Surat: પતિ નાઈટ શિફ્ટમાં ગયો ને પાડોશીએ ઘરમાં ઘૂસીને પરિણિતા સાથે માણ્યું શરીર સુખ, પછી કયા બહાને આવીને બાંધતો શરીર સંબંધ ?
યુવક અને યુવતી વચ્ચે સામાન્ય ઓળખાણ હતી. યુવતીનો પતિ એમ્બ્રોઇડરી કારખાનામાં નોકરી કરતો હતો. ત્રણ વર્ષ અગાઉ પતિ નાઇટ શિફ્ટમાં કામ કરવા ગયો હતો ત્યારે રાત્રે 11 વાગ્યે યુવક પરીણિતાના રૂમમાં ઘૂસી ગયો હતો.
સુરતઃ સુરતના ગોડાદરા વિસ્તારમાં નાઇટ શિફટમાં કામ કરવા ગયેલા પતિની ગેરહાજરીમાં રાત્રે 11 વાગ્યે પાડોશી યુવકે તેના ઘરમાં ઘૂસીને યુવતી સાથે શરીર સુખ માણ્યું હતું. એ પછી યુવતીએ ઘર બદલ્યું તો પણ યુવક પતિની ગેરહાજરીમાં તેના ઘરે આવીને પતિ અને દીકરીઓને મારી નાંખવાની ધમકી આપી વારંવાર શરીર સંબંધ બાંધ્યા હતા.
યુવક આ રીતે એક વાર શરીર સુખ માણી રહ્યો હતો ત્યારે પતિ આવી જતાં તેને આ સંબંધોની જાણ થઈ હતી. યુવતીએ યુવકે આપેલી ધમકીની વાત કરતાં પતિએ એક સંતાનના પિતા વિરૂધ્ધ લિંબાયત પોલીસમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.
ગોડાદરા વિસ્તારમાં રહેતી મહારાષ્ટ્રીયન પરિવારની ત્રણ સંતાનની માતા એવી 25 વર્ષની યુવતીની પડોશમાં રહેતા બિહારના યુવક સાથે સાથે ઓળખાણ થઇ હતી. આ યુવક પરીણિત છે અને એક સંતાનનો પિતા છે.
યુવક અને યુવતી વચ્ચે સામાન્ય ઓળખાણ હતી. યુવતીનો પતિ એમ્બ્રોઇડરી કારખાનામાં નોકરી કરતો હતો. પણ ત્રણેક વર્ષ અગાઉ પતિ નાઇટ શિફ્ટમાં કામ કરવા ગયો હતો ત્યારે રાત્રે 11 વાગ્યે યુવક પરીણિતાના રૂમમાં ઘૂસી ગયો હતો. તેણે પરીણિતાને કહ્યું હતું કે, હું તને તારા પતિ કરતા સારી રીતે રાખીશ અને હરવા ફરવા લઇ જઇશ. તેના બદલામાં તેણે શરીર સુખની માગણી કરીને શરીર સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો.
યુવતીએ ઇન્કાર કરતા યુવકે ધમકી આપી હતી કે, મારી સાથે શરીર સંબંધ નહીં બાંધે તો તારા ઘરવાળા અને દીકરીને મારી નાંખીશ. આ રીતે યુવતીને ધમકી આપીને તાબે કરીને પાડોશી યુવકે શરીર સંબંધ બાંધ્યો હતો. થોડા સમય બાદ પરીણિતા પતિ સાથે સોસાયટીમાં જ અન્ય રૂમમાં રહેવા ચાલી ગઇ હતી. પાડોશી યુવકે પણ પત્નીને વતન મોકલી આપી પોતે વરેલી ખાતે રહેવા ચાલ્યો ગયો હતો. જો કે તે સંબંધીઓને મળવાના બહાને આવતો હતો અને પતિની ગેરહાજરીમાં બદનામ કરવાની ધમકી આપી યુવતી સાથે શરીર સંબંધ બાંધતો હતો. આ સંબંધો જાણ છેવટે યુવતીના પતિને થઇ જતા આ અંગે લિંબાયત પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.
શહેરના મોટા વરાછા વિસ્તારમાંથી બિઝનેસમેનની હત્યા કરાયેલી અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. કાજુ-બદામનો બિઝનેસ કરતાં છત્તીસગઢના વેપારીની ગળે ટૂંપો આપી હત્યા કરેલી અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવી છે. બંને હાથ પાછળથી બાંધેલી હાલતમાં મળી આવ્યા છે. પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, શહેરના મોટા વરાછાની નીચલી કોલોનીમાં 68 વર્ષીય કન્હઈ રામ સુંદર રામ ભાડેતી રહે છે, જેઓ મૂળ છત્તીસગઢના વતની છે અને અહીં તેઓ કાજુ-બદામનો વ્યવસાય કરતાં હતા. ગઈ કાલે મકાન માલિક રાબેતા મુજબ રૂમ જોવા આવ્યા હતા. આ સમયે પહેલા માળે આવેલા રૂમ નંબર 1માંથી ભયંકર દુર્ગંધ આવતી હોવાથી તેમણે ભાડું ઉઘરાવવાનું કામ કરતાં નયન ઠુમ્મરને બોલાવીને દરવાજો ખોલાવ્યો હતો.
દરવાજો ખોલાવતાં કન્હઈ રામની માત્ર આંતરવસ્ત્રો પહેરેલી તેમજ બંને હાથ કપડાથી બાંધેલા અને મોંઢા પર ડુચો મારેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ દ્રશ્ય જોઇ બંને ચોક્કી ગયા હતા. તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરતાં અમરોલી પોલીસ દોડી આવી હતી અને લાશનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં ત્રણ-ચાર દિવસ પહેલા બિઝનેસમેનનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું. બિઝનેસમેનની હત્યા થઈ હોવાનું ખુલતા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો.
બિઝનેસમેન અગાઉ પાઉડર કોટિંગનું કામ કરતો હતો. જોકે, છેલ્લા આઠેક મહિનાથી તેમણે કાજુ-બદામનો વેપાર શરૂ કર્યો હતો. તેમજ તે રૂમમાં એકલો જ રહેતો હતો. પાંચેક દિવસ પહેલા બિઝનેસમેન નયનનું વતન જવાનું છે, તેમ કહ્યું હતું. જોકે, તે વતન જાય તે પહેલા જ તેની હત્યા કરી નાંખવામાં આવી હતી. બીજી તરફ પાડોશમાં રહેતા બે યુવાન ભેદી સંજોગોમાં ગુમ થયા હોવાથી પોલીસને તેમના પર શંકા છે. રૂમમાં સામાન વેરવિખેર હોવાથી અને તેઓ વતન જવાના હોવાથી તેમની પાસે મોટી રકમ હોવાની પણ શક્યતા છે. ત્યારે લૂંટના ઇરાદે હત્યા થઈ હોવાની પોલીસને આશંકા છે. તેમજ પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.