Surat: ‘ફોટોશૂટ માટે ગોવા અને દમણ લઇ ગયો અને પછી...’, સુરતના વેપારી વિરુદ્ધ મોડલની ફરિયાદ
Surat:સુરતમાં ટેક્સટાઈલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી પર એક મોડલે દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો
Surat: સુરતમાં ટેક્સટાઈલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી પર એક મોડલે દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. મળતી જાણકારી અનુસાર, શહેરમાં ટેક્સટાઈલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી મિતેષ જૈન પર એક 28 વર્ષીય મોડલે આરોપ લગાવ્યો હતો કે મિતેષે ફોટો શૂટ કરવાના બહાને ગોવા, દમણ લઇ જઈ તેમના પર દુષ્કર્મ આચર્યું હતું. જો કે આરોપીને 14 દિવસ પહેલા મોડલ સાથે માથા ફૂટ થતા હવામાં ફાયરિંગ પણ કર્યું હતું. આખરે અલથાણ પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લીધો હતો.
શહેરના ઘોડદોડ રોડ વિસ્તારમાં રહેતા અને ટેકસ્ટાઈલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી મિતેષ જૈને માર્કેટના ફોટોશૂટના બહાને શહેર અને રાજ્યની અલગ અલગ હોટેલોમાં લઈ જઈ લગ્નની લાલચે મહિલાનું વારંવાર શારીરિક શોષણ કરી બળાત્કાર ગુજારતા પોલીસે આરોપી વેપારીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી. મહિલા અને વેપારી વર્ષ 2017 માં એકબીજાના સંપર્કમાં આવ્યા હતા.જ્યાં માર્કેટના ફોટોશૂટના બહાને વેપારીએ મહિલાનું શારીરિક શોષણ કર્યાનો આરોપ નોંધાવેલી ફરિયાદમાં કર્યો હતો.
ફોટોશૂટની કરી હતી ઓફર
ભોગ બનનાર મહિલાએ અલથાણ પોલીસ સ્ટેશનમા નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે વર્ષ 2017 માં તેણી સુરતના ઘોડદોડ રોડ ખાતે રહેતા અને ટેકસ્ટાઈલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા મિતેષ સંપતલાલ જૈનના સંપર્કમાં આવી હતી. બંને એકબીજાને પરિચયમાં આવ્યા બાદ વેપારીએ માર્કેટના ફોટોશૂટ માટે તેણીને ઓફર કરી હતી.જે બાદ ફોટોશૂટ દરમ્યાન બંને વચ્ચે મિત્રતા થઇ હતી. ફોટોશૂટ કરવાના બહાને સુરતના ડુમસ રોડ પર આવેલ હોટેલ સહિત ગોવા તેમજ અન્ય રાજ્યોની હોટલોમાં લઈ જઈ શારીરિક શોષણ કર્યું હતું.
મારી નાખવાની આપી હતી ધમકી
ત્યારબાદ ફરી લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરી મારઝૂડ પણ કરી હતી. આરોપી મહિલાના ઘરે જઇ મારી નાખવાની ધમકી આપી સંબંધ રાખવા બળજબરીપૂર્વક દબાણ પણ કરતો હતો. મહિલાએ આપેલી ફરિયાદના આધારે અલથાણ પોલીસ દ્વારા વેપારી મિતેષ સંપતલાલ જૈન વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી.