Surat: સુરતમાં પુત્રએ જ કરી માતાની હત્યા, જમવાનું બનાવવા મુદ્દે થઈ હતી રકઝક
Surat: માતા સાથે રકઝકથી અવિનાશ ઉશ્કેરાયો હતો અને માતાના ડાબા ખભાના ભાગે તિક્ષણ હથિયારથી હુમલો કરી દીધો હતો

Surat: સુરતમાં કળિયુગી પુત્ર પર જ માતાની હત્યાનો આરોપ લાગ્યો છે. મળતી જાણકારી અનુસાર, સુરતના વેડરોડ પરની લક્ષમીનગર સોસાયટીમાં મહિલાની હત્યાનો હત્યારો અન્ય કોઈ નહીં પણ પુત્ર જ હોવાનો આરોપ લાગ્યો છે. 32 વર્ષીય અવિનાશ પર 57 વર્ષીય માતા ચંદ્રકલાબેનની હત્યાનો આરોપ લાગ્યો છે. મંગળવારે બપોરના સમયે જમવાનું બનાવવા બાબતે માતા- પુત્ર વચ્ચે રકઝક થઈ હતી. માતા સાથે રકઝકથી અવિનાશ ઉશ્કેરાયો હતો અને માતાના ડાબા ખભાના ભાગે તિક્ષણ હથિયારથી હુમલો કરી દીધો હતો. જેમાં મોટા પ્રમાણમાં લોહી વહી જતા આરોપી અવિનાશ ભાગી છૂટ્યો હતો. જ્યારે ઘટનાને પગલે પાડોશીઓએ દોડી આવી ચંદ્રકલાબેનને તાત્કાલિક સારવારમાં હોસ્પિટલ ખસેડી હતી.
જોકે સારવાર મળે તે પહેલા જ મોટા પ્રમાણમાં લોહી વહી જતા મહિલાનું મોત થયું હતું. પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યારા અવિનાશને દબોચી લીધો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખૂલ્યું કે અવિનાશ છેલ્લા બે વર્ષથી બેરોજગાર હતો અને કામ ધંધો કરવાનું કહેતા માતા તથા ભાઈ સાથે અવારનવાર ઝઘડો કરતો હતો. અગાઉ પણ ઝઘડો થતા આરોપી માતાને હત્યાની ધમકી આપી ચૂક્યો હતો. મૃતક મહિલાનો મોટો પુત્ર રાજેશ હીરાના કારખાનામાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ચોકબજાર પોલીસે હાલ તો હત્યારાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે
32 વર્ષીય અવિનાશે પોતાની જ 57 વર્ષીય માતા ચંદ્રકલાબેનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી હતી. હત્યા પાછળનું મુખ્ય કારણ એ હતું કે, અવિનાશ છેલ્લા 2 વર્ષથી કોઈ કામધંધો કરતો નહોતો. જ્યારે તેની માતા અને મોટા ભાઈ તેને ઘર ચલાવવા માટે નોકરી કરવાનું કહેતા ત્યારે તે ઉશ્કેરાઈ જતો હતો. બપોરે જમવાનું બનાવવા જેવી સામાન્ય બાબતે થયેલી તકરારમાં અવિનાશે તેની માતાના ડાબા ખભાના ભાગે જીવલેણ હુમલો કરી દીધો હતો, જેના કારણે તેમનું કરુણ મોત નીપજ્યું છે. જોકે ચોક બઝાર પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી હતી.
આ પરિવારમાં લાંબા સમયથી કંકાસ ચાલતો હતો. મૃતક ચંદ્રકલાબેનનો મોટો પુત્ર રાજેશ હીરાના કારખાનામાં મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવતો હતો, પરંતુ નાનો પુત્ર અવિનાશ નવરો બેસી રહેતો હતો. માતા વારંવાર તેને ટોકતી હતી. આ મુદ્દે ઘરમાં મોટો ઝઘડો થયો હતો. 13 જાન્યુઆરી 2026ના રોજ જ્યારે ઘરમાં મોટો પુત્ર હાજર નહોતો, ત્યારે અવિનાશે જમવા બાબતે માતા સાથે ફરી રકઝક કરી હતી. આ દરમિયાન આવેશમાં આવી જઈને તેણે તીક્ષ્ણ હથિયાર કાઢી માતાના ખભાના ભાગે જોરથી મારી દીધું હતું. હુમલો એટલો ભયાનક હતો કે ચંદ્રકલાબેનનું લોહી વહેવા માંડ્યું હતું. પાડોશીઓએ તેમને બચાવવા પ્રયાસ કર્યો પરંતુ સારવાર મળે તે પહેલા જ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે અગાઉ અવિનાશે હત્યાની ધમકી આપી હતી.





















