શોધખોળ કરો
Advertisement
સુરતઃ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીને કેમ હાથકડી સાથે આપવામાં આવી રહી છે સારવાર?
ગત 23મીના રોજ આરોપીને પાંડેસરા પોલીસ પકડી લાવી હતી. આરોપી પર મારામારી અને રાયેટિંગની ફરિયાદ છે.
સુરતઃ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીને હાથકડી સાથે સારવાર આપવામાં આવી રહી છે. હાથકડી સાથે દર્દી કોરોનાની સારવાર લેતા અન્ય દર્દીઓમાં અચરજ છે. પાંડેસરા પોલીસે પાસા હેઠળ આરોપીની અટકાયત કરી હતી. ગત 23મીના રોજ આરોપીને પાંડેસરા પોલીસ પકડી લાવી હતી. આરોપી પર મારામારી અને રાયેટિંગની ફરિયાદ છે.
પાંડેસરા પોલીસે અટકાયત કરી કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. આરોપીનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવતા સિવિલ સારવાર માટે ખસેડાયો છે. સિવિલ હોસ્પિટલમાં પોતાની સાથે અમાનવીય અત્યાચાર થઈ રહ્યો હોવાનો આરોપી દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. આરોપી લોકો પાસે મદદ માટે અપીલ કરી રહ્યો છે. આરોપીએ સૌચાલય જવું પણ મુશ્કિલ છે. આરોપીને હોસ્પિટલના બેડ સાથે બાંધી રાખવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement