શોધખોળ કરો
Advertisement
સુરત આગકાંડનાં મુખ્ય આરોપી ક્લાસીસ સંચાલકની ધરપકડ, ડેપ્યુટી ફાયર ઓફિસર સસ્પેન્ડ
સુરતના સરથાણામાં શુક્રવારે તક્ષશિલા એપાર્ટમેન્ટના બીજા માળે ચાલતા ટ્યુશન ક્લાસિસમાં ભીષણ આગ લાગી હતી. જેમાં 21 લોકોના મોત થયા છે. ઘટનાને લઈને આખુ સુરત હિબકે ચડ્યું છે. સરકારે તપાસના આદેશ આપ્યા છે.
સુરતઃ સુરતના સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા એપાર્ટમેન્ટમાં શુક્રવારે લાગેલી ભીષણ આગમાં 22ના મોત થયા છે. આ ઘટના બાદ સમગ્ર ગુજરાત સ્તબ્ધ છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે ક્લાસીસ સંચાલક ભાર્ગવ બુટાણીની ધરપકડ કરી છે અને ત્રણ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે બિલ્ડર હરસુલ અને જિજ્ઞેશ હજુ સુધી ફરાર છે. સુરતમાં તમામ ક્લાસિસ બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કમિશનરે બે ફાયર અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા. ડેપ્યુટી ફાયર ઓફિસર એસ કે આચાર્યને સસ્પેન્ડ કરાયા હતા.
ફાયર અધિકારીએ જણાવ્યું હતું કે, ત્રણ ફ્લોરથી ઉપર સુધી આગ ફેલાઇ હતી પરંતુ ક્લાસિસમાં જવાનો કોઇ રસ્તો નહોતો મળ્યો. આગથી બચવા માટે 10થી વધુ વિદ્યાર્થીઓએ બિલ્ડિંગના ત્રીજા માળથી કૂદકા લગાવ્યા હતા. સુરત આગકાંડઃ 'આગ લાગી ત્યારે બધા લોકો વીડિયો ઉતારતા રહ્યા ને...', બાળકોને બચાવનાર સાથે ખાસ વાત આ ઘટનાને પગલે સમગ્ર ગુજરાતમાં ગેરકાયદે ટ્યુશન ક્લાસીસ પર રોક લગાવી દેવાઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી ઈજાગ્રસ્તોની મુલાકાતે હોસ્પિટલ પહોંચ્યા હતા. મુંખ્યમંત્રીએ મૃતકોના પરિવારને 4-4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને ટ્વિટ કરીને આ ઘટના માટે દુ:ખ વ્યક્ત કર્યું હતું. પાસ દ્વારા શનિવારે સુરત બંધનું એલાન અપાયું છે. સુરત આગકાંડ: પરિવારજનોએ મન પર પથ્થર મુકીને શોધ્યા બાળકોના મૃતદેહ સુરતમાં આગની ઘટના બાદ અમદાવાદના તમામ ટ્યુશન ક્લાસિસ બંધ કરવાનો આદેશ સુરતના મેયર જગદીશ પટેલે જણાવ્યું હતું કે, આ ખૂબ દુઃખદ ઘટના છે. અને શહેર તંત્ર દ્વારા થોડા દિવસો પહેલા સર્વે કરવામાં આવ્યા છે. ફાયર સેફ્ટી અંગે નોટિસો આપવામાં આવ્યા છે. ટ્યૂશન ક્લાસિસમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા કરવામાં નહી આવે ત્યાં સુધી શરૂ કરવામાં દેવામાં આવશે નહી. સુરત આગકાંડઃ ટ્યુશન સંચાલક ભાર્ગવ ભૂટાણીની ધરપકડ, બિલ્ડર ફરાર, જુઓ વીડિયો પોતાના જીવ જોખમમાં મુકીને ટ્યુશન ક્લાસીસના વિદ્યાર્થીઓને બચાવનાર આ સુરતીને ઓળખો? સુરત આગકાંડઃ ફાયર વિભાગની કઈ 6 ભૂલને કારણે બની આટલી મોટી દુર્ઘટના, જુઓ વીડિયોFire in a coaching centre in Sarthana area of Surat, Gujarat: Surat Deputy chief fire officer SK Acharya and Fire officer Kirti Modh have been suspended.
— ANI (@ANI) May 25, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
અમદાવાદ
બિઝનેસ
Advertisement