Surat : મકાન માલિક જાગી જતાં ચોરી કરવા આવેલો યુવક ભાગ્યો ને નીચે પટકાતા થયું મોત
સરથાણા વિસ્તારમાં લક્ષ્મણ નગરમાં ચોરી કરવા આવેલ ચોર પડી જતા મોતને ભેટ્યો છે. ચોરી કરવા આવેલ ત્યારે મકાન માલિક જાગી જતા ચોર ભાગ્યો હતો. ચોર ભાગવા જતા ધાબા પથી પડતા મોત નીપજ્યું છે.
સુરત : શહેરના સરથાણા વિસ્તારમાં ચોરી કરવા આવેલો ચોર ધાબા પરથી નીચે પટકાતા મોતને ભેટ્યો છે. સરથાણા વિસ્તારમાં લક્ષ્મણ નગરમાં ચોરી કરવા આવેલ ચોર પડી જતા મોતને ભેટ્યો છે. ચોરી કરવા આવેલ ત્યારે મકાન માલિક જાગી જતા ચોર ભાગ્યો હતો. ચોર ભાગવા જતા ધાબા પથી પડતા મોત નીપજ્યું છે. યુવક અમદાવાદથી ચોરી કરવા માટે આવ્યો હતો. સરથાણા પોલીસે આ બાબતે તપાસ શરૂ કરી છે.
Panchmahal : સગાઈ તૂટી જતાં યુવતીએ કરી લીધો આપઘાત, યુવતી ગર્ભવતી હોવાની પરિવારને શંકા
વડોદરાઃ પંચમહાલ જિલ્લાના નદીસર ગામની યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. બે વર્ષ પૂર્વે થયેલી સગાઈ તૂટી જતા આઘાતમાં આવી આપઘાત કરી લીધો છે. પરિવારજનો છેલ્લા બે દિવસથી મૃતદેહ સાથે રાખી ધક્કા ખાઈ રહ્યા છે. યુવતી ગર્ભવતી હોવાની પરિવારને શંકા છે.
સ્થાનિક પોલીસે ફરિયાદ ન લેતા ગાંધીનગર રજુઆત કરી હતી. આખરે ફરિયાદ નોંધાતા મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લવાયો છે. સમગ્ર મામલે પોલીસની શંકાસ્પદ ભૂમિકા હોવાનો પરિવારનો આક્ષેપ છે. પરિવારે ન્યાયની ગુહાર લગાવી છે.
અન્ય એક ઘટનમાં ગાંધીનગરના સાંતેજ ગામમાં 5 વર્ષીય બાળકી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું. સાંતેજ ગામમાં આવેલી ફેક્ટરીની ઓરડીમાં રહેતા મજૂર પરિવારની દીકરી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. અજાણ્યા વ્યક્તિ બાઇક ઉપર આંટો મારવવાના બહાને બાળકીને લઈ ગયો હતો.
હાલ બાળકીને મેડિકલ પરીક્ષણ માટે મોકલી આપવામાં આવી છે. સાંતેજ પોલીસે પોકસો એકટ હેઠળ ગુનો નોંધી આરોપીને શોધી કાઢવા બે અલગ અલગ ટિમો બનાવી છે. આરોપી જાણભેદુ હોવાની પોલીસ અનુમાન સેવી રહી છે.
કલોલઃ કલોલના ખાત્રજમાં કેમિકલ કંપનીના વેસ્ટેજ વોટર ટેંક સાફ કરવા નીચે ઉતરેલા પાંચ મજૂરોના મોત નીપજ્યા છે. પાંચેય મજૂરોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. વેસ્ટેજ વોટરની ટેંકમાં ઝેરી ગેસની અસરના કારણે પાંચ મજૂરોના મોત નીપજ્યા છે. પાંચેય મજૂરોના ગુંગણામણથી મોત થયા હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. આ દુર્ઘટના ટુટ્ટસન ફાર્મા કંપનીમાં બની છે.
માહિતી પ્રમાણે, કલોલ નજીકના ખાત્રાજમાં એક કેમિકલ કંપનીમાં કામ કરતા પાંચ મજૂરોના મોત થયા હતા. આ મજૂરો કંપનીન વેસ્ટેજ વૉટર ટેન્ક સાફ કરવા નીચે ઉતર્યા હતા. ટેન્કમાં ઝેરી ગેસની અસર હોવાથી મજૂરોને અસર થઇ હતી. હાલ આ પાંચેય મજૂરોના મૃતદેહોને બહાર કઢાયા છે.
એબીપી અસ્મિતાના સવાલ
શું મજૂરોને કોઈ સેફ્ટી વગર જ ટેંકની સફાઇ માટે ઉતારાયા હતા?
પાંચેય મજૂરોના મોત માટે જવાબદાર કોણ ?
વારંવાર આવી ઘટના બને છે તેમ છતા કેમ નથી થતી કાર્રવાઇ ?
શું ફાર્મ કંપનીના માલિક સામે કાર્રવાઈ થશે કે અગાઉની જેમ તપાસના આદેશ આપી સંતોષ મનાશે ?
શું ફાર્મા કંપનીમાં મજૂરો માટે સેફ્ટીની કોઈ સુવિધા જ નહોતી ?
શું આવી જોખમી કંપનીઓમાં સેફ્ટી ઓડિટની કામગીરી થાય છે ?