શોધખોળ કરો
Surat : યુવક 15 વર્ષની સગીરા સાથે બળજબરીથી માણી રહ્યો હતો શરીર સુખ ને 3 યુવકો જોઈ ગયા, યુવકોએ શું કર્યું ?
ગત 27મી ફેબ્રુઆરીએ પણ યુવકે સગીરા સાથે બળજબરી કરી હતી. જોકે, આ સમયે સગીરાએ બૂમાબૂમ કરતાં ત્રણ ઇસમો દોડી આવ્યા હતા અને તેને બચાવી લીધી હતી.

પ્રતિકાત્મક તસવીર
સુરતઃ શહેરમાં બે મહિના પહેલા 15 વર્ષીય સગીરાને અલગ અલગ જગ્યાએ લઈ જઈને યુવકે બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ ગત 27મી ફેબ્રુઆરીએ પણ યુવકે સગીરા સાથે બળજબરી કરી હતી. જોકે, આ સમયે સગીરાએ બૂમાબૂમ કરતાં ત્રણ ઇસમો દોડી આવ્યા હતા અને તેને બચાવી લીધી હતી. જોકે, આ લોકોએ સગીરા પર બળાત્કાર ગુજારનાર હવસખોરને ઢોર માર માર્યો હતો. પોલીસે દુષ્કર્મ આચરનાર વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. તબિયત બગડતા યુવકને સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસે સગીરાને બચાવનાર ત્રણેય ઈસમો વિરુદ્ધ અગાઉ ફરિયાદ નોંધી હતી. ઘટનાના સમયે દોરડાથી બાંધી મારતા હોઈ એવા વીડિયો પણ વાયરલ થયા હતા.
વધુ વાંચો





















