શોધખોળ કરો
આવતી કાલથી સુરતમાં શરૂ થશે ST બસ સેવા, કોરોનાની ગાઈડલાઈન સાથે તમામ રૂટ પર દોડશે બસ
સુરતમાં વધતા કેસને લઈને બંધ કરવામાં આવેલી એસટી બસ સેવા આવતીકાલથી શરૂ થશે.

સુરત: સુરતમાં વધતા કેસને લઈને બંધ કરવામાં આવેલી એસટી બસ સેવા આવતીકાલથી શરૂ થશે. હવે સુરતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા સ્થિર થઈ રહી હોવાથી કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે આવતીકાલ તમામ રૂટ ઉપર બસ દોડશે. આ પહેલા 11 જુલાઈએ સુરતથી અમદાવાદ અને અમદાવાદથી સુરત આવતી બસો બંધ કરી દેવામાં આવી હતી. બાદમાં 27 જુલાઈથી આ સેવા 10 દિવસ સુધી બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. બાદમાં 14 ઓગસ્ટે વધુ 7 દિવસ પ્રતિબંધ લંબાવ્યો હતો. જે 21 ઓગસ્ટે પૂર્ણ થાય છે. આમ 25 દિવસ બાદ 21 ઓગસ્ટથી ફરી સુરતમાં એસ.ટી.બસ સેવા શરૂ થશે.
Before You Go
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત






















