શોધખોળ કરો
Advertisement
ગુજરાતના આ મોટા શહેરમાં આવતી-જતી ST અને ખાનગી બસો કેટલા દિવસ માટે બંધ કરાઈ? જાણો વિગત
સતત વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણના કારણે સોમવાર (27 જુલાઈ)થી સુરતથી સમગ્ર રાજ્યમાં જતી-આવતી તમામ એસટી બસો અને ખાનગી બસો 10 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો
સુરત: સતત વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણના કારણે સોમવાર (27 જુલાઈ)થી સુરતથી સમગ્ર રાજ્યમાં જતી-આવતી તમામ એસટી બસો અને ખાનગી બસો 10 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે આ સમય દરમિયાન અન્ય ખાનગી વાહનો રાબેતા મુજબ ચાલુ રહેશે.
સરકાર દ્વારા જાહેર કરેલા અનલોક-1 તથા 2ની ગાઈડલાઈન મુજબ ST બસ તથા ખાનગી બસ સેવા સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન, બસોનું સેનિટાઈઝેશન વગેરે રાજ્યમાં શરૂ કરી દેવામાં આવ્યું છે.
તાજેતરમાં ઉચ્ચ કક્ષાએ થયેલી સમીક્ષા બાદ કોરોનાના સંદર્ભમાં સુરતમાં આવતી તેમજ ઉપડતી ખાનગી અને ST બસ સેવા 27 જુલાઈ (સોમવાર)થી 10 દિવસ માટે સ્થગિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં ST બસ અને ખાનગી બસ સેવાનું સંચાલન રાબેતા મુજબ ચાલુ રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement