શોધખોળ કરો

Gujarat: RTE અંતર્ગત પ્રવેશ મેળવવા માટે નવી મોડસ ઓપરેન્ડીનો થયો ખુલાસો, જાણો વધુ વિગતો

RTE અંતર્ગત પ્રવેશ મેળવવા માટે નવી મોડસ ઓપરેન્ડીનો ખુલાસો થયો છે.  સુરતમાં ફોર્મ ભરવાની મુદ્દત પૂર્ણ થવાના છેલ્લા બે દિવસમાં અનેક પ્રકારના ફોર્મ ભરાયા છે.

સુરત:  RTE અંતર્ગત પ્રવેશ મેળવવા માટે નવી મોડસ ઓપરેન્ડીનો ખુલાસો થયો છે.  સુરતમાં ફોર્મ ભરવાની મુદ્દત પૂર્ણ થવાના છેલ્લા બે દિવસમાં અનેક પ્રકારના ફોર્મ ભરાયા છે.  જે મોડસ ઓપરેન્ડીમાં આંગણીવાડી સર્ટિફિકેટમાં બાળકની ઉંમર છ વર્ષની બતાવાઈ  અને પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે.  જેમાં જિલ્લા શિક્ષણાધિકારીની ટીમે ફોર્મ ચકાસણી કરી છે.  જે ફોર્મની માહિતી અનુસાર વાલી, સંતાન સુરતમાં રહેતા હોય અને આધારકાર્ડમાં સરનામું સુરતનું હોય  અને આંગણવાડી સર્ટિફિકેટ જુનાગઢ, રાજકોટ, ભાવનગરના મળી આવ્યા હતા. 

જ્યારે એકાદ બે કિસ્સામાં આવુ બની શકે કે વાલીઓ સુરતમાં રહેતા હોય અને સંતાનને વતનમાં ભણવા માટે મોકલ્યા હોય  પરંતુ એક સાથે અનેક સર્ટિફિકેટોમાં આવી માહીતી સામે આવી છે.   જેનાથી લેભાગુ ટોળકીની નવી મોડસ ઓપરેન્ડીનો ખુલાસો થયો છે.   તમામ સર્ટિફિકેટની ડીઈઓની ટીમ તરફથી તપાસ કરવામાં આવશે.  જેટલા પણ બોગસ સર્ટિફિકેટ હશે તે તમામના વાલી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા સુધીની કાર્યવાહી થશે.  

Lawrence bishnoi: ડ્રગ્સ કેસમાં લોરેન્સ બિશ્નોઇના  જાણો કેટલા દિવસના રિમાન્ડ મંજૂર કરાયા

ડ્રગ્સ કેસમાં લોરેન્સ બિશ્નોઈના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.  લોરેન્સ બિશ્નોઇને નલિયા કોર્ટમાં રજૂ કરાયો હતો. લોરેન્સના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે  લોરેન્સ બિશ્નોઇને કોર્ટમાં   રજૂ કરવામાં આવ્યો હતો.  ડ્રગ્સ કેસમાં અન્ય મહત્વની કડીની તપાસ  માટે ATSએ રિમાન્ડની માંગ કરી હતી.  કોર્ટે  લોરેન્સના  14  દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.  પટિયાલા હાઉસ કોર્ટે ATSની ટ્રાન્ઝિટ રિમાન્ડની અરજી મંજૂર કરતા ખાસ ચેતક કમાન્ડોની ટીમ લોરેન્સને ગુજરાત લાવી છે.

લોરેન્સ બિશ્નોઇને વર્ષ  2022ના ડ્રગ્સ કેસમાં પોલીસે કચ્છની નલિયા કોર્ટમાં રજૂ કર્યો હતો.   નોંધનીય છે કે  વર્ષ  2022માં જખૌ નજીકથી ઝડપાયેલ 200 કરોડના ડ્રગ્સ કેસ મામલે  લોરેન્સનો  કબ્જો લેવામાં આવ્યો હતો.  ગુજરાત ATS એ કબ્જો મેળવી લોરેન્સ બિશ્નોઇને નલિયા કોર્ટમા રજૂ કર્યો હતો.

પાકિસ્તાનથી કચ્છના રસ્તે ભારતમાં લવાયેલા ડ્રગ્સ કેસમાં લોરેન્સની સંડોવણી હોવાનું સામે આવતાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા મેરાજ તેમજ અન્ય આરોપીઓએ લોરેન્સ બિશ્નોઇનું નામ આપ્યું હતું. લોરેન્સ બિશ્નોઇએ પંજાબની જેલમાંથી ડ્રગ્સ મંગાવ્યું હોવાનો આરોપ છે.

Lawrence Bishnoi on ABP News: શું પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પાસેથી પૈસા લે છે ગેંગસ્ટર્સ? લોરેન્સ બિશ્નોઈનો મોટો ખુલાસો

Lawrence Bishnoi on ABP News: એબીપી ન્યૂઝના સ્પેશિયલ શો 'ઓપરેશન દુર્દાન્ત'માં દેશના સૌથી મોટા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ જેલની અંદરથી જ ખુલીને વાત કરી હતી.  ગેંગસ્ટર બનવાથી લઈને પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યા અને પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ઘણા મોટા ખુલાસાઓ કર્યા હતા. જ્યારે લોરેન્સ બિશ્નોઈને પૂછવામાં આવ્યું કે શું પંજાબનું સંગીત અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી ગેંગસ્ટરો સાથે જોડાયેલી છે? તો તેણે કહ્યું કે હજી એવું નથી. જેમ બોલિવૂડમાં થાય છે, એવું અહીં નથી થતું. પરંતુ ભવિષ્યમાં થશે તો કોણ કહી શકશે. 

શું ગુંડાઓ પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી પૈસા લે છે?

આ સવાલના જવાબમાં લૉરેન્સ બિશ્નોઈએ કહ્યું કે, "અમારા એન્ટી ગેંગસ્ટરોએ લઈ લીધા હતા, પરંતુ અમારી ગેંગે ક્યારેય કોઈની પાસેથી પૈસા લીધા નથી." તેમણે કહ્યું, "અમે અત્યાચાર સામે અવાજ ઉઠાવીશું. જે આપણી સાથે છે તેની સાથે કોઈ ખોટું કરે તો તેની પ્રતિક્રિયા આપીશું. હું 9 વર્ષથી જેલમાં છું અને મારી ભૂલોની સજા ભોગવી રહ્યો છું.

ગોલ્ડી બ્રાર મુસેવાલાની હત્યામાં સામેલ હતો: બિશ્નોઈ

સિદ્ધુ મુસેવાલાની હત્યા અંગે લોરેન્સ બિશ્નોઈએ કહ્યું કે, 'ગોલ્ડી બ્રાર મુસેવાલાની હત્યામાં સામેલ હતો. આ હત્યા વિશે મને પહેલેથી જ ખબર હતી, પરંતુ તેમાં મારો કોઈ હાથ નહોતો. મુસેવાલા અમારી વિરોધી ગેંગને મજબૂત કરી રહ્યા હતા. મેં ગોલ્ડીને કહ્યું કે મૂઝવાલા આપણો દુશ્મન છે. હું વિકી મિદુખેડાની હત્યાથી ગુસ્સે હતો અને તે હત્યામાં મૂસેવાલા પણ સામેલ હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
Embed widget