શોધખોળ કરો

સુરતના બિલ્ડર તુષાર ઘેલાણી આત્મહત્યા કેસમાં મોટો વળાંક: બ્લેકમેઈલિંગ કરતી મહિલા મિત્ર પૂનમની ધરપકડ

Builder Tushar Ghelani suicide case: સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીની આત્મહત્યાના મામલે સુરત પોલીસે એક મોટી કાર્યવાહી કરતા તેમની મહિલા મિત્ર પૂનમ ભદોરિયાની ધરપકડ કરી છે. પૂ

Builder Tushar Ghelani suicide case: સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીની આત્મહત્યાના મામલે સુરત પોલીસે એક મોટી કાર્યવાહી કરતા તેમની મહિલા મિત્ર પૂનમ ભદોરિયાની ધરપકડ કરી છે. પૂનમ ભદોરિયા પર તુષાર ઘેલાણીને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાનો અને તેમને આર્થિક રીતે બ્લેકમેઈલ કરવાનો ગંભીર આરોપ છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે પૂનમ વર્ષ 2010થી તુષાર ઘેલાણીના સંપર્કમાં આવી હતી અને શરૂઆતમાં તેમની જ ઓફિસમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી હતી. જોકે, સમય જતાં બંને વચ્ચે મિત્રતા વધી હતી, જે બાદમાં તુષારભાઈ માટે જીવલેણ સાબિત થઈ હતી.

પૂનમ ભદોરિયા તુષાર ઘેલાણીને સતત બ્લેકમેઈલ કરી રહી હતી

પરિવાર દ્વારા કરવામાં આવેલા આક્ષેપો મુજબ, પૂનમ ભદોરિયા તુષાર ઘેલાણીને સતત બ્લેકમેઈલ કરી રહી હતી અને તેમની પાસેથી મસમોટા આર્થિક વ્યવહારો પણ કર્યા હતા. હદ તો ત્યારે થઈ જ્યારે પૂનમે તુષારભાઈને તેમની દીકરીના લગ્નના દિવસે જ બદનામ કરી આબરૂના ધજાગરા કરવાની ધમકી આપી હતી. આ માનસિક દબાણ અને સામાજિક પ્રતિષ્ઠા ખરડાવાના ડરથી વ્યથિત થઈને 1લી ફેબ્રુઆરીએ તુષાર ઘેલાણીએ પોતાની જાતને ગોળી મારી દીધી હતી. પાંચ દિવસની ટૂંકી સારવાર બાદ તેમનું હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું હતું. 1990થી રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે સંકળાયેલા અને પ્રતિષ્ઠિત બિલ્ડરના આવા અંતથી સમગ્ર સુરતમાં ચકચાર મચી ગઈ હતી.

પોલીસે પૂનમ ભદોરિયા સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તેની અટકાયત કરી 

સુરત પોલીસે પરિવારે આપેલી અરજી અને પુરાવાઓના આધારે પૂનમ ભદોરિયા સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તેની અટકાયત કરી છે. પોલીસ તપાસમાં અનેક આર્થિક વ્યવહારોના ખુલાસા થવાની શક્યતા છે, જેને ધ્યાનમાં રાખીને પૂનમનો મોબાઈલ ફોન પણ વધુ તપાસ માટે FSL (ફિંગરપ્રિન્ટ અને સાયન્સ લેબોરેટરી) માં મોકલી આપવામાં આવ્યો છે. સુરત પોલીસ ટૂંક સમયમાં જ આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ વિગતો જાહેર કરશે. આ કેસમાં પૂનમની ભૂમિકા અને બ્લેકમેઈલિંગના પુરાવાઓ એકત્ર કરવા પોલીસ સઘન કાર્યવાહી કરી રહી છે.

નોંધનિય છે કે, આજ મહિલાએ તુષાર ઘેલાણાની પરિવાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું બિલ્ડર તુષાર ઘેલાણીનો પરિવાર તેમનું માન જાળવતો ન હતો અને તેમનો ઉપયોગ ફક્ત એટીએમ મશીન તરીકે માત્ર પૈસા માટે કરતા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

વિડિઓઝ

Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Embed widget