Ram Mandir Inauguration: રામ મંદિરના નિર્માણથી આખો દેશ એક થયો, ભાગલા પાડનારા લોકોને આ જવાબ છેઃ સી.આર.પાટીલ
માંગરોળ ખાતે આયોજિત શબરી યાત્રામાં સી.આર.પાટીલે કહ્યું, આ એક મંદિર નિર્માણના કારણે આખો દેશ એક થયો છે.
![Ram Mandir Inauguration: રામ મંદિરના નિર્માણથી આખો દેશ એક થયો, ભાગલા પાડનારા લોકોને આ જવાબ છેઃ સી.આર.પાટીલ Ram Mandir Pran Pratishtha Mahotsav: The construction of Ram Mandir united the whole country, this is the answer to the divisive people: CR Patil Ram Mandir Inauguration: રામ મંદિરના નિર્માણથી આખો દેશ એક થયો, ભાગલા પાડનારા લોકોને આ જવાબ છેઃ સી.આર.પાટીલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/20/4973e51ec9d6c052919789eed8928d4c170572998469576_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Surat News: અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 22 જાન્યુઆરીએ યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત 7000થી વધુ લોકો ભાગ લેવાના છે. પવિત્રતા પહેલા ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે. કલશ પૂજા પણ શરૂ થઈ ગઈ છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ મંદિર શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મુકાશે. એવું માનવામાં આવે છે કે શરૂઆતના મહિનામાં અહીં લાખો ભક્તો આવશે.
ભારતમાં રહેતા તમામ લોકો રામમય બની ગયા છે: પાટીલ
આ દરમિયાન ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું, ભારતમાં રહેતા તમામ લોકો રામમય બની ગયા છે, રામ જન્મ ભૂમિ પર મંદિર બને તે સ્વપ્ન સાકાર થયું છે. રામનું નામ લેતા ભાગલા પાડનારા લોકો માટે આ જવાબ છે. એક પણ કાંકરીચાળો કર્યા વગર સૌને સાથે રાખીને મોદી સાહેબે મંદિર નિર્માણ કર્યું એ ઐતિહાસિક છે, સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને મંદિર નિર્માણ થયું છે.
એક મંદિરનું નિર્માણ બધાને એક કરે તે એક ઐતિહાસિક ઘટના છેઃ પાટીલ
માંગરોળ ખાતે આયોજિત શબરી યાત્રામાં સી.આર.પાટીલે કહ્યું, આ એક મંદિર નિર્માણના કારણે આખો દેશ એક થયો છે. જે અંદર અંદર જાતિવાદ, ભાષાવાદ, ભાગલા પાડી રાજ કરનાર પાર્ટીઓ માટે આ દાખલો છે. જે લોકો ભેગા થઈને રામ મંદિરનો વિરોધ કરતા હતા તેવા લોકોનો હવે વિરોધ થઈ રહ્યો છે. જે લોકો કાર સેવામાં ગયા હતા તે લોકોનું જીવન ધન્ય થઇ ગયું છે. દરેક લોકસભામાંથી એક ટ્રેન અયોધ્યા મોકલવાના છે, એક મંદિરનું નિર્માણ બધાને એક કરે તે એક ઐતિહાસિક ઘટના છે.
1.65 લાખ રૂપિયાની રામાયણ અયોધ્યા પહોંચી
વિશ્વની સૌથી મોંઘી રામાયણમાંથી એક અયોધ્યા પહોંચી ગઈ છે. આ રામાયણની કિંમત 1.65 લાખ રૂપિયા છે. રામાયણ લખવા માટે વપરાતી શાહી જાપાનથી આયાત કરવામાં આવી છે અને કાગળ ફ્રાન્સમાં બને છે. તેને બનાવવા માટે અમેરિકન અખરોટના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
મલ્ટિપ્લેક્સ ચેન PVR INOX એ જાહેરાત કરી છે કે તે અયોધ્યામાં થઈ રહેલી પ્રાણ પ્રતિષ્ઠાનું જીવંત પ્રસારણ કરવા જઈ રહી છે. દેશના 70 શહેરોના 160 સિનેમા હોલમાં પ્રાણ પ્રતિષ્ઠાનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)