિમાની શોભા યાત્રા કાઢવામાં આવે છે.

18 જાન્યુઆરી 2024 - આ દિવસથી પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ શરૂ થશે. મંડપ પ્રવેશ પૂજા, વાસ્તુ પૂજા, વરુણ પૂજા, વિઘ્નહર્તા ગણેશ પૂજા અને માર્તિકા પૂજા થશે.

19 જાન્યુઆરી 2024 - રામ મંદિરમાં યજ્ઞ અગ્નિદાહની સ્થાપના કરવામાં આવશે. આગને ખાસ પદ્ધતિથી પ્રગટાવવામાં આવશે.

20 જાન્યુઆરી 2024 - રામ મંદિરના ગર્ભગૃહને 81 કલશથી પવિત્ર કરવામાં આવશે,  આ કળસમાં પવિત્ર નદીનું જળ હશે, બાદ વાસ્તુ શાંતિ વિધિ પણ થશે.

21 જાન્યુઆરી 2024 - આ દિવસે, યજ્ઞ વિધિમાં વિશેષ પૂજા અને હવનની વચ્ચે, રામ લલા 125 કળશથી  દિવ્ય સ્નાન કરાશે.

અભિષેક 22 જાન્યુઆરી 2024 ના રોજ થવાનો છે. આ દિવસે મધ્યકાળમાં મૃગશિરા નક્ષત્રમાં રામલલાની મહાપૂજા થશે.

રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સાથે  લગભગ પાંચ સદીઓની રાહનો અંત આવવાનો છે. રામ મંદિરમાં રામ લાલાની મૂર્તિ સ્થાપિત કરવાનો સમય 22 જાન્યુઆરી 2024ના રોજ સવારે 12:29 થી 12:30 સુધીનો રહેશે. પ્રાણ પ્રતિષ્ઠા માટે માત્ર 84 સેકન્ડનો શુભ સમય હશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા
Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Farmer | જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર, ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરાવવાની માગ કરીWeather Forecast:  એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે: હવામાન વિભાગની આગાહીCNG Gas Price Hike | ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં કેટલો કર્યો વધારો?Rajkot News । GMERS મેડિકલ કોલેજની ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા
Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
હાર્દિક પંડ્યાએ પુત્ર સાથે મનાવ્યો T20 World Cup જીતનો જશ્ન, નતાશા નજરે ન પડતાં ફેન્સે કહ્યું...
હાર્દિક પંડ્યાએ પુત્ર સાથે મનાવ્યો T20 World Cup જીતનો જશ્ન, નતાશા નજરે ન પડતાં ફેન્સે કહ્યું...
પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા
પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
Embed widget