શોધખોળ કરો

સુરત આપના વધુ એક કોર્પોરેટર ભાજપમાં જોડાયા, જાણો શું આપ્યું નિવેદન

સુરતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે.  આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 4ના કોર્પોરેટર કુંદન કોઠિયા ભાજપમાં જોડાયા છે. ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો લાગ્યો છે.

સુરત: સુરતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે.  આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 4ના કોર્પોરેટર કુંદન કોઠિયા ભાજપમાં જોડાયા છે. ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો લાગ્યો છે.  આ પહેલા આપના 4 કોર્પોરેટરો સહિત પાંચ નેતાઓ ભાજપમાં સામેલ થયા હતા.   AAP સુરત શહેર પ્રમુખ મહેંદ્ર નવાડીયાએ કુંદન કોઠિયાને પાર્ટીમાંથી સસ્પેંડ કર્યા છે.  પાર્ટી વિરુદ્ધ કામ કરવા ટેવાયેલા હોવાની ચર્ચા.   ઘણા સમયથી સાથી કોર્પોરેટરો, કાર્યકરો અને મતદારો સાથે મનસ્વી વર્તન કરતા હોવાનો પણ આરોપ લાગ્યો છે.

સુરતના વોર્ડ નંબર-4ના મહિલા કોર્પોરેટર કુંદન કોઠીયાએ પ્રદીપસિંહ વાઘેલાના હસ્તે ધારણ કર્યો કેસરિયો. નવી દિશા તરફ જવા માટે ભાજપમાં જોડાઈ હોવાની કુંદન કોઠીયાએ વાત કરી હતી. 

AAP માંથી રાજીનામું આપવાની ચર્ચાને કોર્પોરેટર સેજલ માલવીયાએ રદિયો આપ્યો છે. પોતે ક્યારેય ભાજપમાં જવાના નથી તેવો દાવો કર્યો છે. AAPના કોઈપણ કોર્પોરેટરે ભાજપની લાલચમાં ન આવવું તેવી  સલાહ આપી હતી. 

તલાટી કમ મંત્રીના ફોર્મ ભરવાની મુદ્દતમાં  વધારો 

રાજ્યમાં તલાટી કમ મંત્રીના ફોર્મ ભરવાની તારીખમાં રાજ્ય સરકારે બે દિવસ વધારવાની જાહેરાત કરી છે. 15 ફેબ્રુઆરી ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ હતી પરંતુ હવે ફોર્મ ભરવાની તારીખમાં બે દિવસ એટલે કે વિદ્યાર્થીઓ 17 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકશે.  21 તારીખ સુધી ફી ભરવાામાં આવશે. 

રાજ્યમાં તલાટી કમ મંત્રીની 3 હજાર 437 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. 28 જાન્યુઆરીથી તલાટી કમ મંત્રીની ભરતીના ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવી છે. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ભરતી અંગેના ફોર્મ  https://ojas.gujarat.gov.in/ પરથી ભરી શકાશે.  હવે 17 ફેબ્રુઆરી સુધી ભરી શકશે ફોર્મ, ફોર્મ ભરવાની મુદ્દતમાં બે દિવસનો વધારો કરવામાં આવ્યો છે. 

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ-3 તલાટી કમ મંત્રી (ગ્રામ પંચાયત સેક્રેટરી)ની જગ્યાઓ પર સીધી ભરતી માટે  નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું. જે  મુજબ 3,437 જગ્યાઓ ભરવામાં આવશે. આ માટે ઉમેદવારે વેબસાઇટ પર  ઓનલાઇન અરજી કરવાની રહેશે.  ઓનલાઈન અરજી કરવામાં છેલ્લા ઘણા સમયથી સર્વર ડાઉન હોવાના કારણે ઉમેદવારોને ફોર્મ ભરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. રાજ્ય સરકારે ફોર્મ ભરવાના સમયમાં બે દિવસનો વધારો કર્યો છે. વિદ્યાર્થીઓ હવે 17 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકશે. 

ટોપ સ્ટોરી

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય
ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
નોકરીયાત વર્ગ માટે ખુશખબર! દેશમાં 9.1% વધશે કર્મચારીઓનો પગાર, નવા રિપોર્ટમાં ખુલાસો
નોકરીયાત વર્ગ માટે ખુશખબર! દેશમાં 9.1% વધશે કર્મચારીઓનો પગાર, નવા રિપોર્ટમાં ખુલાસો
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Embed widget