શોધખોળ કરો
Advertisement
સુરતઃ 15 વર્ષીય સગીરા પ્રેમી સાથેના શરીરસંબંધથી બની ગર્ભવતી, પ્રેમીને બચાવવા કોનું નામ આપી દીધું?
ગત બુધવારે સાંજે 15 વર્ષીય સગીરાને પેટમાં દુખાવો ઉપડતા પિતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. અહીં હાજર ડોક્ટરે સગીરા ગર્ભવતી હોવાનું જણાવ્યું હતું.
સુરતઃ શહેરના કતારગામની 15 વર્ષિય સગીરાને તેના પ્રેમીએ ગર્ભવતી બનાવી દીધી હતી. જોકે, પ્રેમીને બચાવવા માટે કિશોરીએ માતાના પ્રેમી સહિત બીજા ચાર શખ્સોના નામ લખાવ્યા હતા. જોકે, પોલીસે તપાસ કરતાં સગીરાને અન્ય યુવક સાથે પ્રેમસંબંધ હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે 22 વર્ષીય યુવકની બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, ગત બુધવારે સાંજે 15 વર્ષીય સગીરાને પેટમાં દુખાવો ઉપડતા પિતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. અહીં હાજર ડોક્ટરે સગીરા ગર્ભવતી હોવાનું જણાવ્યું હતું. આ અંગે કતારગામ પોલીસને જાણ કરતા પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને પિતા અને સગીરાની પૂછપરછ કરી હતી. જોકે, આ સમયે સગીરાએ કોઇનું નામ લીધું નહોતું. જેથી પોલીસ પણ મુંજવણમાં મુકાઈ ગઈ હતી.
આ પછી મહિલા પોલીસે સગીરાનું કાઉન્સેલિંગ કરતાં તેણે એક મિત્રનું નામ લીધું હતું. આથી તેની પૂછપરછ કરતાં તેણે બીજા કોઈનું નામ લીધું હતું. આ પછી સવારે સગીરાએ નિવેદન બદલ્યું હતું અને માતાના પ્રેમીએ ગર્ભવતી બનાવી હોવાનું નિવેદન આપતાં પોલીસ તેને પણ ઉંચકી લાવી હતી.
બીજી તરફ પોલીસને તપાસ દરમિયાન સગીરાને અન્ય કોઇ યુવક સાથે પ્રેમસંબંધ હોવાની બાતમી મળી હતી. તેની પ્રેમી વિશે પૂછપરછ કરતા સગીરા ભાંગી પડી હતી. તેમજ તેની સાથે પ્રેમસંબંધ હોવાનો અને તેનાથી જ ગર્ભવતી બની હોવાનો ખુલાસો કર્યો હતો. સગીરા અત્યારે ધોરણ01માં અભ્યાસ કરે છે. તેની માતા છેલ્લા કેટલાય સમયથી પિતાથી અલગ થઈ ગઈ હતી. માતા-પિતા અલગ થયા પછી તે કેટલોક સમય માતા, તો કેટલોક સમય પિતા સાથે રહેતી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
શિક્ષણ
દેશ
Advertisement