Surat : એવું તે શું થયું કે યુવક આપઘાત કરવા માટે ધાબા પર ચડી ગયો? જાણો પછી શું થયું?
દબાણ ખાતું જાય તો જ નીચે ઉતરવાની બુમો પાડી હતી. આથી પાલિકાએ પોલીસ બોલાવી હતી. યુવકને પકડવા જતા યુવક ધાબા પર ચઢી ગયો. પાલિકા સ્થળ છોડશે તો જ નીચે ઉતરું.
સુરત : ગોપી તળાવ વિસ્તારમાં પાલિકા દબાણ હટાવવા જતા બબાલ થઈ હતી. યુવક આપઘાત કરવા 2 માળના ધાબા પર ચઢી ગયો હતો. દબાણ ખાતું જાય તો જ નીચે ઉતરવાની બુમો પાડી હતી. આથી પાલિકાએ પોલીસ બોલાવી હતી. યુવકને પકડવા જતા યુવક ધાબા પર ચઢી ગયો. પાલિકા સ્થળ છોડશે તો જ નીચે ઉતરું. પાલિકાનું દબાણ ખાતું જતું રહ્યું ને યુવક નીચે ઉતર્યો. આ પછી પોલીસે યુવકની અટક કરી લીધી હતી.
#Surat : ડિમોલિશન સામે યુવકે બીજા માળે ચડીને આપી આપઘાતની ધમકી, પોલીસે કરી લીધી અટકાયત pic.twitter.com/FzmXfG4rtP
— ABP Asmita (@abpasmitatv) December 6, 2021
સુરત : ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી વચ્ચે રાજ્યમાં વધી રહેલા કેસોને પગલે ગુજરાત સરકાર હરકતમાં આવી ગઈ છે. બીજી તરફ સુરતમાં આખે આખો પરિવાર કોરોનાસંક્રમિત થતાં તંત્ર દોડતું થઈ ગયું હતું અને આખી સોસાયટી જ ક્લસ્ટર ઝોન જાહેર કરવી દેવામાં આવી હતી. ઓમિક્રોનને લઈ સુરત મનપા એલર્ટ થયું છે. માસ્કની કડક અમલવારી કરવામાં આવશે. સ્મીમેર હોસ્પિટલમાં અલાયદી વ્યવસ્થા કરાઈ. આખેઆખા પરિવાર કોરોના પોઝિટિવ આવવું ચિંતાનો વિષય છે. લોકો સોશિયલ ડિસ્ટન્ટ જાળવે તેવી અપીલ કરવામાં આવી છે. નાકની ઉપર માસ્ક ફરજીયાત પહેરે તેવી અપીલ મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાની દ્વારા કરવામાં આવી છે. અડાજણ વિસ્તારમાં એક જ પરિવારમાં પાંચ સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે. સાઈલીલા સોસાયટીમાં એક જ પરિવારમાં પાંચ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું થયું છે. પાલિકા દ્વારા આખી સોસાયટીની ક્લસ્ટર ઝોન જાહેર કરવામાં આવી છે. સુરતમાં એક દિવસમાં કુલ 9 કોરોના પોઝિટિવ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 87 મુસાફરો વિદેશથી આવ્યા છે. એરપોર્ટ પર ટેસ્ટિંગ પ્રક્રિયા વધુ વેગીલી બનાવાઇ છે. ગાંધીનગરઃ ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં માતા પિતા માટે લાલબતી સમાન કિસ્સો બન્યો છે. ગાંધીનગર ના સરગાસણ વિસ્તારની એક સોસાયટીમાં 4 વર્ષનું બાળક ગેટ પાસે રમી રહ્યું હતું ત્યારે એક કાર સોસાયટીમાં પ્રવેશતાં બાળક કાર નીચે આવી ગયું હતું. આ અકસ્માતમાં 4 વર્ષીય બાળકનું થયું કરૂણ મૃત્યુ થયું છે. આ બાળક પોતાની માત સાથે મામાના ઘરે આવ્યું હતું ત્યારે જ આ દુર્ઘટના બની હતી. ગાંધીનગરની બહારના વિસ્તાર સરગાસણની સ્વસ્તિક 42 સોસાયટીની આ ઘટના છે. આ સમગ્ર ઘટનાનાં દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયાં છે. સીસીટીવીમા જોઈ શકાય છે કે,ક કાર સોસાયટીમાં એન્ટ્રી કરી રહી હતી ત્યારે જ બાળક ગેટ પર રમી રહ્યું હતું. કારના ડ્રાઈવરે બાળકને જોયા વિના કાર ચલાવી હતી. બાળકને કાર ચાલકે ગાડી નીચે કચડી નાખ્યો હતો. સ્વસ્તિક 42 સોસાયટીમાં મામાના લગ્નમાં બાળક આવ્યું હતું. મામાના ઘરે બની ગોઝારી ઘટના બનતાં લગ્નનો ઉત્સાહ માતમમાં ફેરવાઈ ગયો હતો.