શોધખોળ કરો

વાલીઓ માટે ચોંકાવનારી ઘટના, સુરતમાં દોઢ વર્ષના બાળકના ગળામાં ચીકુનું બી ફસાઈ જતા મોત

માતા જ્યારે બાળકને ચીકુ ખવડાવતી હતી ત્યારે આ ઘટના બની હતી. બી ફસાઈ જતા બાળક બેભાન થઈ ગયું હતું અને તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

Surat: નાના બાળકોને એમ જ છૂટા મુકી દેતા વાલીઓ માટે એક ચોંકાવનારી ઘટના સુરતમાં બની છે. અહીં  એક દોઢ વર્ષનું બાળકના ગળામાં ચીકીનું બી ફસાઈ જતા મોત થયું છે. આ ઘટના ઉધના કૈલાસ નગરમાં બની છે. દોઢ વર્ષના બાળકની શ્વાસનળીમાં ચીકીનું બી ફસાઈ જતા મોત થયું છે.

મળતી માહિતી મુજબ માતા જ્યારે બાળકને ચીકુ ખવડાવતી હતી ત્યારે આ ઘટના બની હતી. બી ફસાઈ જતા બાળક બેભાન થઈ ગયું હતું અને તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં બાળકને તબીબોએ મૃત જાહેર કર્યો હતો.

સુરત મહિલા પ્રોફેસર આપઘાત કેસમાં પાકિસ્તાન કનેક્શન સામે આવતા પોલીસ એલર્ટ

સુરત: શહેરમાં મહિલા પ્રોફેસર આપઘાત કેસમાં ચોકાવનારા ખુલાસા થયા છે. સુરત પોલીસે બિહારથી પકડેલ ગેંગમાં પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે અને જુદા જુદા 72 યુપીઆઈ આઇડીના ટ્રાન્જેક્શન મળી આવ્યા છે. સુરતમાં રાંદેરની મહિલા પ્રોફેસરના ન્યુડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી બળજબરીપૂર્વક રૂપિયા કઢાવી લીધા બાદ આપઘાત પ્રકરણમાં સુરત પોલીસની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. 

આ કેસમાં રાંદેર પોલીસે બિહારના નકલી વિસ્તારમાંથી જીવના જોખમે ત્રણ જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ત્યારે હવે આરોપીના રિમાન્ડ દરમિયાન આ કેસમાં પાકિસ્તાન કનેક્શન બહાર આવ્યું છે. અને આરોપી પાસેથી 72 થી વધુ અલગ અલગ યુપીઆઈ આઈડિયા મળી આવી છે. આરોપીઓ દ્વારા બાયનાન્સ એપ્લિકેશન મારફતે USDT ક્રિપ્ટો કરન્સી મારફતે પાકિસ્તાન ટ્રાન્જેક્શન કરવામાં આવતું હતું. ત્યારે પોલીસે આ કેસમાં વધુ ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

સુરતના રાંદેર વિસ્તારની પ્રોફેસર દોઢ મહિના પહેલા આપઘાત કરી લીધાની ચોક આવનારી ઘટના બની હતી. જેમાં તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, મહિલા પ્રોફેસરને લોનના હપ્તા ભરવાના નામે ફોન કરી તેમના સોશિયલ મીડિયા પરથી ફોટો મેળવી ફોટાને મોર્ફ કરી ન્યૂડ ફોટા બનાવ્યા હતા. અને તે વાયરલ કરવાની ધમકી આપીને બળજબરીપૂર્વક રૂપિયા પડાવ્યા હતા. જો કે તેમ છતાં મહિલા પ્રોફેસરને વારંવાર બદનામ કરવાની ધમકી આપવામાં આવતા મહિલા પ્રોફેસરે આપઘાત કરી લીધો હતો. ત્યારે આ કેસમાં આપઘાત બાદ રાંદેર પોલીસે 20 મેના રોજ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી હતી. જેમાં મહિલા પ્રોફેસરને બિહાર રાજ્યના જમુઈના નકલી વિસ્તારમાંથી મહિલાને હેરાન કરવામાં આવતી હતી. 

પોલીસે ત્યાં જઈ જીવના જોખમે મહિલાને આપઘાત કરવા મજબૂર કરનાર ત્રણ જેટલા સાગરીતોની ધરપકડ કરી હતી. રાંદેર પોલીસે આ કેસમાં બિહારથી અભિષેક કુમાર સિંગ, રોશન કુમાર સિંગ અને સૌરભ ગજેન્દ્રકુમાર ને ઝડપી પાડી સુરત લઈ આવી હતી. ત્યારે આરોપીના દસ દિવસના રિમાન્ડમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. અને વધુ ચાર અંકિત રેશમકુમાર, લકબીર ટ્રેડર્સ, જુહી અને સાંતાનું જોનઘલે નામના ચાર આરોપી ના નામ ખુલતા તેમને વોન્ટેડ જાહેર કરી તેમને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka News : દેવભૂમિ દ્વારકાના ઓખામાં દુર્ઘટના, જેટી પર ક્રેન તૂટતા 3 કામદારના મોતJamnagar news: જામનગરમાં જીજી હોસ્પિટલની નવી ઈમારતનો પ્રોજેક્ટ અંતિમ તબક્કામાંPassenger Plane Crashes In Kazakhstan : 110 મુસાફરો લઈ રશિયા જતું પ્લેન કઝાકિસ્તાનમાં ક્રેશSnowfall In India: ત્રણ દિવસથી દેશની આ જગ્યાઓ પર ભારે હિમ વર્ષા, રસ્તાઓ પર છવાઈ બરફની ચાદર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Rule Change 2025: LPG સિલિન્ડર, કારની કિંમત અને પેન્શન, 1 જાન્યુઆરીથી થશે આ 6 મોટા ફેરફારો, ખિસ્સા પર થશે સીધી અસર
Rule Change 2025: LPG સિલિન્ડર, કારની કિંમત અને પેન્શન, 1 જાન્યુઆરીથી થશે આ 6 મોટા ફેરફારો, ખિસ્સા પર થશે સીધી અસર
General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા
General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા
AUS vs IND: જસપ્રીત બુમરાહે રચી દીધો ઇતિહાસ, બૉક્સિંગ ડે ટેસ્ટ અગાઉ બનાવ્યો અદભૂત રેકોર્ડ
AUS vs IND: જસપ્રીત બુમરાહે રચી દીધો ઇતિહાસ, બૉક્સિંગ ડે ટેસ્ટ અગાઉ બનાવ્યો અદભૂત રેકોર્ડ
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Embed widget