શોધખોળ કરો

Surat : ચાલકે બેફામ રીતે સિટી બસ ચલાવી વિદ્યાર્થિનીને કચડી, લોકોનો ફાટી નીકળ્યો રોષ

અમરોલી વિસ્તારમાં સીટી બસે વિદ્યાર્થિનીને અડફેટે લઈ મોતને ઘાટ ઉતારી છે. ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને સીટી બસે કચડી હતી. ઘટનામાં કિશોરીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

સુરતઃ શહેરમાં રફતારનો કહેર સામે આવ્યો છે. રફતારના કહેરમાં વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું છે. અમરોલી વિસ્તારમાં સીટી બસે વિદ્યાર્થિનીને અડફેટે લઈ મોતને ઘાટ ઉતારી છે. ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને સીટી બસે કચડી હતી. ઘટનામાં કિશોરીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બેફામ રીતે બસ ચાલાકે બસ હંકારી અકસ્માત સર્જ્યો હતો. 

અકસ્માત કરનાર બસ ડ્રાઈવરને લોકો એ પકડી પાડ્યો છે. ઘટનાને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. અન્ય સીટી બસના પણ કાચ તોડી બસમાં તોડફોડ કરી હતી. લોકોનો રોષ જોઈ અન્ય બસ ચાલકો બસ લઈ ફરાર થઈ ગયા હતા. 

Kutch : ભુજપની હોસ્પિટલની ઘોર બેદરકારી, બાળકના નામે મૃત બાળકી આપી દેવાઇ, ખબર પડી તો....

ભુજઃ કચ્છની હોસ્પિટલમાં નવજાત બાળક મુદ્દે ઘોર બેદરકારી સામે આવી છે. અદાણી સંચાલિત ભુજ જી.કે.જનરલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે.  હોસ્પિટલમાં બાળક બદલાઈ જવાની ઘટના સામે આવી છે. હોસ્પિટલમાં બાળકના નામે મૃત બાળકી આપી દેવાની ઘટના સામે આવી છે. પરિવારે મૃત બાળકી પોતાની ન હોવાનું અને પોતાને બાળક હોવાનું જણાવતાં હોસ્પિટલની બેદરકારી સામે આવી હતી. હાલ બાળક સ્વસ્થ અને સારવાર હેઠળ છે. 

પરિવારનો આક્ષેપ છે કે, પરણીતા દ્વારા સ્વસ્થ બાળકને જન્મ આપવામાં આવ્યો હતો. જોકે, તેના બદલામાં તેમને મૃત બાળકી આપી દેવામાં આવી હતી. આ અંગે તેમને સત્તાધીશોને ફરિયાદ કરતાં સમગ્ર ક્ષતિ સામે આવી હતી. પોતાના સ્વસ્થ બાળકના બદલે મૃત બાળકી આપી દેવામાં આવતાં પરિવાર રોષે ભરાયો હતો. 

આ અંગે મળતી વિગતો પ્રમાણે, આજે વહેલી સવારે આ ઘટના બની હતી. હોસ્પિટલની બેદરકારીને કારણે બાળકની અદલા-બદલી થઈ ગઈ હતી. જેમને મૃત બાળકને જન્મ આપ્યો હતો તેમને સ્વસ્થ બાળક અને બીજા પરિવારને મૃત બાળક આપી દેવામાં આવતાં સ્વસ્થ બાળકના પરિવારે હોબાળો મચાવી દીધો હતો. આ અંગે હોસ્પિટલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. કયા કર્મચારીઓ દ્વારા આ બેદરકારી દાખવવામાં આવી તેની તપાસ શરૂ કરવામાં આવી છે. 

C.R.ના ફરમાન છતાં C.M.ના કાર્યક્રમમાં 93 કોર્પોરેટરમાંથી 26 કોર્પોરેટરો ગેરહાજર, નોટિસ અપાતાં કર્યા કેવા વિચિત્ર ખુલાસા ?  

સુરત: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રવિવારે કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના 93 કોર્પોરેટરમાંથી 26 કોર્પોરેટરો ગેરહાજર રહ્યાં હતા.

મુખ્યમંત્રીના કાર્યક્રમમાં આટલી મોટી સંખ્યામાં કોર્પોરેટરો ગેરહાજર રહ્યાં હતા તેનાથી ચોંકી ઉઠેલા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની સૂચનાથી જે કોર્પોરેટરો ગેરહાજર રહ્યાં હતા તેમને નોટિસ અપાઈ હતી. આ નોટિસના જવાબમાં જે કોર્પોરેટરો ગેરહાજર રહ્યાં હતા તેમણે સાવ બાલિશ અને વિચિત્ર કહેવાય એવા કારણો રજૂ કર્યાં છે.

મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ફરજિયાત હાજર રહેવા માટે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે તાકીદ કરી હોવા છતાં ભાજપના 26 કોર્પોરેટરો ગેરહાજર રહ્યાં હતા. ગેરહાજર રહેલાં કોર્પોરેટરોને શાસક પક્ષના નેતાએ નોટીસ ફટકારી ખુલાસો માગ્યો હતો. આ નોટીસના ખુલાસામાં કોર્પોરેટરોએ બાઈકમાં પંક્ચર પડી ગયું, પોતે કે સગાં બિમાર હતાં એવાં કારણો રજૂ કરતાં આ કોર્પોરેટરોની ભાજપમાં જ મજાક ઉડી રહી છે.

ગેર હાજર રહેલાં 26 કોર્પોરેટરો પૈકીના નવ કોર્પોરેટરોએ પોતે અથવા પોતાના પરિવારના સભ્યો બિમાર હોવાનો ખુલાસો કર્યો હતો. કતારગામના એક કોર્પોરેટરે એવો ખુલાસો કર્યો છે કે,  પોતે કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવતાં હતા પરંતુ બાઈકમાં પંકચર પડતાં તેઓ કાર્યક્રમમાં હાજર ન રહી શક્યા.

આ સિવાય  બે કોર્પોરેટરે એવો ખુલાસો કર્યો છે કે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો પરથી પ્રસારિત મનકી બાતના કાર્યક્રમમાં પોતાના વિસ્તારના લોકો સાથે હાજર રહ્યાં હતા તેના કારણે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં હાજર નથી રહી શક્યતા. એક કોર્પોરેટરે પોતે ક્રિકેટની પ્રેક્ટીસ દરમિયાન  ઈજા થઈ હોવાથી કાર્યક્રમમાં હાજર ન રહી શક્યા એવો ખુલાસો કર્યો છે. મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ગેર હાજર રહેવા બદલ 26 કોર્પોરેટરને નોટીસ ફટકારવામા આવી હતી. 93 કોર્પોરેટરમાંથી 26 કોર્પોરેટરો ગેરહાજર રહ્યા તેથી અકળાયેલા પાટીલે કોર્પોરેટરોને આ બાબતની ગંભીર નોંધ લેવાઈ હોવાની ચીમકી આપી હોવાની ભાજપમાં ચર્ચા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષીHun To Bolish: હું તો બોલીશ: બુટલેગરોના રડાર પર પોલીસ કેમ?Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
Embed widget